• Home
  • International
  • The teenager gave CPR to the dog for 5 minutes and saved his life in brazil

બ્રાઝિલ / ટીનેજરે રસ્તા પર તરફડીયા મારતા શ્વાનને 5 મિનિટ સુધી CPR આપી તેનો જીવ બચાવ્યો

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:46 PM IST

બ્રાસીલિયા. બ્રાઝિલમાં અમેરિકા બાદ સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાઈરસના સમાચાર વચ્ચે એક ટીનેજરના પ્રાણીપ્રેમના સમાચાર પણ સામે આવ્યા છે. આ ટીનેજરે રસ્તા પર તરફડીયા મારતા શ્વાનને CPR એટલે કે કાર્ડીઓ પલ્મનરી રિસસિટેશન આપીને જીવ બચાવ્યો છે.

19 વર્ષનો લુકાસ માર્ટીન રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું એક શ્વાન રસ્તા પર આળોટી રહ્યું હતું તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. લુકાસે આ શ્વાનને પાણી પીવડાવ્યું પણ કઇ અસર ના થઇ. આથી તેણે શ્વાનને પોતાના હાથેથી તેની છાતી પર CPR આપવાનું શરુ કર્યું. શરૂઆતમાં ટીનેજરને લાગ્યું કે આ શ્વાન નહિ બચી શકે પણ  તેણે 5 મિનિટ સુધી CPR આપવાનું ચાલુ રાખ્યું. થોડીવાર પછી આ ડોગી પોતાના પગે ઊભો થઇને ચાલવા લાગ્યું. આજુબાજુ ભેગા થયેલા લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી