નાસાનું મૂન મિશન થયું સમાપ્ત:14 લાખ માઇલની યાત્રા કરી પરત આવ્યું સ્પેસક્રાફ્ટ, પેરાશૂટના આધારે પ્રશાંત મહાસાગરમાં પડ્યું

કેલિફોર્નિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ-1 મૂન મિશન આજે પૂરું થઇ ગયું. રવિવાર રાત્રે 11 વાગીને 10 મિનિટે ઓરિયન સ્પેસક્રાફ્ટ 14 લાખ માઇલની યાત્રા કરી પૃથ્વી પર પરત આવ્યું. આનું લેન્ડિંગ મેક્સિકોના ગ્વાડાલૂપ દ્વીપની પાસે પ્રશાંત મહાસાગરમાં થયું. નાસાઅ 25 દિવસ પહેલાં 15 નવેમ્બરે આ મિશન ત્રીજી વાર લોન્ચ કર્યું હતું.

પૃથ્વીમાં સ્પેસક્રાફ્ટની એન્ટ્રી ખાસ થઇ

નાસાના અનુસાર પૃથ્વીમાં ઓરિયનની એન્ટ્રી ખાસ છે. પહેલી વાર 'સ્કિપ એન્ટ્રી' ટેક્નિક અપનાવીને ધરતી પર લેન્ડિંગ થયું. આ પ્રોસેસમાં ત્રણ સ્ટેપ્સ. સૌથી પહેલાં ઓરિયને પૃથ્વીના વાયુમંડળના ઉપરના ભાગમાં એન્ટ્રી કરી. ત્યાર બાદ તે પોતાની અંદર રહેલી કેપ્સ્યૂલની મદદથી વાયુમંડળની બહાર આવ્યું. છેલ્લે પેરાશૂટ દ્વાર ફરીથી વાયુમંડળની અંદર આવી ગયું.

સ્કિપ એન્ટ્રી દરમિયાન સ્પેસક્રાફ્ટના ક્રૂ મોડ્યૂલ અને સર્વિસ મોડ્યૂલ એક બીજાથી અલગ થઇ ગયા. સર્વિસ મોડ્યૂલ આગમાં સળગી ગયું, તો ક્રૂ મોડ્યૂલ પોતાની નિશ્ચિત જગા પર પેરાશૂટના સહારે પડ્યું. વાયુમંડળમાં ફરી એન્ટ્રીથી તેની ગતિ ઘણી ધીમી થઇ.

ઓરિયનનું લેન્ડિંગ આગળના મિશન માટે જરૂરી

જણાવી દઇએ કે આર્ટેમિસ-1 મિશન એક ટેસ્ટ ફ્લાઇટ છે. નાસા આર્ટેમિસ-2 મિશનમાં એસ્ટ્રોનોટ્સને મોકલવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં ધરતીપર ઓરિયનનું લેન્ડિંગ પર વૈજ્ઞાનિકોની બાજ નજર છે. એ સિવાય સ્કિપ એન્ટ્રી નાસાની લેટેસ્ટ ટેક્નોલોજી છેઅને ઓરિયન તેનો પહેલો એટેમ્પ હતો. હવે ટેસ્ટ ફ્લાઇટના રિઝલ્ટ પર જ આગળની ફ્લાઇટની તૈયારી નિર્ભર કરે છે. આને 2024માં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે.

આર્ટેમિસ મિશન માણસને ચંદ્ર પર મોકલશે​​​​​​​

અમેરિકા 53 વર્ષ પછી એક વાર ફરી આર્ટેમિસ મિશન દ્વારા માણસોને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. આર્ટેમિસ-1,2 અને 3. આર્ટેમિસ-1એ ચંદ્રમાનું ચક્કર લગાવ્યું, કેટલાંક નાનાં સેટેલાઇટ છોડ્યાં અને ચંદ્રના જરૂરી ફોટાઓ-વીડિયોઝ ઉપલબ્ધ કરાવ્યા.

.2024ની આસપાસ આર્ટેમિસ-2ને લોન્ચ કરવામાં આવશે. આમાં કેટલાક એસ્ટ્રોનોટ્સ પણ જશે, પરંતુ ચંદ્ર પર કદમ નહીં મૂકે. તેઓ માત્ર ચંદ્રના ઓર્બિટમાં ફરીને પરત આવી જશે. આ મિશનનો સમય વધારે નથી.

આની પછી ફાઇનલ મિશન આર્ટેમિસ-3ને રવાના કરવામાં આવશે. આમાં જનારા એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર ઉતરશે. આ મિશન 2025 કે 2026માં લોન્ચ કરવામાં આવી શકે છે. પહેલી વાર મહિલાઓ પણ હ્યૂમન મૂન મિશનનો ભાગ બનશે. આમાં પર્સન ઓફ કલર (શ્વેતથી અલગ નસ્લના વ્યક્તિ) પણ ક્રૂ મેમ્બર હશે. એસ્ટ્રોનોટ્સ ચંદ્રના સાઉથ પોલમાં હાજર પાણી અને બરફ પર રિસર્ચ કરશે.

50 વર્ષ જૂના એપોલો મિશનથી અલગ છે આર્ટેમિસ​​​​​​​​​​​​​​

એપોલો મિશનની છેલ્લી અને 17મી ફ્લાઇટે 1972માં ઉડાન ભરી હતી. આ મિશનની પરિકલ્પના અમેરિકાના સાયન્સ અને ટેક્નોલોજીના ફિલ્ડમાં દુનિયામાં પ્રથમ સ્થાન પર સ્થાપિત કરવું છે.

હવે અમેરિકામાં આર્ટેમિસ મિશન દ્વારા રશિયા કે ચીનને માત આપવા નથી માગતું. નાસાનો મકસદ પૃથ્વીની બહાર સ્થિત ચીજોને સારી રીતે એક્સપ્લોર કરવાનો છે. ચંદ્ર પર જઇને વૈજ્ઞાનિક ત્યાંની માટી અને બરફથી ઇંધણ, ખાવાનું અને ઇમારત બનાવવાની કોશિશ કરવા માગે છે.

આર્ટેમિસ મિશનનું મૂળ ખર્ચ 7,434 અરબ રૂપિયા
નાસા ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલના એક ઓડિટ અનુસાર, 2012થી 2025 સુધી આ પ્રોજેક્ટ પર 93 બિલિયન ડોલર એટલે કે 7,434 અરબ રૂપિયાનો ખર્ચ આવશે. તો દરેક ફ્લાઇટ 4.1 બિલિયન ડોલર એટલે કે 327 અરબ રૂપિયાની પડશે. આ પ્રોજેક્ટ પર અત્યાર સુધી 37 બિલિયન ડોલર એટલે કે 2,949 અરબ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...