તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US-મેક્સિકો બોર્ડર:તસ્કરોએ 14 ફૂટ ઊંચી દીવાલ પરથી બે બાળકી ફેંકી, શૉકિંગ વીડિયો સામે આવ્યો

15 દિવસ પહેલા

અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પરથી એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તસ્કરો બે બાળકીને 14 ફૂટ ઊંચી ફેન્સિંગ વોલ પરથી અમેરિકાની હદમાં ફેંકી દે છે. આ બન્ને બાળકીઓ ઈક્વાડોરની છે, જેમની ઉંમર અનુક્રમે 3 અને 5 વર્ષ છે. મંગળવારે રાત્રે અંધારાના લાભ લઈ બે તસ્કરો બાળકીને લઈને ફેન્સિંગ વોલ પર આવે છે. આ દરમિયાન એક તસ્કર દીવાલ પર ચઢીને એક પછી એક એમ બન્ને બાળકીને ફેંકી દે છે. બાળકીઓને ફેંકીને બન્ને તસ્કરો ભાગી જાય છે. અમેરિકન બોર્ડર પર પેટ્રોલિંગ કરતાં એજન્ટે નાઈટ વિઝન ટેક્નોલોજીની મદદથી આ દૃશ્યો તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલ અમેરિકા શરણાર્થી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, આવા સમયે બાળકીઓને બોર્ડર પરથી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે અમેરિકા અને મેક્સિકોના બોર્ડર પર તૈનાત ટીમોએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો