• Gujarati News
  • International
  • The Statue Of Maharaja Ranjit Singh Was Demolished For The Third Time In Pakistan, The Accused Also Chanted Slogans.

વધુ એક નાપાક હરકત:પાકિસ્તાનમાં ત્રીજી વખત તોડવામાં આવી મહારાજા રણજીત સિંહની મૂર્તિ, ત્રીજી વખત આ ઘટના બની

3 મહિનો પહેલા
(પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવામાં આવી)

લાહોરમાં ફરી એક વખત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને તોડી નાંખવામાં આવી છે. આ સાથે આ હુમલો તહેરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP)ના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ હુમલો કરનારની ઓળખ થઈ શકી નથી. મૂર્તિના પગ અને અન્ય હિસ્સાને તોડી નાંખવામાં આવ્યા છે. મૂર્તિને વધારે નુકસાન પહોંચાડવામાં આવે તે અગાઉ સ્થાનિક લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો.

લાહોર કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની મૂર્તિને વર્ષ 2019માં લગાવવામાં આવી હતી. કાંસાની બનેલી આ 9 ફૂટની મૂર્તિમાં રણજીત સિંહ ઘોડા પર બેઠેલા છે અને તેમના હાથમાં તલવાર છે. તેઓ શીખોના પોશાકમાં બેઠેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ એક વ્યક્તિએ મૂર્તિ પર હુમલો કર્યો હતો. તેણે મૂર્તિનો હાથ તોડી નાંખ્યો હતો અને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અગાઉ પણ એક ભીડે મૂર્તને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

આરોપ છે કે આ હુમલો દેશમાં પ્રતિબંધિત તહેરીક-એ-લબ્બેક કટ્ટર ઈસ્લામિક સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે આરોપી કાર્યકર્તાની ધરપકડ કરી લેવામાં આવી છે.