કટ્ટરવાદ:ઈઝરાયલમાં યહૂદીઓને વધુ કટ્ટર બનાવવા સ્કૂલ કોર્સ પણ બદલાયો

જેરુસલેમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ નેતન્યાહૂએ મહત્ત્વનાં મંત્રાલય કટ્ટરવાદી નેતાઓને સોંપ્યાં

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર આ વખતે અનેક કટ્ટરપંથી પક્ષો પર નિર્ભર છે. તેમણે મંત્રાલયોની વહેંચણી પણ એ જ આધારે કરી છે કે, યહૂદી વિચારધારાને કેવી રીતે વધુ કટ્ટર બનાવી શકાય. એટલે મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી એવા લોકોને અપાઈ છે, જે કટ્ટરવાદી છે અને આધુનિકતાના વિરોધી છે. આ સરકારે રાષ્ટ્રીય મિશન મંત્રાલય નામે એક નવું મંત્રાલય પણ બનાવ્યું છે. તે મંત્રાલય જોશે કે, સ્કૂલમાં યહૂદી સમર્થિત ઇતિહાસ ભણાવાય અને તેમની વિરુદ્ધ કશું જ ના જણાવાય. જોકે, અગાઉ સ્કૂલોનો અભ્યાસક્રમ શિક્ષણ મંત્રાલય નક્કી કરતું હતું. હવે તો રાષ્ટ્રીય મિશન મંત્રીને જ યહૂદીઓ વિરુદ્ધ થતા આંદોલનોનો સામનો કરવાની જવાબદારી સોંપાઇ છે.

ઈઝરાયલ સરકારનો વિરોધ કરનારા કહે છે કે, આ નવું મંત્રાલય યહૂદીવાદી છે. રાષ્ટ્રીય મિશન મંત્રાલયનું નેતૃત્વ કટ્ટર જમણેરી નેતા ઓરિટ સ્ટ્રોક કરશે. એવી જ રીતે, હેરિટેજ મંત્રાલય પણ અમિહાઇ એલિયાહૂને સોંપાયું છે. બિન-યહૂદીઓનું કહેવું છે કે, હવે એલિયાહૂ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરશે. તેઓ બિન-યહૂદીઓની ઐતિહાસિક ઇમારતો માટે ખતરો બની શકે છે.

ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ વિવાદિત મસ્જિદની મુલાકાત લીધી
ઈઝરાયલના કટ્ટર જમણેરી નેતા અને દેશના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી બેન ગિવરે અલ અક્સા મસ્જિની મુલાકાત લીધી હતી. હાલ યહૂદીઓને અહીં સીમિત પ્રવેશ છે. ઈઝરાયલી મંત્રીના મસ્જિદમાં જવાથી તણાવ વધ્યો છે. હકીકતમાં યહૂદીઓનું કહેવું છે કે, જે સ્થળે આજકાલ અલ અક્સા મસ્જિદ છે, ત્યાં એક સમયે મંદિર હતું, જેને મુસ્લિમોએ ખંડિત કરીને મસ્જિદ બનાવી છે. તેઓ અહીં ફરી મંદિર બનાવવાની વાત કરે છે. પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે ચેતવણી આપી હતી કે, અલ અક્સા મસ્જિદને લઇને ઈઝરાયલનું કોઇ પણ પગલું અત્યંત ગંભીરતાથી લેવાશે.

વિરોધઃ નાગરિકતા મુદ્દે ઈઝરાયલી ડાયાસ્પોરાએ પોતાની જ સરકાર ઘેરી
લૉ ઓફ રિટર્નમાં ફેરફાર કરીને કોઇ બીજા ધર્મમાં લગ્ન કરનારા દુનિયાભરના યહૂદીઓને અહીં આવતા રોકાશે. અલિયાહ મંત્રાલયના મંત્રી ઓફિર સોફેર કહે છે કે, અહીં ફક્ત તેમને જ નાગરિકતા અપાશે, જેમના માતા-પિતા યહૂદી છે. આ અંગે અમેરિકામાં રહેતા યહૂદીઓએ વિરોધ કર્યો છે કારણ કે, વિદેશોમાં વસતા યહૂદીઓ આધુનિક વિચારધારાના સમર્થક છે.કટ્ટરપંથી વિચારધારા તરફ ઘણા લોકો વધ્યા છે.

આશંકાઃ પૂર્વ પીએમ લેપિડ શાસન ઊથલાવી શકે છે, ચિઠ્ઠી લકી- લેપિડ 2024
ઈઝરાયલમાં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ચૂંટણી થઇ ચૂકી છે. અહીં સરકારો તેમની મુદત પૂરી નથી કરી શકતી. આ વખતે પણ આવી આશંકા છે. આ દરમિયાન નેતન્યાહૂના શપથ પછી પૂર્વ પીએમ યેર લેપિડે તેમની સાથે હાથ ના મિલાવ્યો અને બહાર નીકળી ગયા. બાદમાં નેતન્યાહૂ તેમની ઓફિસમાં ગયા, જ્યાં ટેબલ લેપિડે હિબ્રુમાં લખેલી એક ચિઠ્ઠી મળી, જેમાં ‘લેપિડ 2024’ લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...