દુબઈ એક્સ્પો:બાળકોને આકર્ષતા રોબોટ, માસ્ક પહેરવાની સલાહ પણ આપે છે

દુબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નોલોજી-રોબોટનું અભૂતપૂર્વ પ્રદર્શન

દુબઈ એક્સ્પો-2020માં 12 દિવસમાં 4 લાખથી વધુ લોકો પહોંચી ચૂક્યા છે. ભવિષ્યની સંભાવનાઓ અને આવનારા દિવસોની ડિઝાઇનની ઝલક જોવા મળી રહી છે. ભાસ્કરની ટીમે એક્સ્પોની સાઈટ પર હાજર આ ટેક્નોલોજીનો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેની શરૂઆત ગેટથી થાય છે જ્યાં ઓપ્ટી નામનો રોબોટ સ્વાગતમાં ઊભો છે. તે ગાઈડ તરીકે રસ્તો બતાવે છે. ઓપ્ટી સાઈઝ, શેપ અને રંગને કારણે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અમુક બાળકો તો તેનો હાથ પકડી અને ગળે ભેટી વાત કરતા પણ દેખાયાં. જેવા જ વિઝિટર ટિકિટ લાઈનથી અંદર આવે ત્યાં સિક્યોરિટી નામનો 5 ફૂટનો રોબોટ તહેનાત દેખાય. તે લોકોને માસ્ક પહેરવા અને ભીડ એકઠી ન કરવાની સલાહ આપી રહ્યો હતો.

પરિવાર સાથે ફરવા આવેલા શિક્ષક અબ્દુલ હાદી કહે છે કે અનેક પ્રકારના રોબોટની બાળકોએ સૌથી વધુ મજા માણી હતી. આ એવો અનુભવ છે જેમાં આપણે બાળકોને એક્સટ્રીમ ટેક્નોલોજીથી રુબરુ કરાવી રહ્યા છે. મારાં બાળકોએ ઓપ્ટીનાં ટોય ખરીદયાં છે જેથી ઓપ્ટી સાથેની તેમની મુલાકાત યાદગાર રહે.

હવે વારો દુનિયાની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપની ડી.પી. વર્લ્ડના પેવેલિયનનો. આ હાઈપર-લૂપનો ભવિષ્યમાં લોજિસ્ટિક્સના સેક્ટરમાં ઉપયોગ દર્શાવે છે. બીજી બાજુ રશિયન પેવેલિયનમાં માનવીનું મગજ, શરીરની કમ્યુનિકેશન સિસ્ટમને સમજવા માટે રોબોટની મદદ લેવાઈ છે. રોબોટીક હેન્ડની મદદથી સ્પેશ મિશનની ડિઝાઈન અને તેનું સફળ લોન્ચિંગનું પ્રદર્શન કરાઈ રહ્યું છે.

ચાલ્યા વિના જ અમેરિકી પેવેલિયન ફરી શકશો : અમેરિકી પેવેલિયનમાં એરપોર્ટ જેવું કન્વીનર બેલ્ટ છે. તેની મદદથી વિઝિટર્સ એક જગ્યાએ ઊભા રહીને સંપૂર્ણ પેવેલિયન ફરી શકે છે. બેલ્ટ પર ઊભા થઈને વિઝિટર્સ તેમના મોબાઈલ કેમેરાથી પેન વીડિયોગ્રાફીની મજા માણે છે. જ્યારે મોટા પાયે એક મોટા ગોળાકાર હેંગિંગ સ્ક્રીન પર અંતરિક્ષ કાર્યક્રમની માહિતી દર્શકોને બીજી દુનિયામાં લઈ જાય છે. સ્પેસ એક્સ મિશનનો એક રોકેટ પણ દર્શકોને આકર્ષે છે.

બાળકોને ખેતી સાથે પાણીની વિગત આપે છે રોબોટ
એક પેવેલિયનમાં રોબોટની મદદથી ખેતી કરવાની બાળકોને ટ્રેનિંગ અપાય છે. રોબોટિક મોડલથી જળ, વાયુ અને ઊર્જાના સંચાર વિશે જણાવાય છે. એમિરેટ્સ એરલાઇન્સના પેવેલિયનમાં ભવિષ્યમાં એરપોર્ટ પર કઈ રીતે રોબોટ બોર્ડિંગ પાસ જારી કરશે અને લગેજ બીજા સ્થળે પહોંચાડશે તેની માહિતી મળે છે. ફિનલેન્ડના પેવેલિયનમાં હવામાં હાજર કાર્બન ડાયોક્સાઈડથી કૉફી બનાવવાના ઈંધણના જુગાડ, એપ બેઝ્ડ ગાઈડેડ ટૂર અને ભોજન ઓર્ડર કરવાની વ્યવસ્થા, ડિલિવરી રોબોટ અને ગાઈડ રોબોટ છે.

અન્ય સમાચારો પણ છે...