• Gujarati News
  • International
  • The Study Of 100 Million Words In 30 Years, The End Of English Grammar On Social Media, The Currency Of Progressive Spelling

લેન્કેસ્ટર યુનિવર્સિટી:30 વર્ષમાં 10 કરોડ શબ્દોનો અભ્યાસ, સો.મીડિયા પર અંગ્રેજી ગ્રામર અંતની અણીએ, પ્રોગ્રેસિવ સ્પેલિંગનું ચલણ

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન પ્લેટફોર્મ પર શબ્દમર્યાદાને કારણે નવા વ્યાકરણનો દોર
  • ટેક્નોલોજી સંબંધિત વીલૉગ, ફિટબિટ અને બિટકોઈન જેવા શબ્દો લોકપ્રિય થયા

સોશિયલ મીડિયા પર મેસેજિંગથી સંવાદમાં અનેક ગણો વધારો થયો છે. પણ ગત 30 વર્ષ દરમિયાન અંગ્રેજી ગ્રામ સોશિયલ મીડિયા ખતમ થઇ રહ્યું છે. ટ્વિટર જેવા ઓનલાઇન પ્લેટફોર્મ જ્યાં શબ્દ મર્યાદા હોય છે, અંગ્રેજી ગ્રામની એપોસ્ટ્રોપી એસ(‘s) લગભગ સમાપ્ત થઈ રહ્યું છે.

યૂઝર હવે અંગ્રેજીની સ્થાપિત વર્જનનો ઉપયોગ નથી કરતા. અંગ્રેજીમાં બહુવચન માટે વપરાતા અેપોસ્ટ્રોપી એસની જગ્યાએ લોકો એસને જોડી લખવા લાગ્યા છે. બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સિટીની તાજેતરની એક રિસર્ચમાં આ તથ્યો સામે આવ્યા છે. રિસર્ચનું નેતૃત્વ કરનારા ડૉ. વેલકવે બ્રિજનિયાનું કહેવું છે કે અમે ગત 3 દાયકા દરમિયાન ટેક્નોલોજીમાં જોરદાર પરિવર્તન નોંધ્યું છે.

ટેક્નોલોજીએ આપણા સંવાદની રીતને બદલી નાખી છે. લેખિત ભાષા હવે વધુ ક્રિયાશીલ બની ગઇ છે. તમે જે કંઇ લખ્યું હોય તે બધુ અમુક જ ક્ષણોમાં દુનિયાભરમાં વાંચી લેવાય છે. સોશિયલ મીડિયા પર અંગ્રેજી વર્ણમાલાનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

અંગ્રેજીના સ્થાપિત ગ્રામરની જગ્યાએ નવી રીતોથી શબ્દો લખવાના ચલણને પ્રોગ્રેસિવ સ્પેલિંગ કહેવાય છે. આ ચલણનો અંગ્રેજી ભાષાવિદોએ વિરોધ કર્યો છે. તે કહે છે કે આ અંગ્રેજી માટે સારું નથી.

ટેક્નોલોજી સંબંધિત વીલૉગ, ફિટબિટ અને બિટકોઈન જેવા શબ્દો લોકપ્રિય થયા
રિસર્ચ અનુસાર ટેક્નોલોજી સાથે સંકળાયેલા વીલૉટ, ફિટબિટ અને બિટકોઇન જેવા શબ્દો ઈન્ટરનેટ પર લોકપ્રિય થયા. ઈન્ટરનેટથી પહેલા આ શબ્દો ચલણમાં નહોતા. બહુવચન માટે વપરાતું એપોસ્ટ્રોપી એસનો ઉપયોગ હવે સોશિયલ મીડિયા પર માત્ર 8 ટકા લોકો જ કરે છે. whom(હૂમ) શબ્દનો ઉપયોગ 52 ટકા અને shall(શેલ) નો 60 ટકા ઘટી ગયો છે. Mr. અને Mrs. શબ્દનો ઉપયોગ પણ ઘટ્યો છે. ફર્સ્ટ નેમથી સંબોધીત કરાય છે. amazing(અમેઝિંગ) પ્રત્યેક 10 લાખ શબ્દોએ 600 ટકા વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...