યુનિવર્સિટી બંધ, છુપાઇને ઓનલાઇન ભણાવે છે ટીચર:અફઘાન છોકરીઓ બોલી- તાલિબાને અમારા માટે એક જ કામ રાખ્યું- બાળકો પેદા કરો અને તેને ઉછેરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘મારું નામ ઇરમ છે. અફઘાનિસ્તાનમાં રહું છું. પૂણે યુનિવર્સિટીથી માસ્ટરનો અભ્યાસ કર્યો છે. ભારતથી અફઘાનિસ્તાન આવી તો તાલિબાનની સરકાર આવી ચૂકી હતી. તેઓ કહી રહ્યા હતા કે છોકરીઓના હક નહીં છીનવીએ, પરંતુ બધું ખોટું હતું. અમારી યુનિવર્સિટી બંધ કરી દીધી. અમે પાર્કમાં નથી જઇ શકતાં. બજાર નથી જઇ શકતાં. અહીં અમારા માટે બધા દરવાજા બંધ છે.’

તાલિબાન સરકારના એક ફેંસલાથી ઇરમ જેવી હજારો છોકરીઓનો અભ્યાસ રોકાઇ ગયો છે. 21 ડિસેમ્બર 2022ના સરકારે છોકરીઓને યુનિવર્સિટી જવા પર પ્રતિબંધ લગાવી દીધો. હાયર એજ્યુકેશન મિનિસ્ટર નેદા મોહમ્મદ નદીમે બધી પ્રાઇવેટ અને સરકારી યુનિવર્સિટીઝને એક લેટર લખ્યો હતો. આગળના દિવસે એટલે કે 22 ડિસેમ્બરે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે છોકરીઓ ડ્રેસ કોડનું પાલન નહોતી કરતી. તેઓ એવાં વસ્ત્રો પહેરી રહી હતી, જેમ કે લગ્નમાં જઇ રહી હોય.

21 ડિસેમ્બરે સરકારનો આદેશ આવ્યા બાદ કાબુલ યુનિવર્સિટીમાં છોકરીઓની એન્ટ્રી પર મનાઇ લગાવી દીધી. ભણવા આવેલી છોકરીઓએ દરવાજેથી પાછા ફરવું પડ્યું.
21 ડિસેમ્બરે સરકારનો આદેશ આવ્યા બાદ કાબુલ યુનિવર્સિટીમાં છોકરીઓની એન્ટ્રી પર મનાઇ લગાવી દીધી. ભણવા આવેલી છોકરીઓએ દરવાજેથી પાછા ફરવું પડ્યું.

ઇરમની જેમ શાદલીન નૂરજઇનો અબ્યાસ છૂટી ગયો. શાદલીન કહે છે કે કુરાનમાં લખ્યું છે-ભણો, પરંતુ તાલિબાને અમને રોકી રાખ્યાં છે. તેઓ જાણે છે કે અમે ભણીશું તો તેમને પૂછીશું કે દેશમાં લડાઇઓ કેમ થાય છે? તાલિબાન ઇચ્છે છે કે છોકરીઓ માત્ર બાળકો પેદા કરે અને તેમનું લાલન-પાલન કરે.

વોટ્સએપ પર ભણાવવાનું શરૂ કર્યું. સલાહ આપી કે પ્રોફાઇલમાં ફોટો ન લગાઓ
છોકરીઓનો અભ્યાસ ન રોકાય, તેના માટે અફઘાનિસ્તાનમાં એક્ટિવિસ્ટ અને ટીચર નવી રીતો અપનાવી રહ્યા છે. કાબુલ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર હસીબુલ્લા તરીને છોકરીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. તેઓ વોટ્સએપ ક્લાસ દ્વારા ભણાવી રહ્યા છે.

તરીન બતાવે છે કે છોકરીઓની સુરક્ષા મોટો મુદ્દો છે. એટલા માટે અમે વોટ્સએપ પર દરેક છોકરીનું નામ અને સરનેમ બદલી નાખ્યાં છે. અમે તેમની ઓળખ છુપાવી રહ્યા છીએ. તેમની પ્રોફાઇલ પર ફોટો નહીં લગાવવા માટે કહી રહ્યા છીએ. છોકરીઓ પણ સુરક્ષિત રાખવાની દરેક રીતો અપનાવી રહી છે.

‘તાલિબાન વધુ કટ્ટર વિચારધારા સાથે પરત ફર્યા’
ઇરમ જેવી છોકરીઓને અફસોસ છે કે તેમણે આખી જિંદગી સતત અભ્યાસ કર્યો, પરંતુ તાલિબાન સરકાર તેનો ઉપયોગ નથી કરવા દેતી. ઇરમ કહે છે- મેં વિચાર્યું હતું કે ભણ્યા બાદ નોકરી કરીને પરિવારની મદદ કરીશ. હવે મારા માટે એ રસ્તો બંધ થઇ ગયો.

ઇરમનું કહેવું છેકે તાલિબાનનો ફેંસલો બતાવી રહ્યો છે કે તેઓ પહેલાં કરતાં વધુ કટ્ટર વિચારધારા સાથે પાછા ફર્યા છે. અમારા દેશમાં છોકરીઓને એકલી છોડી દેવામાં આવી છે.

ઓનલાઇન ક્લાસ જ ભણવાનો એક માત્ર રસ્તો
​​​​​​​શાદલીન નૂરજઇ કાનૂન અને રાજનીતિની સ્ટુડન્ટ છે. તે પ્રો. હસીબુલ્લા તરીનના ક્લાસ લઇ રહી છે. કાબુલની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં થર્ડ સેમેસ્ટરનો અભ્યાસ કરી રહેલી શાદલીન કહે છે-‘તાલિબાનના ફેંસલા બાદ અમારી જિંદગી અનિશ્ચિત છે. અભ્યાસ ચાલુ રાખવાનો એક માત્ર રસ્તો ઓનલાઇન ક્લાસ જ છે. પ્રો. હસીબુલ્લા તરીન પોલિટિકલ સાયન્સના એક્સપર્ટ છે. તેમના ક્લાસ મારા માટે ભણવા માટેનો સારો રસ્તો છે.’

કુરાનની એક આયાતમાં છે- ઇકરા એટલે ભણો, મારા જેવી છોકરીઓ માટે અને બધા માટે ભણતર જરૂરી છે. એવું કોઇ નથી જે કહે ભણવાની જરૂર નથી, પરંતુ તાલિબાન અમારું ભણતર રોકી રહ્યું છે. મારા ઘરમાં કોઇ ભણેલું-ગણેલું નથી, એથી પરિવારને લાગ્યું કે દીકરીને ભણાવવી જરૂરી છે. મને યુનિવર્સિટી સુધી પહોંચાડવામાં પરિવારે ખૂબ સંઘર્ષ કર્યો છે.

અફઘાનિસ્તાનની મહિલાઓ સામે બીજી પણ ઘણી મુશ્કેલીઓ છે. માત્ર અભ્યાસ આ સ્થિતિમાંથી નીકળવા માટે તેની મદદ કરી શકે છે. તાલિબાન નથી ઇચ્છતું કે અમે ભણીએ, કારણ કે જો ભણી-ગણી લઇશું તો સવાલ કરીશું. એટલા માટે તાલિબાને એ પુલને તોડી દીધો છે, જે અમને ભવિષ્ય સાથે જોડે છે.

અમેરિકા-યુરોપના દોસ્તો મદદ કરે છે, પરંતુ ઇન્ટરનેટ અને વીજળીની સમસ્યા
​​​​​​​ઓનલાઇન ક્લાસ શરૂ કરનાર પ્રો. હસીહુલ્લા તરીન કહે છે-'અફઘાનિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓ પાસે કરવા માટે કશું નથી. તેઓ ઘરમાં કેદ થઇને રહી ગઇ છે. અમે ઓનલાઇન ક્લાસ દ્વારા તેમને કશું કરવા અને શીખવાની તક આપવા માગીએ છીએ, જેથી ભવિષ્યમાં જ્યારે સંજોગો કંઇક બદતર હોય તો તેઓ તૈયાર રહે.

તાલિબાને છોકરીઓને યુનિવર્સિટી જવા પર મનાઇ ફરમાની તો મને ઊંડો આઘાત લાગ્યો. મેં વિચાર્યું કે કોઇ પણ રીતે છોકરીઓનો અભ્યાસ ચાલુ રહેવો જોઇએ. એટલા માટે મેં ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા. હું માનું છું કે એજ્યુકેશન સિસ્ટમ એક ચેન છે, જો તમે તેને કાપી નાખશો અને ફરી જોડવા માગશો તે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આની કિંમત એક આખી પેઢીએ ચૂકવવી પડશે. અમે ઇચ્છીએ છીએ કે અફઘાનિસ્તાનમાં એજ્યુકેશન સિસ્ટમ પૂરી રીતે બરબાદ ન થાય. અત્યારે અમારા બે ક્લાસ ચાલી રહ્યા છે.'

છોકરીઓનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ રોકવા માટે તાલિબાનના સુરક્ષાકર્મીઓએ દરવાજા પર બેરિકેડિંગ લગાવી દીધા.
છોકરીઓનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ રોકવા માટે તાલિબાનના સુરક્ષાકર્મીઓએ દરવાજા પર બેરિકેડિંગ લગાવી દીધા.

'હવેના થાડા દિવસોમાં અમે છોકરીઓ માટે હ્યુમન રાઇટ્સ પર ક્લાસ શરૂ કરવા જઇ રહ્યા છીએ. તે સિવાય ઇન્ટરનેટ ઓર્ગેનાઇઝેશન પર પણ ક્લાસ શરૂ થશે. યુરોપ અને અમેરિકામાં રહેતા અમારા કેટલાક મિત્રો અમારી મદદ કરી રહ્યા છે.

અહીં વીજળીની મુશ્કેલી છે, એટલે અમે છોકરીઓ માટે પાવર બેંકની વ્યવસ્થા કરવામાં લાગેલા છીએ. ઇન્ટરનેટની પણ સમસ્યા છે. સારી ઇન્ટરનેટ સ્પીડ માટે પૈસાની જરૂરત છે. અફઘાનિસ્તાનની બહાર રહેતા અમારા દોસ્તો ટેક્નિકલ સમસ્યા સુલઝાવામાં મદદ કરી રહ્યા છે. કેટલીક છોકરીઓ બહુ ગરીબ પરિવારોમાંથી આવે છે. તેમની પાસે ઇન્ટરનેટ નથી.

તાલિબાને ઓનલાઇન ક્લાસને લઇને કોઇ જાહેરાત કરી નથી. છતાં પણ અમે છોકરીઓની સુરક્ષાનો ખ્યાલ રાખી રહ્યા છીએ. અમે છોકરીઓને ઇન્ટરનેટ કાફે કે કોઇ જગાએ જવા માટે નથી કહી રહ્યાં. અમે ઇચ્છીએ છીએ કે તેઓ માત્ર તેમના ઘરે રહીને ઇન્ટરનેટ દ્વારા જોડાયેલી રહે.

યુનિવર્સિટી બંધ કરવા પર દુનિયાભરમાં વિરોધ
યુનિવર્સિટીમાં છોકરીઓની એન્ટ્રી બંધ કરવાના વિરોધમાં રાજધાની કાબુલમાં પ્રદર્શનો તઇ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, યુરોપીય દેશ સિવાય કતર અને સાઉદી અરબ જેવા મુસ્લિમ દેશોએ પણ તાલિબાનના ફેંસલાનો વિરોધ કર્યો છે.

તરીન બતાવે છે- તાલિબાનની અંદર પણ ફેંસલાના વિરોધમાં અવાજ ઊઠી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં કેટલાય પ્રકારે છોકરીઓનો અભ્યાસ રોકવાનો વિરોધ થઇ રહ્યો છે. તાલિબાનના મોટા નેતાઓ પણ આનું સમાધાન શોધવામાં લાગેલા છે. ગૃહમંત્રી અને રક્ષામંત્રીની લીડરશિપમાં આ ફેંસલાને રદ કરવાની અપીલ કરવા જઇ રહ્યા છે.

(સુરક્ષાને હિસાબે સ્ટોરીમાં બતાવેલ છોકરીઓનાં નામ બદલવામાં આવ્યાં છે)

અન્ય સમાચારો પણ છે...