ભારતના હિન્દુ સંગઠન તરીકે જાણીતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અમેરિકન વિંગે તેમના સભ્યો અને શાખાઓની સંખ્યામાં ઝડપથી વધારો કર્યો છે. સંઘના અમેરિકન વિંગના અમેરિકન હિન્દુ સ્વયંસેવક સંઘ (એચએસએસ)એ છેલ્લા એક દસકામાં તેમનો પ્રભાવ અત્યંત ઝડપથી વધાર્યો છે. અમેરિકામાં સંઘના સભ્યો અને શાખાઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે.
એચએસએસ અમેરિકામાં સૌથી મોટું હિન્દુવાદી સંગઠન બની ગયું છે. અમેરિકાના 50 રાજ્યમાંથી 34માં સંઘની શાખા ચાલે છે. અમેરિકાના 160 શહેરમાં કુલ 260 સાપ્તાહિક શાખા ચાલે છે, જેના 30 હજાર કરતા પણ વધુ સભ્ય છે. વર્ષ 2010 પછી તેમાં ત્રણ ગણાથી વધુ વધારો થયો હતો.
વર્ષ 2022 સુધી એચએસએસ શાખાઓની નિયમિત હાજરી દસ હજારથી 12 હજાર વચ્ચે હતી, પરંતુ એચએસએસના કાર્યક્રમો અને સંઘ પરિવાર સમર્થિત પરિયોજનાઓમાં ક્યારેક હાજરી કે ભાગીદારી ગણીએ તો તેમના સમર્થકોની સંખ્યા પાંચ લાખથી વધુ થઈ જાય છે, જ્યારે અમેરિકામાં ભારતવંશી અમેરિકનોની સંખ્યા આશરે 40 લાખ છે.
આ હિન્દુવાદી સંગઠન સક્રિય
એચએસએસ અને તેનું સહયોગી જૂથ વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન, હિન્દુ સ્ટુડન્ટ્સ કાઉન્સિલ સક્રિય છે, જે અનેક અમેરિકન યુનિવર્સિટીમાં સક્રિય છે. 500થી વધુ યુનિવર્સિટી, કોલેજ અને સ્કૂલોમાં તેના યુનિટ છે, જ્યાં તેઓ હિન્દુઓ અને બિન હિન્દુઓ વચ્ચે હિન્દુ ધર્મ વિશે જાગૃતિ પેદા કરવા માટે ફેલોશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. હિન્દુ નેતા બિંદુ પટેલે કહ્યું કે, એચએસએસ સમાજને આપવાની ભાવનાની સાથે અનેક સામાજિક કાર્યક્રમો પણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.