તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Secret Operation Of The Israeli Intelligence Agency; Killed 3 Palestinians Including Two Intelligence Officers

ફરી યુદ્ધની આશંકા:ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીનું સિક્રેટ ઓપરેશન; 3 પેલેસ્ટાઇની ઠાર કર્યા, જેમાં બે ઇન્ટેલિજન્સ ઓફિસર હતા

તેલ અવીવ/જેરુસલેમ5 દિવસ પહેલા

ઇઝરાયેલી અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એક તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇઝરાયેલી સેના અને ગુપ્તચર એજન્સીએ એક સિક્રેટ ઓપરેશન કર્યું છે, જેમાં 3 પેલેસ્ટાઈની માર્યા ગયા છે, તેમાં બે ઈન્ટેલિજન્સ ઓફિસર હતા. આ ઓપરેશન ઇઝરાયેલના કબજાવાળા વેસ્ટ બેંકના શહેર જેનિનમાં બુધવારે અને ગુરુવારની રાત્રે કરવામાં આવ્યું. હજુ સુધી હમાસે આ ઘટનાને લઈને કોઈ જ નિવેદન આપ્યું નથી. જો માર્યા ગયેલા ઓફિસરમાંથી કોઈ તેમનો મેમ્બર હશે તો તેઓ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે અને ફરી જંગનો ખતરો વધી જશે.

કોણ છે માર્યા ગયેલા લોકો
'અલ ઝઝીરા' ટીવી ચેનલ મુજબ, માર્યા ગયેલા લોકોની સંખ્યા બેથી ત્રણ હોય શકે છે. અત્યારસુધીમાં મૃત્યુ પામનારા ત્રણ લોકોનાં નામ સામે આવ્યાં છે, જેમાંથી પેલેસ્ટાઈન ઓથોરિટીના મિલિટ્રી ઈન્ટેલિજન્સના ઓફિસર્સ હતા, જેમનાં નામ યાસિલ અલાવી અને તાસીર ઈસા છે. ત્રીજાનું નામ જમીલ છે. આ ઉપરાંત એક અધિકારી ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સિવિલિયન વેહિકલનો ઉપયોગ થયો
રિપોર્ટ મુજબ, ઇઝરાયેલી એજન્સીઓએ ઓપરેશન માટે મિલિટ્રી વેહિકલની જગ્યાએ સિવિલિયન વેહિકલનો ઉપયોગ કર્યો. હુમલો ત્યારે કરવામાં આવ્યો, જ્યારે પેલેસ્ટાઈની જાસૂસ અને કેટલાક સૈનિકો એક ગાડીમાં કોઈ મિશન માટે જઈ રહ્યા હતા.

ગુરુવારે માર્યા ગયેલા લોકોનો જનાજો નીકળ્યો, જેમાં હજારો લોકો સામેલ થયા. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના પ્રવક્તાએ કહ્યું- ઇઝરાયેલનું આ પગલું આ વિસ્તાર માટે ઘણું જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી સતત ઓપરેશન્સ કરી રહ્યું છે.

હમાસ સાથે જોડાયેલા બે સમાચાર
ઇઝરાયેલના વેસ્ટ બેંકમાં કરવામાં આવેલા ઓપરેશન પર હમાસે હજુ સુધી કોઈ જ નિવેદન આપ્યું નથી. તેમના એક પ્રવક્તાએ કહ્યું હતું કે પેલેસ્ટાઈનની સરકાર ઇઝરાયેલને અમારા અંગે સૂચનાઓ આપીને ગાઝાના લડવૈયાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.