તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Third Wave Of Corona Intensified In Britain; More Than 15 Thousand Cases For The Third Day In A Row; A Week long Lockdown In Sydney

કોરોના દુનિયામાં:બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બની; સતત ત્રીજા દિવસે 15 હજારથી વધુ કેસ; સિડનીમાં એક સપ્તાહનું લોકડાઉન

વોશિંગ્ટન/લંડન3 મહિનો પહેલા
  • ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 22 દર્દી મળતા જ સિડનીમાં લોકડાઉન લગાવાયું
  • ઇઝરાયલમાં ફરજિયાત માસ્ક પહેરવાનું લાગુ કરવામાં આવ્યું

દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 4 લાખ 4 હજાર 379 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 3 લાખ 41 હજાર 829 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. ચિંતાની વાત તે છે કે મૃત્યુ આંકમાં કૂઈ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ગઇકાલે પણ 8,552 લોકોએ કોરોનાના કરને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ દરમિયાન બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપી બની રહી છે. અહીં છેલ્લા 3 દિવસથી દરરોજ 15 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે અહીં 15,296 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 18 લોકોના મોત થયા હતા. આ પહેલા બુધવારે 16,134 અને ગુરુવારે 16,703 કેસ નોંધાયા હતા.

ડેલ્ટા વેરિયન્ટના કેસ એક સપ્તાહમાં 46% સુધી વધ્યા
બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ સપ્તાહમાં 46% વધી ગયા છે. PHE મુજબ, આ સપ્તાહે ડેલ્ટા વેરિયન્ટના 35,204 કેસ નોંધાયા છે. કુલ 1,11,157 દર્દી મળી ચૂક્યા છે. જ્યારે લંડનમાં 50 વર્ષથી વધુ વયના 83.1% લોકોએ બંને ડોઝ આપવામાં આવ્યા છે. અન્ય ક્ષેત્રોમાં આ વર્ગના 90% લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.

કોરોનાના 22 દર્દી મળતા જ સિડનીમાં લોકડાઉન

ઓસ્ટ્રેલીયા કોરોનાની જીરોની નીતિ અપનાવી રહ્યું છે. અહીં માત્ર 207 એક્ટિવ દર્દી છે. શુક્રવારે અહીં કોરોનાના 22 નવા દર્દી મળી આવ્યા હતા. ત્યાર બાદ સિડનીમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યું ચ્ગે.આ લોકડાઉનની અસર લગભગ 5 લાખ લોકો પર પડશે. શહેરના 4 વિસ્તારોમાં વિશેષ કડક દેખરેખ રાખવામા આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લોકડાઉન લગાવાયું છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લોકડાઉન લગાવાયું છે.

અમેરિકામાં મૃત્યુ મામલે સ્ટડી
ગયા મહિને એટલે કે મે માં અમેરિકામાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોમાં 99.2% લોકો એવા હતા, જેમનું વેક્સિનેશન થયું ન હતું. અમેરિકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના આંકડા મુજબ, અમેરીકામાં મે માં 18 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. તેમાં માત્ર 150 લોકો એવા હતા, જેમને વેક્સિનના બંને ડોઝ મળ્યા હતા. બાકીના લોકોને વેક્સિન અપાઈ ન હતી.

ઇઝરાયલમાં માસ્ક ફરજિયાત
ઇઝરાયલના સાર્વજનિક ઇનડોર સ્થળો પર માસ્કના ફરજિયાત પહેરવાનું લાગુ કર્યું છે. અહી ગયા દિવસોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે નવા કેસ ઝડપી વધી રહ્યા છે. કોરોના રિસ્પોન્સ ટાસ્ક ફોર્સના પ્રમુખ નચમન એશે જણાવ્યુ હતું કે મશને ફરજિયાત કરવામાં આવ્યું છે. ઇઝરાયલ પોતાની 85% વસ્તીનું વેક્સિનેશન કરી ચૂક્યું છે. એવામાં ત્યાં લોકોને સંક્રમણ તો લાગી રહ્યું છે, પરંતુ તેમની હાલત ગંભીર બની રહી નથી.

ઇઝરાયલમાં ફરીથી ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.
ઇઝરાયલમાં ફરીથી ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 18.11 કરોડ કેસ
દુનિયામાં અત્યયાર સુધીમાં 18.11 કરોડથી વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 39.24 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 16.57 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે હાલમાં 1.14 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાં 1.14 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 80,514 લોકોની હાલત ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

34,482,672

619,152

28,897,460

ભારત

30,183,143

394,524

29,193,085

બ્રાઝિલ

18,322,760

511,272

16,548,159

ફ્રાન્સ

5,766,315

110,939

5,596,744

રશિયા

5,409,088

132,064

4,929,639

તુર્કી

5,398,878

49,473

5,261,892

બ્રિટન

4,699,868

128,066

4,312,164

અર્જેંટીના

4,374,587

91,979

3,990,289

ઈટાલી

4,256,451

127,418

4,068,798

કોલંબિયા

4,092,746

103,321

3,800,388

(આ આંકડાwww.worldometers.info/coronavirus/ મુજબના છે.)