તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભય, ઉચાટ, ગભરાટ:કાબુલમાં અમેરિકી વિદ્યાર્થિનીઓ ભયથી ફફડી રહી છે, ગમે ત્યારે તાલિબાન આવી જશે તો? આતંકીઓએ યુવતીઓને કહ્યું, અમે તમારો રેપ કરીને મારી નાખીશું

21 દિવસ પહેલા
  • ઘણી વિદ્યાર્થિનીઓ તાલિબાનોથી બચવા માટે ઘરમાં છુપાઈ ગઈ

અમેરિકન આર્મી હવે સંપૂર્ણપણે અફઘાનિસ્તાન છોડીને જતી રહી છે અને હવે કાબુલ એરપોર્ટ સહિત સંપૂર્ણ રાજધાની પર તાલિબાને કબજો કરી લીધો છે. છેલ્લાં 20 વર્ષમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની શિક્ષણ વ્યવસ્થા દ્વારા એક નવી પેઢી તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉદ્દેશથી જ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમેરિકી યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી, જેમાં વેસ્ટર્ન સ્ટડીઝ કરાવાતી હતી.

તાલિબાનોએ વિદ્યાર્થિનીઓને રેપ કરી મારી નાખવાની ધમકી આપી
અફઘાનિસ્તાનમાં આ યુનિવર્સિટીમાં ભણવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા હતા, પરંતુ હવે ત્યાંથી ભણેલા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે. BBCની એક પત્રકારે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તાલિબાને અમેરિકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીઓને રેપ કરવાની સાથે જાન આપી મારી નાખવાની ધમકી આપી છે.

BBCની પત્રકારે જણાવ્યું હતું કે 'કાબુલમાં અમેરિકન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કહે છે કે તાલિબાન પાસે તેમનાં નામ અને ઘરના સરનામાં પણ છે. એક વિદ્યાર્થિનીને આ સંદેશ મળ્યો છે, જેમાં લખ્યું છે કે- તમે અમેરિકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતાં અને સરકાર માટે કામ કરતાં હતાં. થોડી રાહ જુઓ, અમે બદલો લઇશું.' અન્ય એક સંદેશમાં આ યુવતીને કહેવામાં આવ્યું છે કે અમે તારો રેપ કરીને પછી તને મારી નાખીશું.

ઘણી વિદ્યાર્થિનીઓ ઘરમાં છુપાઈ ગઈ, સતત તાલિબાનોનો ડર
ભાસ્કરે કાબુલ અને અફઘાનિસ્તાનના બીજા ભાગમાં રહેતા વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી. એ દરમિયાન વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તેઓ ઘરમાં છુપાઈ ગઈ છે અને તાલિબાનોથી ભયભીત છે. અમેરિકી યુનિવર્સિટીની જ એક છાત્રાએ ભાસ્કરને કહ્યું હતું કે મને પોતાને પણ અત્યારે જાણ નથી કે હું અત્યારે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છું. મારી સગાઈ પણ ઓગસ્ટમાં જ થઈ હતી, હું મારા મંગેતર સાથે પણ વાતચીત નથી કરતી. શું કહું, શું સમજાવું? હું પાંગળી થઈ ગઈ છું. મને ડર છે કે જો હું અત્યારની પરિસ્થિતિને સમજાવાનો પ્રયત્ન કરીશ તો પાગલ થઈ જઈશ.

જો તાલિબાનોઓ મને જોશે તો મારું અપહરણ કરશે
કાબુલના જ અન્ય એક વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે હું બારીની બહાર પણ જોતી નથી, જો તાલિબાનોઓ મને જોશે તો મારું અપહરણ કરી લેશે. તેઓ સાક્ષર યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે.

અમેરિકી દળ કાબુલથી પરત ફર્યા બાદ યુવતીઓની સુરક્ષા જોખમાઈ છે. હજારો અફઘાન યુવતીઓએ પશ્ચિમિ દેશની શરણ માગી હતી, પરંતુ પ્રત્યેક યુવતીને ત્યાં લઈ જઈ શકાતી નથી. અત્યારે આ તમામ યુવતીઓ ક્યાંક છુપાયેલી છે અને તદ્દન ગભરાયેલી છે. આવી જ એક ભયભીત યુવતીએ ભાસ્કરને કહ્યું હતું, આગળ મારી સાથે શું થશે એની મને જાણ નથી. હવે અમારી પાસે મદદની આશાઓ રાખ્યા સિવાય અન્ય કોઇ માર્ગ બાકી રહ્યો નથી.

તાલિબાને શરિયતને આધારે મહિલાઓને અધિકાર આપવા માગ કરી
તાલિબાને કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રખાશે અને કોઇને પણ નિશાન નહીં બનાવાય. તાલિબાને એમ પણ કહ્યું હતું કે મહિલાઓને શરિયતમાં પ્રાપ્ત તમામ અધિકારો અપાશે. તાલિબાનના સમર્થકોએ કેટલીક શાળાઓની તસવીર પણ વાઇરલ કરી હતી, જેમાં વિદ્યાર્થિનીઓ શાળાએ જતી હતી અને મહિલાઓ માર્કેટમાં ફરતી નજરે પડી હતી. જોકે આ તસવીર કયા સમયની છે, એ વાતની પુષ્ટિ થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...