• Home
  • International
  • The third phase trial for two vaccines started in the US, with 1.74 million cases worldwide

કોરોના વિશ્વમાં LIVE / અમેરિકામાં બે વેક્સીન માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, વિશ્વમાં 1.74 કરોડ કેસ

અમેરિકાના ન્યૂયોર્કમાં એક ફૂડ બેન્ક બહાર લાગેલી ભીડ. દેશમાં 46 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.
X

  • વિશ્વભરમાં અત્યારસુધી 6.76 લાખ મોત, 1.09 કરોડ દર્દી સ્વસ્થ થયા
  • અમેરિકામાં 46 લાખથી વધુ સંક્રમિત, અત્યારસુધી 1.55 લાખ મોત

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 07:29 PM IST

વોશિન્ગટન. વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી 1 કરોડ 74 લાખ 76 હજાર 105 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 1 કરોડ 9 લાખ 39 હજાર 477 સ્વસ્થ થઇ ચૂક્યા છે. 6 લાખ 76 હજાર 759 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.

અમેરિકામાં કોવિડ-19ની બે વેક્સીનના ત્રીજા તબક્કા માટે ટ્રાયલ શરૂ થઇ ચૂક્યા છે. ગુરૂવારે સેંકડો લોકોને રસી આપવામા આવી હતી. જોકે કેટલા લોકોને રસી આપવામા આવી તેની માહિતી મળી નથી. આ રસી બાયોટેક્નોલોજી કંપની મોડર્ના અને ફાઇઝરે બનાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ એક અપ્રત્યાશિત સ્થિતિ છે. અમને ખબર નથી કે આ વેક્સીન કેટલું સારું પરિણામ આપશે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 46,34,985 1,55,285 22,84,965
બ્રાઝીલ 26,13,789 91,377 18,24,095
ભારત 16,39,350 35,786 10,59,093
રશિયા 8,34,499 13,802 6,29,655
દ.આફ્રિકા 4,82,169 7,812 3,09,601
મેક્સિકો 4,16,179 46,000 2,72,187
પેરૂ 4,07,492 19,021 2,83,915
ચિલી 3,53,536 9,377 3,26,628
સ્પેન 3,32,510 28,443 પ્રાપ્ત નથી
બ્રિટન 3,02,301 45,961 પ્રાપ્ત નથી

અમેરિકા: પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હરમન કેનનું કોરોનાથી મોત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હરમન કેનનું કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું છે. તેઓ 74 વર્ષના હતા. કેન કેન્સરની બીમારીથી પીડિત હતા અને તેના માટે તેમને ગત મહિને એટલાન્ટાની એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. કેન 2012માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. ટ્રમ્પે તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી.


હરમન કેને 2012માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી હતી. ફાઇલ ફોટો

બ્રિટન: 300 લોકોને વેક્સીન આપવામા આવી
બ્રિટનની ઇમ્પેરિયલ કોલેજ લંડને 300 લોકો પર પ્રયોગ તરીકે કોરોનાવાયરસની વેક્સીન આપી હતી. આ પહેલા તેનું અમુક લોકો પર ટ્રાયલ પણ કરવામા આવ્યું હતું. પોઝિટિવ રિઝલ્ટ મળ્યા બાદ 300 લોકો પર તેનું ટ્રાયલ કરવામા આવ્યું છે. બ્રિટનમાં અત્યારસુધી કોરોના સંક્રમણના લીધે ત્રણ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. 45 હજારથી વધુ લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: કોરોનાના 57837 નવા કેસ
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 57837 નવા કેસ સામે આવ્યા હતા. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 26 લાખ 13 હજાર 789 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 91 હજાર 377 લોકોના મોત થયા છે. મહામારીની શરૂઆતથી અત્યારસુધી 18 લાખથી વધુ દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે.

બ્રાઝીલના સાઓ પાઓલોમાં એક ટેસ્ટિંગ સેન્ટરની તસવીર

મેક્સિકો: સંક્રમણના લીધે 46 હજાર મોત
મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના લીધે 639 લોકોના મોત થયા છે. અત્યારસુધી 46 હજાર લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યારસુધી 4 લાખ 16 હજાર 179 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.

મેક્સિકો સિટીમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લઇ જઇ રહેલા વર્કર.

ચીન: કોરોનાના 127 નવા કેસ
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 127 નવા કેસ નોંધાયા છે જેમાંથી 123 લોકલ ટ્રાન્સમિશનના છે. લોકલ ટ્રાન્સમિશનમાં શિનજિયાંગમાં 112 અને લિયાઓનિંગમાં 11 કેસ સામે આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી