તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્કૂલ-હોસ્પિટલ વેરાન, તાલિબાનના ભયથી ડૉક્ટર-નર્સ દેખાતાં જ નથી

કાબુલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાન રેફ્યૂજી કેમ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે
  • સરહદી વિસ્તારોમાં કાબુલ એરપોર્ટ જેવાં દૃશ્ય

અફઘાનના સરહદી ક્ષેત્રોમાં પણ કાબુલ એરપોર્ટ જેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. હજારો લોકો ડર અને અરાજકતા વચ્ચે તૂર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન અને પાકિસ્તાન સહિત બીજા દેશોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં અનેક એવા પણ છે જે સારવાર જેવી મૂળભૂત જરૂરિયાત માટે આ દેશો તરફ આગળ વધી રહ્યા છે. ખરેખર અફઘાન પર તાલિબાનના કબજા બાદથી ઉત્તર અફઘાનના મોટા ભાગનાં હેલ્થ સેન્ટરો બંધ થઈ ગયાં છે. ડૉકટરો અને નર્સ અંડરગ્રાઉન્ડ છે કે દેશ છોડી નીકળી ગયાં છે.

હેરાતના નજીબઉલ્લાહને ડર છે કે તેના 75 વર્ષીય હૃદયરોગી પિતા સારવારના અભાવે મૃત્યુ પામશે. તે કહે છે કે હવે અહીં હોસ્પિટલ નષ્ટ થઈ ગઈ છે. સૂની પડેલી હોસ્પિટલોમાં ન તો ડૉક્ટરો છે, ન તો નર્સ. પત્નીની સારવાર માટે ભટકી રહેલી એક વ્યક્તિએ કહ્યું કે તાલિબાનના કબજા બાદથી ડૉક્ટરો અને નર્સ હોસ્પિટલ છોડી ગયાં છે. દરેક બાજુએ ડૉક્ટરો તાલિબાનથી ડરે છે. તે કહે છે કે દરેક વ્યક્તિ તાલિબાનનો ઈતિહાસ જાણે છે. કઇ રીતે તેણે 90ના દાયકામાં સત્તામાં આવ્યા બાદ ડૉક્ટર અને મેડિકલ કર્મચારીઓને હેરાન કર્યા હતા. તેનો ડર આજે પણ લોકોના મનમાં છે.

તાલિબાનના સત્તામાં આવવા અને સુરક્ષિત રહેવા માટે સરહદ પાર કરવાની રાહ જોતાં માતા-પિતા તેમનાં ચાર બાળકો સહિત છનો એક પરિવાર કાબુલ છોડી ગયો છે. નામ ન જણાવવાનો આગ્રહ કરતાં પરિવારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હું અને મારી મોટી દીકરી કાબુલમાં એક એનજીઓ માટે કામ કરતા હતા.ૉ

મેં એક અમેરિકી એનજીઓ સાથે કામ કર્યું છે. અમને આશા નહોતી કે કાબુલ આટલી જલદી ધરાશાયી થઈ જશે. કોઈ પણ તેના માટે માનસિક કે શારીરિક રીતે તૈયાર નહોતું. અમને પાસપોર્ટ રિન્યૂ કરાવવાની તક પણ ન મળી. આંખમાં અશ્રુ સાથે તે કહે છે કે અફઘાનમાં કોઈ સુરક્ષિત નથી. તાલિબાને લોકોની શોધખોળ શરૂ કરી છે. ખાસ કરીને એ જે આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે કામ કરે છે. બીજી બાજુ કેન્દ્રીય વ્યવસ્થા ખતમ થવાથી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ઊંચા ભાવે વેચાઈ રહી છે. કોઈ કિંમતને કાબૂમાં લેનાર નથી. ડરને લીધે દુકાનો બંધ છે. લોકો બેવડી કિંમત ચૂકવી રેશન જમા કરી રહ્યાં છે. લોકોનું ભાવિ અંધકારમાં છે.

મોટા ભાગની સ્કૂલો બંધ, જે ખૂલી તેમાં છોકરીઓ નથી
હેલમન્ડ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં સંઘર્ષમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે. અહીં વિદ્રોહી જૂથ તાલિબાન સામે લડી રહ્યાં છે. અહીં હજારોની સંખ્યામાં લોકોએ હિજરત કરી છે. આ પ્રાંતના હેલમન્ડ, લશ્કરગાહ, ગેરેશ્ક અને નાદઅલી જિલ્લામાં જ છોકરીઓ માટે સ્કૂલો ચાલતી હતી પણ હવે સ્કૂલો વેરાન થઈ ગઈ છે. અમુક સ્કૂલો ખૂલી છે પણ તેમાં એક પણ છોકરી નથી. પરિવાર પણ તેમની દીકરીઓને સ્કૂલે મોકલવા માગતા નથી.

અન્ય સમાચારો પણ છે...