• Home
  • International
  • The so called Dawood's home in Karachi is no longer the scene of his death in Soomsa, Pakistan.

પાકિસ્તાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ / દાઉદનું ઘર કરાચીમાં જ્યાં છે તે વિસ્તાર અત્યારે સૂમસામ, તેના મોતનો કોઇ અણસાર સુદ્ધા નથી

કરાચીમાં દાઉદનો બંગલો. રિપોર્ટ પ્રમાણે અહીં ક્લિફ્ટન અને ડીએચએ વિસ્તારોમાં દાઉદના ઘર છે. અત્યારે અહીં સામાન્ય દિવસોની જેમ હલચલ છે.
કરાચીમાં દાઉદનો બંગલો. રિપોર્ટ પ્રમાણે અહીં ક્લિફ્ટન અને ડીએચએ વિસ્તારોમાં દાઉદના ઘર છે. અત્યારે અહીં સામાન્ય દિવસોની જેમ હલચલ છે.
X
કરાચીમાં દાઉદનો બંગલો. રિપોર્ટ પ્રમાણે અહીં ક્લિફ્ટન અને ડીએચએ વિસ્તારોમાં દાઉદના ઘર છે. અત્યારે અહીં સામાન્ય દિવસોની જેમ હલચલ છે.કરાચીમાં દાઉદનો બંગલો. રિપોર્ટ પ્રમાણે અહીં ક્લિફ્ટન અને ડીએચએ વિસ્તારોમાં દાઉદના ઘર છે. અત્યારે અહીં સામાન્ય દિવસોની જેમ હલચલ છે.

  • સીનિયર ટીવી પત્રકારો પ્રમાણે- ભારત-ચીન વિવાદ અંગે શું કવરેજ કરવાનું છે તે સરકાર-આર્મીએ તેમને જણાવ્યું છે, પરંતુ દાઉદ અંગે કોઇ સૂચના નથી મળી
  • પાકિસ્તાની મીડિયામાં દાઉદ અંગેના સમાચાર નથી, સોશિયલ મીડિયાએ મોતની મજાક બનાવી, દાઉદ પાક. ટ્વિટરના ટોપ-10 ટ્રેન્ડમાં પણ નહીં

દિવ્ય ભાસ્કર

Jun 06, 2020, 08:09 PM IST

પાકિસ્તાનથી કુંવર ખુલદુન શાહિદ. ભારતમાં જ્યાં મીડિયામાં દાઉદ ઇબ્રાહીમના મોતને લઇને ચર્ચા પૂરજોશમાં છે ત્યાં પાકિસ્તાનમાં આ મુદ્દે સન્નાટો છે. કરાચીમાં જે દાઉદના કથિત રીતે જ્યાં ઘર છે તે ક્લિફટન અને ડીએચએ વિસ્તારમાં હમણા અમુક દિવસોથી કોઇ હલચલ જોવા મળી નથી. ખાસ કરીને ત્યારે જ્યારથી સિંધ સરકારે મેટ્રો શહેરોમાં સ્માર્ટ લોકડાઉનની જાહેરાત કરી છે. 

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ પણ દાવો ફગાવ્યો
ભારતીય મીડિયામા આવેલા રિપોર્ટ પ્રમાણે દાઉદને કોરોના સંક્રમણ થયું છે અને તે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. જોકે સિંધની આ રાજધાનીમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ આ રિપોર્ટને સ્વીકારતા નથી. સિંધ સરકારના એક અધિકારી પ્રમાણે સરકારે કોરોના અંગે યોગ્ય તકેદારી રાખી છે. તેમનું કહેવું છે કે દાઉદને કરાચીની હોસ્પિટલમાં કોરોના દર્દી તરીકે દાખલ કરવામા આવ્યો નથી. 

મીડિયાને સરકાર તરફથી દાઉદના સમાચાર અંગે કોઇ નિર્દેશ નથી 
અમુક ભારતીય ન્યૂઝ ચેનલનો દાવો છે કે પાકિસ્તાની મીડિયાએ દાઉદ અંગેના સમાચાર પ્રસારિત કર્યા છે પણ એ સમજવું પડશે કે પાકિસ્તાની મીડિયા મોટાભાગે આર્મી અને સરકારના કબજામા છે. જિયો ટીવી અને દુનિયા ટીવીમાં કામ કરી રહેલા વરિષ્ઠ પત્રકારો પ્રમાણે ભારત અને ચીન વિવાદ અંગે શું કવર કરવાનું છે અને શું નહીં તેના વિશે તેમને સૂચનો મળ્યા છે પણ દાઉદ અંગે કોઇ સૂચન આપ્યા નથી. તેમના પ્રમાણે ભારતીય મીડિયાના દાવાઓમાં તેઓ ધીરજ રાખે છે કારણ કે પાકિસ્તાન સાથે જોડાયેલા દાવાઓ શેખચિલ્લી જેવા હોય છે. 

સોશિયલ મીડિયા પર પણ દાઉદના સમાચાર ચગ્યા નહીં
પાકિસ્તાનના સોશિયલ મીડિયાએ પણ દાઉદના સમાચારને નજરઅંદાજ કર્યા છે. અમુક યુઝર્સે તો ભારતીય મીડિયાના સમાચારની મજાક ઉડાવી અને કહ્યું કે ભારતીય મીડિયાએ દાઉદને પાંચમી વાર મારી નાખ્યો. દાઉદ પાકિસ્તાનના ટ્વિટરના ટોપ-10માં પણ સ્થાન મેળવી શક્યો નથી. 

પાકિસ્તાનના અધિકારીઓ કહે છે- દાઉદ દુબઇ જતો રહ્યો
દાઉદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે જેની 1993ના મુંબઇ હુલ્લડોમાં અગત્યની ભૂમિકા રહી છે. છેલ્લા અમુક વર્ષોથી તે પાકિસ્તાનમાં હોવાના સમાચાર છે. જોકે સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તે પાકિસ્તાનમાં નથી રહેતો અને અમુક વર્ષો પહેલા જ દુબઇ શિફ્ટ થઇ ગયો છે. ગત વર્ષે બ્રિટિશ કોર્ટે કહ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં રહે છે પરંતુ વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ દાવાનું ખંડન કર્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી