પરિવર્તન તરફ FB:પોતાને રિબ્રાન્ડ કરવાની તૈયારીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુકનું નામ પણ બદલાવાની શક્યતા

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • ઝકરબર્ગ કંપનીની એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં નવા નામની જાહેરાત થઈ શકે છે

ફેસબુક આગામી દિવસોમાં એનું નામ બદલી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફેસબુક મેટાવર્સ કંપની બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.એને કારણે કંપની તેના નવા નામની જાહેરાત કરી શકે છે. જોકે કંપનીએ આ અંગે હજુ સુધી કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો છે.

કંપનીની એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં નવા નામની જાહેરાત થઈ શકે છે
મીડિયા અહેવાલો અનુસાર, કંપનીના CEO માર્ક ઝકરબર્ગ કંપનીની એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં નવા નામની જાહેરાત કરી શકે છે. કંપની આવું એટલા માટે કરવા માગે છે, કારણ કે ફેસબુક કંપનીના સીઈઓ ઇચ્છે છે કે કંપનીને આગામી કેટલાંક વર્ષોમાં લોકો મેટાવર્સ કંપની તરીકે ઓળખે.

એક જ જગ્યાએ મળશે અનેક સુવિધાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફેરફાર દ્વારા કંપની તેની તમામ એપ જેવી કે ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને ઓકુલસને એક જગ્યાએ લાવવાની યોજના બનાવી રહી છે. માર્ક ઝકરબર્ગે હાલમાં જાહેરાત કરી હતી કે અમે સોશિયલ મીડિયા કંપનીમાંથી આગળ વધીને 'મેટાવર્સ' કંપની બનાવીશું અને 'એમ્બોઈડેડ ઇન્ટરનેટ' પર કામ કરીશું, જેમાં વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વર્લ્ડનું સંયોજન પહેલાં કરતાં વધારે હશે. આ દ્વારા તમે મીટિંગ, ટ્રાવેલિંગ, ગેમિંગ જેવાં અનેક કામો કરી શકશો.

ઘણી કંપનીઓએ પહેલાં પણ ફેરફાર કર્યા છે
પોતાનું નામ બદલનાર અથવા રિબ્રાન્ડ કરનાર ફેસબુક પહેલી કંપની નથી. અગાઉ 2015માં ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે ગૂગલ માત્ર સર્ચ એન્જિન ન રહી જાય એટલા માટે ઘણા મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. 2016માં પણ સ્નેપઇન્કનું નામ બદલીને સ્નેપચેટ રાખવામાં આવ્યું હતું.

પમેન્ટ માટે ફેસબુક 10 હજાર લોકોને હાયર કરશે
કંપનીએ તેના મેટાવર્સ ડેવલપમેન્ટ માટે યુરોપીય યુનિયનના 10 હજાર લોકોને નોકરી આપવાની જાહેરાત કરી છે. માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે તે વર્ચ્યુઅલ રિયાલટી વર્લ્ડના એક્સપિરિયન્સ ડેવલપમેન્ટ માટે પાંચ વર્ષમાં મોટે પાયે ભરતી કરશે. તે નોકરીઓ ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્પેન સહિત અન્ય દેશો માટે હશે.

મેટાવર્સ શું છે?
એને વર્ચ્યુઅલી રિયાલટીનું નેકસ્ટ લેવલ કહી શકાય છે. જેમ લોકોએ હાલ ઓડિયો સ્પીકર, ટેલિવિઝન, વીડિયો ગેમ માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીને ડેવલપ કરી છે, એટલે કે તમે એ ચીજોને જોઈ શકો છો જે તમારી સામે છે જ નહિ. ફ્યુચરમાં આ ટેક્નોલોજીના એડવાન્સ વર્ઝનથી ચીજોને અડકી તથા સુગંધ લઈ શકાશે. એને જ મેટાવર્સ કહેવામાં આવે છે. મેટાવર્સ શબ્દનો સૌથી પહેલા ઉપયોગ સાયન્સ ફિક્શન લેખક નીલ સ્ટીફેન્સે 1992માં પોતાના નોબલ સ્નો ક્રેશમાં કર્યો હતો.

મેટાવર્સને તૈયાર થવામાં 15 વર્ષનો સમય લાગશે
ફેસબુકે કહ્યું હતું કે મેટાવર્સ એવી કંપની નથી, જેને રાતોરાત તૈયાર કરી શકાય. મેટાવર્સના ડેવલપમેન્ટ માટે કેટલાક નોન પ્રોફિટ ગ્રુપ્સે 50 મિલિયન ડોલર(લગભગ 376 કરોડ રૂપિયા)નું ફન્ડિંગ કર્યું છે. જોકે એને તૈયાર થતાં 10થી 15 વર્ષનો સમય લાગી શકે છે. કેટલાકનું કહેવું છે કે તાજેતરના મહિનામાં જ કૌભાંડથી ધ્યાન હટાવવા માટે કંપનીએ તેને ડિઝાઈન કર્યું છે.

ફેસબુકની પાસે AI અને રિયાલટી લેબ
ફેસબુકની કોર્ક આયર્લેન્ડમાં એક રિયાલટી લેબ છે. તેણે ફ્રાન્સમાં એક AI(ઓગમેન્ટેડ રિયાલટી) રિસર્ચ લેબ ખોલી છે. 2019માં ફેસબુકે AI એથિકલ રિસર્ચ સેન્ટર બનાવવા માટે મ્યુનિખની ટેક્નોલોજી યુનિવર્સિટીની સાથે ભાગીદારી કરી છે. કંપની આગામી 5 વર્ષમાં જે લોકોને નોકરી આપશે એમાં હાઈલી સ્પેશિયલાઈઝ્ડ એન્જિનિયર્સ સામેલ હશે.

અન્ય સમાચારો પણ છે...