તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Situation In Germany Worsens, Again Preparing For A 14 day Strict Lockdown; More Than Three Thousand People Died In Brazil For The Second Day In A Row

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:જર્મનીમાં પરિસ્થિતિ ખરાબ, ફરીથી 14 દિવસના કડક લોકડાઉનની તૈયારી; બ્રાઝિલમાં સતત બીજા દિવસે ત્રણ હજારથી વધુ લોકોનાં મૃત્યુ

મ્યુનિખ/સાઓ પાઉલો2 મહિનો પહેલા
જર્મનીમાં કોરોનાના કારણે ફરીથી 14 દિવસનું કડક લોકડાઉન લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • જર્મન સરકારે દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી

જર્મનીમાંકોરોનાના કારણે પરિસ્થિતી વધુ ખરાબ બની રહી છે. અહીં ફરીથી 14 દિવસનું કડક લોકડાઉન લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે જણાવ્યું હતું કે કોરોનાને કાબૂમાં લેવા માટે દેશમાં 10 થી 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગયા વર્ષે પણ આ જ સમયે, અમે દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. આ વખતે પણ આવી જ પરિસ્થિતિ બની રહી છે.

આ દરમિયાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ચીફ ઓફ સ્ટાફે પણ દેશના કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હેલ્ગ બ્રોને કહ્યું કે અમે આ સમયે સૌથી જોખમી તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારે આગામી થોડા અઠવાડિયામાં કોરોના પર કાબૂ મેળવવો પડશે.

નવી સ્ટ્રેન નવા પડકારો ઉભા કરશે
બ્રોને વધુમાં કહ્યું, 'આગામી થોડા અઠવાડિયા નક્કી કરવામાં આવશે કે અમે આ મહામારી પર કાબૂ મેળવી શકીશું કે નહીં?" જો સંક્રમણ આ જ રીતે સતત વધતું રહ્યું, તો કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ પણ વધશે અને કદાચ તેથી વેક્સિનની જરૂર પર અસર થશે. જો તેમ થાય, તો અમને નવી વેક્સિનની જરૂર પડશે અને અમારે ફરીથી વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવો પડશે.'

ફોટો જર્મનીના હનોવર એરપોર્ટનો છે. જર્મન સરકારે દેશમાં આવતા તમામ મુસાફરો માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે.
ફોટો જર્મનીના હનોવર એરપોર્ટનો છે. જર્મન સરકારે દેશમાં આવતા તમામ મુસાફરો માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે.

બ્રાઝિલમાં પરિસ્થિતિ ખરાબ
બ્રાઝિલમાં દિવસેને દિવસે પરિસ્થિતી વધુ ખરાબ થતી જાય છે. અહીં ગત દિવસે કોરોનાના 83,039 કેસ નોંધાયા હતા અને 3368 લોકોના મૃત્યુ થયા. આ સતત બીજો દિવસ છે જ્યારે અહીં 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા શનિવારે 3600 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અમેરિકા પ્રથમ છે અને ભારત ત્રીજા નંબરે છે.

આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં ઈટલી
ઇટલી સરકાર તે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જેમણે કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન મારિયો ડ્રાઘીએ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે જે કર્મચારીઓએ વેક્સિન લીધી નથી તેઓ બીમાર લોકોના સંપર્કમાં આવે. આવી સ્થિતિમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લેવાની ના પાડી છે, તેઓએ વેક્સિન લેવી પડશે, નહીં તો તે લોકોની સામે કડક કાર્યવાહી કરવા મજબૂર બનીશું.

ફોટો સ્પેનનો છે. અહીં લોકડાઉનની સ્થિતિ જોવા માટે પોલીસ રાત્રે પેટ્રોલીંગ કરી રહી. સ્પેન સરકારે બહારથી આવતા પ્રવાસીઓને લોકડાઉનમાંથી મુક્તિ આપી છે.
ફોટો સ્પેનનો છે. અહીં લોકડાઉનની સ્થિતિ જોવા માટે પોલીસ રાત્રે પેટ્રોલીંગ કરી રહી. સ્પેન સરકારે બહારથી આવતા પ્રવાસીઓને લોકડાઉનમાંથી મુક્તિ આપી છે.

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 5.50 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 5.70 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 9 હજારથી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.72 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.25 કરોડ લોકો સાજા થયા છે અને 27.88 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.19 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા Worldometers.info/coronavirus અનુસાર છે.

ટોપ-10 દેશ જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,917,142

562,013

23,348,510

બ્રાઝિલ

12,490,362

310,694

10,879,627

ભારત

11,971,624

161,586

11,323,762

રશિયા

4,510,744

97,404

4,130,498

ફ્રાન્સ

4,508,575

94,465

289,350

યૂકે

4,329,180

126,573

3,787,312

ઈટલી

3,512,453

107,636

2,832,939

સ્પેન

3,255,324

75,010

3,016,247

તુર્કી

3,179,115

30,923

2,939,929

જર્મની

2,772,694

76,404

2,484,600

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/ પરથી લેવામાં આવ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો