તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Standard 12 Pass Youth Made A Turbine Out Of Useless Things; Ujas Spread In 150 Houses Of The Village, Now All The Villagers Are Getting Free Electricity

મલાવી:ધોરણ 12 પાસ યુવકે નકામી વસ્તુઓમાંથી ટર્બાઇન બનાવ્યું; ગામના 150 ઘરમાં ઉજાસ પથરાયો, હવે તમામ ગ્રામજનોને મફત વીજળી મળી રહી છે

લિલોંગવે18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના દરેક પરિવારે દર મહિને મેઇન્ટેનન્સના 80 રૂ. આપવાના

વર્ષ 2004માં ‘સ્વદેશ’ નામની ફિલ્મ આવી હતી, જેમાં શાહરુખ ખાને એનઆરઆઇ મોહન ભાર્ગવનો રોલ કર્યો હતો. વર્ષો બાદ મોહને વતન પરત ફરી તેના ઇનોવેશન થકી ગામને વીજળીથી રોશન કરી દીધું હતું. રીલ લાઇફના તે પાત્રને આફ્રિકન દેશ મલાવીમાં એક શખસે હકીકત બનાવી દીધું. વાત એમ છે કે 15 વર્ષ અગાઉ 2006માં મલાવીના અંતરિયાળ ગામ યોબે કોસીમાં વીજળી નહોતી. બાળકો મીણબત્તી કે ફાનસના પ્રકાશમાં ભણવા મજબૂર હતા ત્યારે ગામના 23 વર્ષીય કોલરેર્ડ કોસીએ પરિવર્તનની શરૂઆત કરી.

40 કિ.મી. દૂર જિંબા સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કરીને ગામમાં પરત ફર્યો તો અંધારું હતું. તેણે અનુભવ્યું કે વીજળી વિના જીવન મુશ્કેલ છે. તેનું અનુમાન હતું કે ઘર નજીકથી વહેતા પાણીમાં સાઇકલ જેટલા પેડલ મારવાથી વીજળી ઉત્પન્ન કરી શકાય. તેથી તેણે ઘરમાં નકામી વસ્તુઓમાંથી ડાયનેમો બનાવ્યો, જે કામ કરી ગયો. તેનું ઘર વીજળીથી રોશન થયાના સમાચાર ગામમાં ફેલાયા. ગ્રામજનો તેને પોતાને ત્યાં પણ વીજળી લાવવા કહેવા લાગ્યા.

કોલરેર્ડ નહોતો એન્જિનિયરિંગ ભણ્યો કે નહોતો ટ્રેન્ડ ઇલેક્ટ્રીશિયન. ટર્બાઇન માટે તેણે જૂના ફ્રિજનું કમ્પ્રેસર ગામમાંથી વહેતી નદીમાં લગાવ્યું. આ જુગાડ પણ કામ કરી ગયો અને 6 ઘર રોશન થવા લાગ્યા. પછી એક નકામા મશીનમાંથી મોટું ટર્બાઇન કાઢીને ગામની બહાર લગાવી દીધું. હવે વાંસના થાંભલા વડે તાર ખેંચીને ગામના ઘરોમાં વીજળી પહોંચાડાય છે. ગ્રામજનોને વીજળી મફત મળે છે. તેમણે બસ પ્લાન્ટના મેઇન્ટેનન્સપેટે ઘરદીઠ 80 રૂ. આપવા પડે છે. હવે કોલરેર્ડ મિની ગ્રેડ લગાવવા ઇચ્છે છે.

વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ સ્કૂલમાં અંદર અને બહાર અભ્યાસ
મલાવીમાં વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ સ્કૂલ જૂનમાં શરૂ થઇ. હવે તેમાં વર્ગખંડોમાં તેમ જ બહાર કેમ્પસમાં પણ અભ્યાસ શરૂ થઇ ગયો છે. આ સ્કૂલ સલીમા જિલ્લામાં સ્ક્રેપમાંથી બનાવાઇ હતી. તેની દીવાલો ઊભી કરવામાં 18 કલાક લાગ્યા હતા. યુનિસેફના જણાવ્યાનુસાર દેશમાં 36 હજાર વર્ગખંડોની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...