• Gujarati News
  • International
  • The Story Of The Struggle Of The ITBP Commandant | When Confronted By The Taliban, The Guns Fired, Reaching The Plane On The Fifth Attempt

ભારતીય જવાનોએ કર્યો તાલિબાનનો સામનો:56 કલાક ન ખાધું, ન સૂતા; તાલિબાનનો સામનો થયો તો બંદૂકો તાણી, પાંચમા પ્રયાસે વિમાન સુધી પહોંચ્યા

3 મહિનો પહેલાલેખક: રવિકાંત ગૌતમ (ITBP કમાન્ડન્ટ)
ભારતીયોને લાવનારા આઇટીબીપીના કમાન્ડન્ટ રવિકાંત ગૌતમે સંઘર્ષની દાસ્તાન વર્ણવી.

અફઘાનિસ્તાનથી 150 ભારતીયોને લાવનારા આઇટીબીપીના કમાન્ડન્ટ રવિકાંત ગૌતમે સંઘર્ષની દાસ્તાન વર્ણવી... શું-શું થયું, કેવી રીતે તાલિબાન સાથે ઝપાઝપી થઈ, શ્વાસ અટક્યા...તેમના શબ્દોમાં વાંચો:

ભારતીય દૂતાવાસમાં 15 ઓગસ્ટની સવારે 9 વાગ્યે સ્વતંત્રતા દિવસ મનાવાયો જ હતો એટલામાં વિસ્ફોટના અવાજ સંભળાવા લાગ્યા. તાલિબાનો અમારાથી માત્ર 50 મી. દૂર હતા. અમને ખબર હતી કે તેઓ કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. અમારાં 2 વિમાન કાબુલ એરબેઝ પર હતાં. અમે 46 લોકોની પ્રથમ ટુકડી દૂતાવાસથી એરપોર્ટ સુરક્ષિત રીતે પહોંચાડી દીધી, પણ બીજી ટુકડી માટે અમારે ભારતીયોને શહેરનાં જુદાં-જુદાં સ્થળોએથી લિફ્ટ કરવા પડ્યા. બીજી ટુકડીમાં હું, રાજદૂત, 99 કમાન્ડો, 3 મહિલા અને દૂતાવાસનો સ્ટાફ સામેલ હતા. અમે 15 ઓગસ્ટની સાંજે જ એરપોર્ટ જવા નીકળ્યા, પણ ન પહોંચી શક્યા.

એક ચેક પોઇન્ટ પર તો હથિયારબંધ જૂથ સાથે ઝપાઝપી થઇ ગઇ. તેમણે હવામાં ફાયરિંગ કર્યું, રોકેટ લૉન્ચર કાઢ્યાં. અમે પણ હથિયારો તાણ્યાં. લાગ્યું કે આજે તો શહીદ થઇશું કે એરબેઝ પર પહોંચીશું પણ થોડી વાર પછી સ્થિતિ બદલાઇ. અમે પણ વલણ બદલ્યું. અમારે લડાઇ નહોતી લડવાની, આપણા લોકોને હેમખેમ લાવવાના હતા. લડાઇ થઇ હોત તો જાનહાનિ થઇ હોત. પછી અમે દૂતાવાસ ખાતે પાછા આવી ગયા. 16 ઓગસ્ટની સાંજ સુધીમાં 4 વખત નીકળવાનો પ્રયાસ કર્યો પણ દરેક જગ્યાએ હથિયારધારી તાલિબાનો હતો. દૂતાવાસથી એરપોર્ટ 15 કિ.મી. દૂર છે. છેવટે નક્કી કરી લીધું કે જે થશે એ જોયું જશે.

રાત્રે 10.30 વાગ્યે ફરી એરબેઝ માટે રવાના થયા. હથિયારધારીઓને થાપ આપતાં મોડી રાત્રે 3.30 વાગ્યે એરબેઝ પર પહોંચ્યા ત્યારે રાહતનો શ્વાસ લીધો. આપણા સી-17 વિમાને સવારે 5.30 વાગ્યે ઉડાન ભરી અને સવારે 11.15 વાગ્યે ગુજરાતમાં લેન્ડિંગ કર્યું. ત્યાં અમારું જોરદાર સ્વાગત થયું. એ પછી અમને હિન્દન એરબેઝ લઇ જવાયા. 56 કલાકના આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ સૂતું નહોતું કે કોઈએ કંઈ ખાધું પણ નહોતું.

અન્ય સમાચારો પણ છે...