• Gujarati News
  • International
  • The Taliban Are Not Handing Over The Body Of Former Vice President Saleh's Brother, Saying It Should Rot; He Was Brutally Murdered 2 Days Ago

તાલિબાનનું શાસન LIVE:તાલિબાન રાજમાં કાબુલ યુનિવર્સિટીની પહેલી ક્લાસ; યુવતીઓને બુરખામાં બોલાવવામાં આવી, શરિયા કાયદાના શપથ અપાવ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ હથિયારો સાથે રસ્તા પર ફરી રહ્યા છે. ફોટો હેરાત શહેરનો છે.
  • રશિયાએ પંજશીર સમર્થક તાજિકિસ્તાનને બખ્તરબંધ વાહન અને સેન્ય ઉપકરણો મોકલ્યા; તાજિકિસ્તાન તરફથી ઈમરાન ખાનના બહિષ્કારની માગ
  • રોહુલ્લાહ સાલેહની તાલિબાનોએ પંજશીર ખીણમાં હત્યા કરી હતી

તાલિબાન શરિયા કાયદાને લાગુ કરવાને લઈને કેટલું ઉત્સુક છે તેના દ્રશ્યો શનિવારે કાબુલ યુનિવર્સિટીમાં જોવા મળ્યા. તાલિબાનના નેતાઓએ અહીં શરિયા કાયદાને લઈને એક લેક્ચરનું આયોજન કર્યું છે. આ દરમિયાન યુનિવર્સિટીમાં ભણતા લગભગ 300 યુવતીઓ તેમાં સામેલ થઈ.

લેકચરમાં હાજર દરેક યુવતીના હાથમાં તાલિબાનનો ઝંડો હતો
લેકચરમાં હાજર દરેક યુવતીના હાથમાં તાલિબાનનો ઝંડો હતો

આ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે તમામ યુવતીઓનો ચહેરો બુરખાથી ઢંકાયેલો હતો. યુવતીઓને શરિયા કાયદાનું પાલન કરાવવા માટે શપથ અપાવવામાં આવ્યા. આ દરમિયાન દરેક લાઈનમાં તાલિબાનનો ઝંડો પણ લગાવેલો હતો. તાલિબાને પોતાના શાસનમાં મહિલાઓ માટે ખાસ કરીને આ ડ્રેસ કોડ જાહેર કર્યો છે. કોલેજ અને યુનિવર્સિટીમાં ક્લાસ દરમિયાન પણ યુવકો અને યુવતીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા રાખવાની જાહેરાત કરી હતી.

અનેક યુવતીઓના મોઢા સંપૂર્ણ ઢંકાયેલા હતા
અનેક યુવતીઓના મોઢા સંપૂર્ણ ઢંકાયેલા હતા

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સૌથી વધુ પરેશાની મહિલાઓ અને બાળકોને થઈ રહી છે. ખાસ કરીને કામ અને અભ્યાસ કરનારી મહિલાઓ પોતાના હકને લઈને બંદૂકની નોક પર ઊભી છે. થોડાં દિવસ પહેલાં મહિલાઓએ સતત પ્રદર્શનો પણ કર્યા હતા. આ વિરોધને પગલે તાલિબાનીઓએ ફાયરિંગ કર્યું હતું તેમજ ચાબુકના ફટકા પણ લગાવ્યા હતા. અનેક મહિલાઓને બંદૂકના બટ પણ મોઢા પર મારવામાં આવ્યા હતા.

લેક્ચર આપી રહેલી મહિલા પણ માથાથી લઈને પગ સુધી બુરખાથી ઢંકાયેલી હતી તેની પાસે એક તાલિબાની ઊભો હતો.
લેક્ચર આપી રહેલી મહિલા પણ માથાથી લઈને પગ સુધી બુરખાથી ઢંકાયેલી હતી તેની પાસે એક તાલિબાની ઊભો હતો.
થોડાં દિવસ પહેલાં એક કોલેજની ક્લાસની તસવીર જાહેર થઈ હતી. જેમાં યુવતીઓ અને યુવકો વચ્ચે પડદો મુકાયો હતો. તાલિબાને આ વ્યવસ્થા અસ્થાઈ રીતે કરી હતી. તેમનું ફરમાન છે કે મહિલા-પુરૂષ સાથે બેસીને ભણી ન શકે.
થોડાં દિવસ પહેલાં એક કોલેજની ક્લાસની તસવીર જાહેર થઈ હતી. જેમાં યુવતીઓ અને યુવકો વચ્ચે પડદો મુકાયો હતો. તાલિબાને આ વ્યવસ્થા અસ્થાઈ રીતે કરી હતી. તેમનું ફરમાન છે કે મહિલા-પુરૂષ સાથે બેસીને ભણી ન શકે.

પાકિસ્તાન અને ચીનને તાલિબાનનો ડર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ વચ્ચે પાકિસ્તાન અને ચીનને પોતાને ત્યાં રહેલા વિદ્રોહી સંગઠનો તરફથી જોખમનો અહેસાસ થવા લાગ્યો છે. બન્ને દેશોએ તાલિબાનને આ સંગઠનોને આશરો નહીં આપવા અપીલ કરી છે. આ સંગઠનોમાં પાકિસ્તાન સ્થિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP),બલોચ લિબરેશન આર્મી (BLA) તથા ચીનમાં ઉઈગર તથા પૂર્વી તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (ETIM)નો સમાવેશ થાય છે.

પાકિસ્તાન સરકારની પહેલના આધારે પાકિસ્તાન, ચીન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ 8 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ મીટિંગ મારફતે અફઘાનિસ્તાનના પડોશી દેશો વચ્ચે અફઘાનિસ્તાનને લગતા મુદ્દે બેઠક યોજી હતી. જ્યાં TTP અને BLAને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સ્વરૂપમાં પ્રતિબંધિત કરાયા છે, જ્યારે ETIM ચીન માટે જોખમી છે.

ISIS તથા અલ કાયદાનો પણ સમાવેશ
આ આતંકવાદી સંગઠનો ઉપરાંત, જોન્ડોલ્લાહ કે જેણે ઈરાનમાં ધમકી આપનાર એક આતંકવાદી સંગઠન છે, તેણે એક સત્તાવાર નિવેદનમાં પ્રતિબંધ મુકાયો છે. સંયુક્ત નિવેદનમાં ISIS, અલ કાયદા, ETIM, TTP, જોન્ડોલ્લાહ અને એવા કેટલાક આતંકવાદી સંગઠનોને અફઘાનિસ્તાનના ક્ષેત્રમાં વિસ્તરણ કરવા મંજૂરી આપવી જોઈએ નહીં.

રશિયાએ તાજિકિસ્તાનને 12 બખ્તરબંધ વાહન અને સેન્ય ઉપકરણો મોકલ્યા
રશિયાએ પંજશીરના સહયોગી તાજિકિસ્તાનને 12 બખ્તરબંધ વાહન અને સેન્ય ઉપકરણો મોકલ્યા છે. રક્ષા મંત્રાલય તરફથી નિવેદન આપતા મેજર જનરલ યેવનેગી સિંડાઈકિને કહ્યું કે તાજિકિસ્તાનની દક્ષિણી સરહદ પાસે વધતી અસ્થિરતાને જોતા અમે પોતાના રાજ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરી રહ્યા છે.

તાલિબાન સાથેની લડાઈમાં પંજશીરના લડાકુઓને તાજિકિસ્તાન સમર્થન કરતું આવ્યું છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અને નોર્ધન અલાયંસના પ્રમુખ અહમદ મસૂદના તાજિકિસ્તાનમાં શરણ લેવાની ખબરો હતી.

તાજિકિસ્તાને પાકિસ્તાની પ્રધાનમંત્રીના બહિષ્કારની માગ કરી
અફઘાનિસ્તાનમાં તાજિકિસ્તાનના લોકોએ પાકિસ્તાન સામે મોરચો શરૂ કર્યો છે, જે પંજશીરની સેના સામે તાલિબાનને ટેકો આપે છે. તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ના આગામી શિખર સંમેલન દરમિયાન પ્રદર્શનકારીઓ ઇમરાન ખાનના બહિષ્કારની માગ કરી રહ્યા છે.

તાલિબાનનું પંજશીર છોડી સમગ્ર અફઘાનિસ્તાનમાં કબ્જો હતો, તેને લઈને તાલિબાને પોતાના સરકારની ઘોષણાને પણ બે વાર ટાળી દીધી હતી. બાદમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના વડા ફૈઝ હામિદ કાબુલ પહોંચ્યા હતા. બીજા દિવસે તાલિબાને પંજશીર પર હુમલો કર્યો. પંજશીર લડવૈયાઓએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની વાયુસેનાના વિમાને તેના પર હુમલો કર્યો હતો. તેના બે ટોચના નેતાઓ માર્યા ગયા હતા. આ હુમલા સામે રાજધાની કાબુલ સહિત તાજિકિસ્તાનમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા.

તાલિબાને 9/11 હુમલાની વર્ષગાંઠ પર સરકારની ઉજવણીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો; રશિયાએ તેમાં જોડાવાનો ઇનકાર કર્યો
આજે આતંકવાદી સંગઠન અલ કાયદાના અમેરિકા પર હુમલા (9/11)ની 20મી વર્ષગાંઠ છે. અગાઉ એવા સમાચાર હતા કે તાલિબાન આજે તેમની સરકારની સ્થાપનાની ઉજવણી માટે કાર્યક્રમ રાખશે, પરંતુ હવે મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને તેને મુલતવી રાખ્યું છે. અગાઉ, રશિયાએ કહ્યું હતું કે જો તાલિબાન 9/11 ની વર્ષગાંઠ પર કોઈ કાર્યક્રમનું આયોજન કરશે તો તે સામેલ નહીં થાય.

અમેરિકાએ અફઘાનિસ્તાનની ફ્લાઇટ બંધ કરી
અમેરિકા પહોંચેલા કેટલાક શરણાર્થીઓમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ અત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનથી આવનારી ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. સેંટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાએ કહ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં અમેરિકનો સહિત 250 લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમને કતારની ફ્લાઇટ્સ દ્વારા દોહા લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી ઘણા લોકો અમેરિકા પહોંચ્યા હતા.

દિલ્હીમાં 'તાલિબાન મુર્દાબાદ અને પાકિસ્તાન આતંકી દેશ'ના સૂત્રોચ્ચાર
તાલિબાનનું શાસન અને તેની ક્રૂરતા સામે કાબુલ જ નહીં, પરંતુ દુનિયાભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રહેતા અફઘાનોએ પણ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પામ સામેલ હતાં. તેઓ અહમદ મસૂદને સમર્થન આપતા જોવા મળ્યા હતા, જે પંજશીરમાં તાલિબાન સામે લડ્યો હતો અને તાલિબાન-પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને પ્રદર્શન કર્યું હતું, જેના પર તાલિબાન મુર્દાબાદ, અફઘાનિસ્તાન તાલિબાનોનું સ્થાન નથી, અમારે આઝાદી જોઈએ છે, અફઘાનિસ્તાન ઘાયલ છે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેના પર પ્રતિબંધો લાદવા જોઈએ, જેવાં સૂત્રો લખ્યાં હતાં.

દિલ્હીમાં એક પ્રદર્શનમાં એક અફઘાની બાળક તાલિબાન મુર્દાબાદના નારા લગાવતો જોવા મળ્યો હતો.
દિલ્હીમાં એક પ્રદર્શનમાં એક અફઘાની બાળક તાલિબાન મુર્દાબાદના નારા લગાવતો જોવા મળ્યો હતો.
દિલ્હીમાં રહેતા અફઘાનોએ પણ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ હતાં.
દિલ્હીમાં રહેતા અફઘાનોએ પણ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ હતાં.
બે બાળક અફઘાનિસ્તાનનો ધ્વજ લઈને વિરોધ કરી રહ્યા હતા.
બે બાળક અફઘાનિસ્તાનનો ધ્વજ લઈને વિરોધ કરી રહ્યા હતા.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ચીફ ફૈઝ હામીદના ફોટા સાથે અફઘાની મહિલાઓ વિરોધ કરી રહી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે, આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. પાકિસ્તાને અફઘાનોની હત્યા બંધ કરવી જોઈએ.

પાકિસ્તાન વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર લઈને વિરોધ કરી રહેલા અફઘાની યુવા.
પાકિસ્તાન વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર લઈને વિરોધ કરી રહેલા અફઘાની યુવા.

તાલિબાનોએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહના ભાઈનો મૃતદેહ નથી સોંપ્યો
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા બાદ તાલિબાનો હવે તેનો મૃતદેહ સોંપતા નથી. રોહુલ્લાહના ભત્રીજા ઇબાદુલ્લાહ સાલેહે આ વાત જણાવી હતી. ગુરુવારે તેના કાકાની તાલિબાનોએ હત્યા કરી હતી અને જ્યારે તેનો મૃતદેહ માગવામાં આવ્યો ત્યારે તેમણે તેને આપવાનો ઇનકાર કર્યો હતો. તાલિબાને કહ્યું હતું કે અમે તેને દફનાવવા નહીં દઈએ, તેનું શરીર સડી જવું જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહુલ્લાહ સાલેહની તાલિબાનોએ પંજશીર ખીણમાં હત્યા કરી હતી. તાલિબાને પહેલા સાલેહને ચાબુક અને ઇલેક્ટ્રિક વાયરથી માર્યો હતી, પછી તેનું ગળું કાપ્યું. બાદમાં તડપી રહેલા સાલેહ પર ગોળીઓનો વરસાદ થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહુલ્લાહ સાલેહ પંજશીરથી કાબુલ જવાની ફિરાકમાં હતો. તાલિબાનને આ વિશે ખબર પડી અને તેણે સાલેહને ઘેરી લીધો, તેને બંદી બનાવી લીધો અને પછી તેની નિર્દયતાથી હત્યા કરી. તેની હત્યાના સમાચાર શુક્રવારે સાંજે પ્રકાશમાં આવ્યા હતા.

તાલિબાને પંજશીરના બે મોટા નેતાની પણ હત્યા કરી છે
તાલિબાનોએ થોડા દિવસો પહેલાં પંજશીર પર જીતનો દાવો કર્યો હતો. તેણે પાકિસ્તાની એરફોર્સની મદદથી પંજશીરના બે મોટા નેતાની હત્યા કરી હતી. નોર્ધર્ન અલાયન્સના તાલિબાન કમાન્ડરો અને બળવાખોરોના પ્રવક્તા ફહીમ દશ્તી અને જનરલ અહમદ શાહ મસૂદના ભત્રીજા જનરલ વદુદ, જેમને પંજશીરના શેર કહેવાતા હતા, તેની હત્યા કરવામાં આવી હતી.

બ્રિટનની ચેતવણી - તાલિબાન શાસનમાં 9/11 જેવા હુમલા ફરી થઈ શકે છે
બ્રિટનની ગુપ્તચર સંસ્થાના વડાએ ચેતવણી આપી છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા બાદ વિશ્વમાં 9/11 આતંકી હુમલાનું જોખમ વધી જશે. MI5ના ડાયરેક્ટર જનરલ કેન મેક્કલમે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તાલિબાન આવ્યા પછી બ્રિટનને સૌથી મોટો ખતરો થઈ શકે છે, કારણ કે હવે અફઘાનિસ્તાનમાંથી નાટો દળો પણ ચાલ્યા ગયાં છે.

તાલિબાનને ચીન-પાકિસ્તાન સહિત 6 દેશોએ સમાવેશી સરકાર બનાવવાનું કહ્યું
અફઘાનિસ્તાનના 6 પડોશી દેશો- ચીન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કર્યું છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો, 'આ દેશોએ તાલિબાન નેતાઓને એક સર્વસમાવેશક સરકાર બનાવવા અને ISIS, અલકાયદા જેવાં આતંકવાદી સંગઠનોને પગ જમાવવા નહીં દેવાની અપીલ કરી છે.

તાલિબાનની ક્રૂરતાના શિકાર, 4 લોકોનાં મોત
અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન અટકતું નથી. લોકો પરના અત્યાચારને લઈને પણ તાલિબાનની હેવાનિયત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે શાંતિથી પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાનો હિંસા કરી રહ્યા છે. તેઓ વિરોધ કરતા લોકોને હથિયારો અને ચાબુક વડે ઢોરમાર મારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ મુજબ તાલિબાનની ક્રૂરતાના શિકારથી 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...