તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Stepfather Became The Husband And Repeatedly Raped The Daughter, The Daughter Was Shot And Killed; The Court Commuted The Sentence

કળિયુગનો રાક્ષસી પિતા ઠાર:સાવકા પિતાએ પુત્રી સાથે લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચર્યું, પીડિતાએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો; કોર્ટે સજા માફ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • પીડિતાનો પતિ બળજબરીપૂર્વક તેને દેહવેપાર કરવા મોકલતો, તેની 14 વર્ષની પુત્રીને પણ આવું કરવા ફરજ પાડતો

ફ્રાન્સમાં એક મહિલાએ પોતાના બળાત્કારી પતિની હત્યા કરી હોવાના કેસની સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે મહિલાની સજા માફ કરી દીધી છે. મહિલાએ 2016માં પોતાના સાવકા પિતામાંથી પતિ બનેલા ડેનિયલ પોલેટની ગોળી મારીને હત્યા કરી હતી. પીડિત મહિલાએ સુનાવણી દરમિયાન નિશ્ચિત સજાના સમયગાળાથી પણ વધુ સમય જેલમાં પસાર કર્યો હતો. આ વાતની જાણ થતાં મહિલા અધિકારો માટે કાર્યરત મહિલાઓના સમૂહે તેને જેલમાંથી મુક્ત કરવા માટે આંદોલન શરૂ કરી દીધું હતું.

પતિની હત્યા કરવાના આરોપમાં મહિલાની ધરપકડ કરાઈ હતી. (ફાઇલ ફોટો)
પતિની હત્યા કરવાના આરોપમાં મહિલાની ધરપકડ કરાઈ હતી. (ફાઇલ ફોટો)

કોર્ટે મહિલાને 4 વર્ષની સજા ફટકારી હતી
2016માં પોતાના પતિની હત્યા કરવાના આરોપમાં મિશેલને ( મહિલાનું નામ બદલ્યું છે) 4 વર્ષની સજા ફટકારી હતી. પૂર્વી ફ્રાન્સના સાઓન-એટ-લૉયરમાં કોર્ટે મહિલાની સજા માફ કરી દીધી હતી. આ સુનાવણીને કોર્ટરૂમમાં હાજર સભ્યોએ તાલીઓથી વધાવી હતી. સજા માફ કરવામાં આવતાં મહિલાના કેટલાક મિત્રો અને પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા હતા.

આ કેસની સુનાવણી કરતાં જજે કહ્યું હતું કે કોર્ટે 'સજા' ફટકારી હતી, જેને મહિલાએ વર્ષો સુધી ભોગવી. ફરિયાદીએ કોર્ટને કહ્યું હતું કે 40 વર્ષીય મહિલાને સજામુક્ત કરી દેવી જોઇએ, કારણ કે તેણે સ્પષ્ટરૂપે પોતાના પતિ દ્વારા ઘણા અત્યાચાર અને દુઃખ સહન કર્યાં છે.

શું છે સમગ્ર કેસનો ઘટનાક્રમ?
પીડિતા જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેની માતાના પ્રેમીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ પણ આચર્યું હતું. આ ઘટના બાદ દુષ્કર્મ આચરનાર શખસને કેદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સજા પૂરી થતાં તેને જેલમાંથી છોડી મુકાયો હતો, પરંતુ સમય જતાં તે પાછો મિશેલની માતાને મળવાના બહાને ઘરે આવતો અને અવારનવાર તેને શારીરિક અડપલાં કરતો રહેતો હતો.

દુષ્કર્મ પીડિત મહિલા 17 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હતી. તેની માતાએ પણ મિશેલ (મહિલાનું નામ બદલ્યું છે)ને ઘરની બહાર કાઢી મૂકી હતી. ઘરની બહાર કાઢી મૂકવાને પરિણામે મહિલા પાસે પૈસા કમાવવાનું કોઈ સાધન ન હતું, તેથી તેને દેહ વેપાર કરવા માટે લાચાર કરી દીધી હતી.

પતિએ પીડિતાને દેહવેપાર કરવા માટે લાચાર કરી દીધી. (ફાઇલ ફોટો)
પતિએ પીડિતાને દેહવેપાર કરવા માટે લાચાર કરી દીધી. (ફાઇલ ફોટો)

પીડિતાનો મર્ડર અંગે ઘટસ્ફોટ
પીડિતાએ કોર્ટમાં કહ્યું હતું કે હું તે દુષ્કર્મ આચરનારી વ્યક્તિ સાથે ફસાઈ ગઈ હતી. આ વ્યક્તિ દિવસે ને દિવસે મને શારીરિક ઈજા પહોંચાડતો હતો, હું ઘરેલુ હિંસાનો પણ ભોગ બની છું. એક સમય તો એવો આવ્યો હતો જ્યારે મારા પતિએ મને હથોડા વડે મારી હતી. મારું જીવન નરકથી પણ ખરાબ બની ગયું હતું.

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારો પતિ મને બળજબરીપૂર્વક દેહવેપાર કરવા માટે મોકલતો હતો. મને ટ્રક-ડ્રાઇવર સાથે શારીરિક સંબંધો બાંધવા પડતા હતા, હું ટ્રકના પાછળના કેબિનમાં સંબંધો બાંધતી હતી. આટલું જ નહીં, પરંતુ હું ડ્રાઇવરોને આકર્ષિત કરી શકું એ માટે એવા કપડાં પણ મારે બળજબરીપૂર્વક પહેરવા પડતા હતા. તે મને કાનમાં પહેરેલા ઇઅરપીસ દ્વારા સૂચનો પણ આપતો હતો. જો મિશેલ (મહિલાનું નામ બદલ્યું છે) દેહવેપાર કરવાની ના પાડતી તો તેનો પતિ ગનપોઇન્ટ પર રાખીને મોતને ઘાટ ઉતારવાની ધાક-ધમકી પણ આપતો હતો.

પતિ 14 વર્ષીય પુત્રીને પણ દેહવેપાર કરવાની ટકોર કરવા લાગ્યો હતો. (ફાઇલ ફોટો)
પતિ 14 વર્ષીય પુત્રીને પણ દેહવેપાર કરવાની ટકોર કરવા લાગ્યો હતો. (ફાઇલ ફોટો)

પુત્રીને પણ દેહવેપાર કરવા ટકોર કરતો હતો
પીડિત મહિલાના જણાવ્યા પ્રમાણે, તેનો પતિ હવે તેની 14 વર્ષીય પુત્રીને પણ દેહવેપાર કરવાની ટકોર કરવા લાગ્યો હતો, તેથી મિશેલે પોતાની પુત્રીને નરક જેવી જિંદગીથી બચાવવા અર્થે પતિને પિસ્તોલ વડે મોતને ઘાટ ઉતાર્યો અને પછી શબને જંગલમાં દાટી દીધું હતું. મિશેલે કોર્ટેમાં એટલું જ કહ્યું કે મેં તો બસ મારી પુત્રીને મારા જેવું જીવન ના જીવવું પડે એટલે પતિની હત્યા કરી છે.

મહિલાએ સમગ્ર વ્યથાને બુક દ્વારા લોકો સુધી પહોંચાડી
ગત મહિને પોતાના અનુભવોને લોકો સુધી પહોંચાડવા માટે મિશેલે એક બુક પણ પબ્લિશ કરી હતી. આ કિસ્સો ફ્રાન્સમાં નારીવાદી વિષય બની ગયો હતો, જેના પરિણામે ઘણી મહિલાએ શારીરિક શોષણ અંગે મૌન તોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...