તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Spokesman Said: "We Have The Right To Raise Our Voice For The Muslims Of Kashmir, India Or Any Other Country."

તાલિબાન કાશ્મીરમાં દખલ કરશે:પ્રવક્તાએ કહ્યું- કાશ્મીર શું, ભારત કે અન્ય કોઈપણ દેશના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અમને હક છે

કાબુલ/નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાને કહ્યું- અફઘાનીઓ નથી ઇચ્છતા કે કાશ્મીરનો મુદ્દો અહીં આવે

અફઘાનિસ્તાનમાં તેમની સરકારની જાહેરાત પહેલા તાલિબાનોએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરનાર તાલિબાન પ્રવક્તા સુહેલ શાહીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. શાહીને કહ્યું કે મુસ્લિમો અમારા પોતાના લોકો છે, અમારા નાગરિકો છે અને કાયદા હેઠળ તેમને બરાબરીનો અધિકાર છે.

પહેલા તાલિબાને કહ્યું હતું- કાશ્મીર દ્વિપક્ષીય મામલો
શાહીન પહેલા તાલિબાન નેતાઓએ કહ્યું હતું કે કાશ્મીર દ્વિપક્ષીય અને આંતરિક બાબત છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતનું લક્ષ્ય તે સુનિશ્ચિત કરવાનું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ માટે ન થવો જોઈએ.

અલ-કાયદાએ કહ્યું - કાશ્મીરને ઇસ્લામના દુશ્મનોથી આઝાદ કરાવો
આતંકવાદી સંગઠન અલ-કાયદાએ અફઘાનિસ્તાનમાં જીત માટે તાલિબાનને અભિનંદન આપ્યા હતા. આ અભિનંદન સંદેશમાં, અલ-કાયદાએ ઇસ્લામના દુશ્મનોને કાશ્મીર અને અન્ય ઇસ્લામિક જમીનોની આઝાદીની વાત કરી હતી. અલ-કાયદાએ પેલેસ્ટાઇન, લેવન્ટ, સોમાલિયા અને યમન જેવા પ્રદેશોની સ્વતંત્રતા માટે પણ અપીલ કરી હતી.

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાને કહ્યું- અફઘાનીઓ નથી ઇચ્છતા કે કાશ્મીરનો મુદ્દો અહીં આવે
અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને હિઝ્બ-એ-ઇસ્લામી ગુલબુદ્દીન (HIG) પાર્ટીના નેતા ગુલબુદ્દીન હિકમતયાર પણ તાલિબાન સાથે ચર્ચા કરી રહ્યા છે. હિકમતયારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તાલિબાને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશ વિરુદ્ધ નહીં કરવા દેવાના વચન પર અટકવું જોઈએ. હિકમતયાર મુજબ અફઘાનિસ્તાનના લોકો નથી ઇચ્છતા કે કાશ્મીર વિવાદ, ભારત-ચીન સરહદ વિવાદ અને તિબ્બત જેવા મુદ્દાઓ અફઘાનિસ્તાન પહોંચે.

અન્ય સમાચારો પણ છે...