પાકિસ્તાનના હોમ મિનિસ્ટર રાણા સનાઉલ્લાહે ગુરુવારે અફઘાન તાલિબાનને ધમકી આપી. કહ્યું- જો તેમણે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને અમારા દેશમાં હુમલા નહીં રોક્યા તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને સફાયો કરીશું.
તેનો જવાબ અફઘાન તાલિબાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અહમદ યાસિરે બેહદ સખ્ત શબ્દોમાં આપ્યો. યાસીરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને સરેન્ડરનો ફોટોગ્રાફ શેર કર્યો અને કહ્યું- આ રીતેનો અંજામ યાદ રાખજો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન હકૂમતની વચ્ચે સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાં પહોંચી ગયા છે. આશરે બે મહિનાથી બંને દેશોની સીમા એટલે કે ડૂરંડ લાઇન પર ફાયરિંગની ઘટનાઓ થઇ ચૂકી છે. આમાં પાકિસ્તાનના 12 સૈનિકો અને 7 નાગરિક મૃત્યુ મામ્યા છે. TTP પણ પાકિસ્તાનમાં લગાતાર હુમલા કરી રહ્યું છે. હમણાં જ તેમણે ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો.
અત્યારે સખતાઇનું કારણ TTP પાકિસ્તાનમાં સતત હુમલાઓ કરી રહ્યું છે. તેના લીધે ત્યાંની સેના અને સરકાર દ્વિધામાં છે. ગુરુવારે પાકિસ્તાનના હોમ મિનિસ્ટર રાણા સનાઉલ્લાહે TTPના હુમલા માટે અફઘાન તાલિબાનને જવાબદાર ઠેરવે છે. કહ્યું કે TTPના આતંકી પાકિસ્તાનમાં હુમલા બાદ અફઘાનિસ્તાનમાં શરણ લે છે. જો આ હુમલાઓ બંધ ન થયા તો અમે અફગાનિસ્તાનમાં ઘૂસીને આ આતંકવાદીઓને મારીશું. અમને ખબર છે કે કયા ભાગોમાં અને ક્યાં TTP આતંકીઓ શરણ લે છે. તેમને હથિયારો પણ ત્યાંથી મળે છે.
અને ધમકીનો જવાબ
પાકિસ્તાનની આ ધમકી તાલિબાની સત્તાધીશો પચાવી શક્યા નહીં. તાલિબાનના સિનિયર લીડર અને ઉફ-પ્રધાનમંત્રી અહમદ યાસિરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો. તેની સાથે ઉર્દૂમાં એક કેપ્શન શેર કર્યું. પહેલાં એ ફોટા વિશે જાણીએ. આ ફોટો 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધનો છે. પાકિસ્તાની સેનાની ખરાબ રીતે હાર થઇ હતી. તેમના 90 હજારથી વધુ સૈનિકોએ સરેન્ડર કર્યું હતું.
સરેન્ડર ડોક્યુમેન્ટ પર પાકિસ્તાન તરફથી લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાઝીએ દસ્તખત કર્યા હતા. તેમની બાજુમાં હાજર હતા આપણી સેનાના લેફ્ચનન્ટ જનરલ જરજીતસિંહ અરોડા. આ સરેન્ડર બાદ બાંગ્લાદેશ અલગ દેશ બન્યું અને પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા.
હવે વાત તે કેપ્શનની, જે તાલિબાની નેતા યાસિરે આ ફોટો સાથે લખ્યું. તેમાં કહ્યું- રાણા સનાઉલ્લાહ, જબરજસ્ત. ભૂલતા નહીં કે આ અફઘાનિસ્તાન છે જ્યાં મોટી-મોટી તાકોતો કબરમાં દફનાઇ દીધી. અમારા પર લશ્કરી હુમલાના સપના ન જોશો, નહીં તો પરિણામ એટલું જ શરમજનક હશે જેટલું ભારતની સામે તમારું આવ્યું હતું.
ગયા મહિને અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાનમાં અનેક હુમલા કરવામાં આવ્યા હતા.
ડિફેન્સ મિનિસ્ટ્રી પણ સખ્ત આ નિવેદનના કેટલાક કલાક બાદ અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ એક અલગ સ્ટેટમેન્ટ જાહેર કર્યું. કહ્યું- પાકિસ્તાન પાયાવિહોણો આરોપ લગાવે છે. અમારે ત્યાં TTPનું કોઇ શરણાર્થી નથી. તેમણે એ ભ્રમમાં ન રહેવું જોઇએ કે અફગાનિસ્તાન કમજોર છે કે તેનું કોઇ ધણીધોરી નથી. અમને સારી રીતે ખબર છે કે અમારા દેશનું રક્ષણ કેવી રીતે કરવાનું છે. જો હુમલો થયો તો અમે જડબાતોડ જવાબ આપીશું.
તાલિબાનના બે ધડા અને વિવાદ
15 ઓગસ્ટ 2021ના અફઘાન તાલિબાને કાબુલની સાથે જ આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. તાલિબાનના બે ધડા છે. પહેલો-અફઘાનિસ્તાન તાલિબાન. તેમાં તાજિક, ઉઝ્બેક, પશ્તૂન અને હજારા સહિત કેટલાય સમુદાયના લોકો છે. બીજો- TTP એટલે કે તાલિબાન પાકિસ્તાન. આમાં મોટા ભાગે પશ્તૂન અને પઠાણ છે. આ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનરવ્વા અને વજીરિસ્તાનમાં એક્ટિવ છે.
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની તાલિબાનનો મકસદ કે વિચારધારા એક જેવી છે. બંને કટ્ટર ઇસ્લામ અને શરિયા કાનૂન લાગુ કરાવવા ઇચ્છે છે. TTPનું કહેવું છે કે પાકિસ્તાન અડધો-પડધો ઇસ્લામિક દેશ છે અને અહીં પૂરી રીતે શરિયા કાનૂન લાગુ થવો જોઇએ.
પોતાની શરતો મનાવવા માટે TTP ખૈબર પખ્તૂનરવ્વા, વજીરિસ્તાન અને દેશના બાકીના ભાગોમાં હુમલા કરે છે. પાછલા દિવસોમાં તેમણે રાજધાની ઇસ્લામાં બાદમાં એક આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમાં એક પોલીસ ઓફિસર માર્યો ગયો હતો અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાની સેના અને સરકારની મોટી મુશ્કેલી એ છે કે હવે બલૂચિસ્તાનના વિદ્રોહી પણ TTP સાથે હાથ મિલાવી ચૂક્યા છે. દરેક રીતે પાકિસ્તાન માટે આ બેહદ ખતરનાક સંકેત છે. બીજી તરફ અફઘાન તાલિબાન TTPને પૂર્ણ રીતે સપોર્ટ કરી રહ્યા છે. અફઘાન તાલિબાન તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર એટલે કે ડૂરંડ લાઇનને પણ માનતા નથી. આ વિવાદને લીધે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વાર ફાયરિંગ પણ થયું છે. એમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ગયા મહિને કાબુલમાં હતા.
સીમા વિવાદ કેમ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક સીમા દ્વારા અલગ થઇ ગયા છે. આને ડૂરંડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને બાઉન્ડ્રી લાઇન માને છે, પરંતુ તાલિબાનનું સાફ કહેવું છે કે પાકિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા રાજ્ય તેમનો ભાગ છે. પાકિસ્તાની સેનાએ ત્યાં કાંટાળી તારની ફેન્સિંગ કરી છે.
15 ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબજો થઇ ગયો. તેના પાંચ દિવસ બાદ એટલે કે 20 ઓગસ્ટ શાફ કરી દીધું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનનો ભાગ ખાલી કરવો પડશે, કારણ કે તાલિબાન ડૂરંડ લાઇનને નથી માનતું.
પાકિસ્તાને આનો વિરોદ કર્યો અને ત્યાં સેના ખડકી દીધી. ત્યાર બાદ તાલિબાને ત્યાં આવેલી પાકિસ્તાની પોસ્ટને ઉડાડી દીધી. આ વિસ્તારમાં કેટલાય પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને કેટલાક તાલિબાનના કબજામાં છે. છેલ્લા વીકમાં તાલિબાની ફાયરિંગમાં 6 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા.
પાકિસ્તાનની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ગયા વર્ષે નવેમ્બરના આખરમાં કાબુલ ગઇ હતી. તેમની વિઝિટનો મતલબ અફઘાનિસ્તાનની તાલિબાન હકૂમતને એ વાત માટે મનાવવી હતી કે તેઓ ડૂરંડ લાઇન પર ફેન્સિંગ ઉખાડવાનું બંધ કરે અને TTPને પાકિસ્તાનમાં હુમલા કરવાથી રોકે. જોકે હિનાએ પાકિસ્તાન પરત ફર્યાના 24 કલાકની અંદર જ કાબુલમાં પાકિસ્તાની એમ્બેસી પર હુમલો થયો અને ત્યાર બાદ બોર્ડર પર જોરદાર ફાયરિંગ શરૂ થઇ ગયું.