તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટ:તાલિબાને તપાસના નામે વિમાન અટકાવ્યાં, ફસાયેલા લોકોએ વધુ રાહ જોવી પડી શકે

કાબુલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ એરપોર્ટ પર 1000થી વધુ વિદેશી 6 દિવસથી ફસાયેલા છે

અફઘાનમાં હજુ પણ અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિક કે એવા અફઘાનીઓ ફસાયેલા છે જેમને બીજા દેશોના વિઝા મળી ચૂક્યા છે. તેમના નીકળવાની ડેડલાઈન 6 દિવસ પહેલાં જ સમાપ્ત થઇ ચૂકી છે છતાં તાલિબાને તેમનાં વિમાનોને તપાસના બહાને અટકાવી રાખ્યાં છે. જે દેશના લોકો ફસાયેલા છે તેમની સરકારો સામે સંકટ એ છે કે તેમને કાઢવા માટે વાતચીત કોની સાથે કરે કેમ કે અત્યાર સુધી તાલિબાન સરકારી જાહેરાત થઈ નથી.

અહેવાલ અનુસાર અમેરિકા અને કતારના અધિકારીઓ સાથે તાલિબાન વિમાનના ટેક ઓફની મંજૂરી આપવા અંગે વાતચીત કારણ વિના લાંબી ખેંચવા પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી લોકોનો નીકળવાનો સમય અનિશ્ચિત થતો જઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ કહે છે કે ઉત્તર શહેર મજાર-એ-શરીફમાં એરપોર્ટથી દેશ છોડવાની આશા રાખી બેઠેલા યાત્રીઓની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. ત્યાં એ વાતને લઈને ભ્રમ છે કે ચાર્ટર્ડ વિમાન અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશો માટે અહીંથી નીકળશે કઈ રીતે? તાલિબાને તેમને આ અંગે વાયદો નથી કર્યો કે તે ડેડલાઈન બાદ પણ માનવાધિકારોનું ધ્યાન રાખી અમેરિકાને સાથ આપનારા નાગરિકોને સુરક્ષિત જવા દેશે.

ઘણા લોકો એવા છે જે કાબુલ એરપોર્ટ પર 31 ઓગસ્ટે તાલિબાની કબજાને કારણે ફ્લાઇટમાં જઈ શક્યા નહોતા. તે સમયે અમેરિકી-નાટો સેનાની અંતિમ ટુકડીએ 2 દાયકાનો લાંબો સમય પસાર કરી અફઘાન છોડી દીધું હતું. પેન્ટાગોનના પૂર્વ વરિષ્ઠ અધિકારી મિકે કહ્યું કે અમેરિકી-નાટો માટે કામ કરી ચૂકેલા આ લોકોને તાલિબાન એટલે અટકાવી રહ્યું છે જેથી તેમને સજા આપી શકે. તે આ બહાને અમારી સાથે મોલભાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુએન સહાયતા સમૂહોને સુરક્ષા આપવા માટે તાલિબાન તૈયાર
સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતા સમૂહોને તાલિબાન સુરક્ષા આપવા તૈયાર થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા બાદ યુએનના પ્રતિનિધિને તાલિબાને વાયદો કર્યો છે. આ આશ્વાસન પર સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનમાં મદદ કરવાને લઈને પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું છે. અફઘાનના માનવીય મુદ્દાઓ પર યુએનમાં 13 સપ્ટેમ્બરે ઉચ્ચસ્તરીય બેઠક પણ થશે.

અન્ય સમાચારો પણ છે...