તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લૂમબર્ગમાંથી...:પિચાઈએ કહ્યું- આગળનો રસ્તો અનુમાનથી ઘણો વધુ મુશ્કેલ અને ઉબડખાબડ હોઈ શકે

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલના કર્મચારીઓને 10 જાન્યુઆરી સુધી વર્ક ફ્રોમ હોમની છૂટ

કોરોના મહામારીના કારણે ગૂગલે પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આગામી વર્ષ સુધી વધારી દીધો છે. કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ આ અંગે કર્મચારીઓને એક ઈ-મેલ કર્યો છે. તેમાં પિચાઈએ લખ્યું છે કે વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં અમારી ઓફિસો બિઝનેસ માટે ખૂલી ગઈ છે.

અમે સ્વૈચ્છિક આધારે હજારો ગૂગલર્સનું સ્વાગત કરીએ છીએ. આગળનો રસ્તો અમારી આશાઓ, અનુમાન કરતા ઘણો લાંબો, મુશ્કેલ અને ઉબડખાબડ હોઈ શકે છે. પિચાઈએ લખ્યું છે કે વૈશ્વિક સ્તરે ગૂગલ કેમ્પસમાં 10 જાન્યુઆરી સુધી પાછું આવવું પણ સ્વૈચ્છિક હશે. સ્થાનિક ઓફિસોને એ નક્કી કરવાનો અધિકાર હશે કે કર્મચારીઓને ડેસ્ક પર ક્યારે પાછા બોલાવવા છે. ગૂગલ ઓફિસમાં પાછા બોલાવવાના 30 દિવસ પહેલાં સૂચના આપશે. કર્મચારીઓ ઓક્ટોબર, ડિસેમ્બરમાં વધુ એક દિવસની રજા ‘રિસેટ ડે’ તરીકે લઈ શકશે.

નોમુરા ઓફિસમાં ઓક્ટોબરથી ધૂમ્રપાન બંધ, તે વર્ક ફ્રોમ હોમમાં પણ લાગુ
જાપાનની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ નોમુરાએ પોતાના કર્મચારીઓ માટે નવી નીતિ જારી કરી છે. તે અંતર્ગત કોઈ પણ કર્મચારી ઓફિસમાં કામ વખતે ધૂમ્રપાન નહીં કરી શકે. પછી તે વર્ક ફ્રોમ હોમ કેમ ના હોય. નવી નીતિ ઓક્ટોબરમાં લાગુ થઈ જશે. કંપનીના પ્રવક્તા યોશિતાકા ઓત્સુએ કહ્યું કે, કંપની પોતાની તમામ ઓફિસોમાં ડિસેમ્બર સુધી ધૂમ્રપાન રોકવા જઈ રહી છે. નવા નિયમો પરસ્પરની સમજ અને વિશ્વાસ પર આધારિત છે. જોકે, કંપનીની એવી કોઈ યોજના નથી કે તે અંતરિયાળ વિસ્તારોમાં બેસીને કામ કરતા કર્મચારીઓ પર ધૂમ્રપાનને લઈને દેખરેખ રાખે.

અન્ય સમાચારો પણ છે...