તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:મહામારીમાં ઓટોમેશનથી નોકરીઓ ઓછી થવાનો ખતરો, 43% વેપારમાં કર્મચારી ઘટી શકે

ન્યૂયોર્કએક મહિનો પહેલાલેખક: બેન કેસલમેન
  • કૉપી લિંક
ઓટોમેશન મશીનની તસવીર - Divya Bhaskar
ઓટોમેશન મશીનની તસવીર
  • ફેક્ટરીઓ, રેસ્ટોરા, સ્ટોર અને સર્વિસ ઈન્ડસ્ટ્રીના બીજા ક્ષેત્રોમાં રોબોટની હલચલ વધી

આજકાલ અમેરિકાના સિનસિનાટીમાં રિટેલ કંપની ક્રોગરના કસ્ટમર ઓનલાઈન શૉપિંગ કરે છે, ત્યારે તેમનો સામાન કોઈ કર્મચારી નહીં પણ રોબોટ ઉઠાવે છે. ડલાસમાં ગેમિંગ અને રેસ્ટોરન્ટ ચેઈન ડેવ બસ્ટરમાં ગેમર્સ વેઈટરને બિલ ચૂકવવાના બદલે ફોન પર ઓર્ડર કરીને બિલ ચૂકવી શકે છે. એટલાન્ટા પાસે ચેકર્સના સ્ટોરમાં કારમાં બેઠેલા લોકો બર્ગર અને સેન્ડવિચનો અવાજ ઓળખનારી સિસ્ટમને ઓર્ડર આપી શકે છે. અમેરિકામાં મહામારી વચ્ચે ઉદ્યોગ ક્ષેત્રમાં, ખાસ કરીને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ઓટોમેશન વધ્યું છે. ગયા વર્ષે ફેક્ટરીઓ, ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ, હોટલો સહિત અન્ય વેપારમાં કામકાજ ચાલુ રાખવા ટેક્નોલોજીનો સહારો લીધો હતો. તેનાથી બેકારી વધવાનો ખતરો છે. ગયા વર્ષે એક સરવેમાં 43% વેપારી એકમોએ વર્કફોર્સમાં ઘટાડો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જૂના પગારે હવે કર્મચારીઓની ભરતીમાં આવી રહેલી મુશ્કેલીઓએ ઓટોમેશન વધાર્યું છે. મહામારીના સંકટના કારણે ટેક્નોલોજીમાં રોકાણથી ઉત્પાદકતા વધી શકે છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, ઓટોમેશનની આ લહેર નોકરીઓ ખતમ કરી શકે છે. કર્મચારીઓની સોદાબાજીની તાકાત પણ ઘટી રહી છે. બીજી તરફ, મહામારીમાં ઓટોમેશનનું સંશોધન કરતી ડેલહાઉસી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી વૉરમેન કહે છે કે, એકવાર કોઈ જોબ ઓટોમેશનમાં ગઈ તો તેની બહાલી કઠિન હોય છે. જોકે, વેપારી ગતિવિધિમાં તેજી આવવાથી વેઈટરો, હોટલ કર્મચારીઓ, રિટેલ સેલ્સ ક્લાર્ક અને સર્વિસ ઈન્ડસ્ટ્રીના બીજા ક્ષેત્રોમાં કર્મચારીઓની માંગ વધી છે. પહેલા આ ક્ષેત્રોના માલિકોએ કર્મચારીઓ ઘટાડાયા હતા. સરકાર પાસેથી નિયમિત ભથ્થા મળવાના કારણે હવે લોકો નોકરીની પસંદગી પોતાની રીતે કરવા લાગ્યા છે તે પણ હકીકત છે.

બીજી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ જેવી એટલાન્ટાના ચેકર્સનું વેચાણ પણ લૉકડાઉનમાં વધ્યું હતું, પરંતુ માંગ મુજબ કર્મચારીઓ ના મળ્યા. એટલે કંપનીએ રેસ્ટોરન્ટમાં વૉઈસ રેકગ્નિશન સિસ્ટમ લગાવી છે. ઓટોમેશન ફક્ત રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં જ નથી. હોટલો, રિટેલરો, મેન્યુફેક્ચરિંગ અને બીજા ક્ષેત્રોમાં પણ ઓટોમેશન વધ્યું છે. ગયા વર્ષે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 300 વૈશ્વિક કંપનીઓના સરવેમાં 43% વેપારીઓએ કહ્યું હતું કે, હવે અમે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ક ફોર્સ ઘટાડીશું.

મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના દારોન એસમોગલૂ કહે છે કે, ટેક્નોલોજીએ પ્રોડક્ટિવિટી વધુ વધાર્યા વિના કર્મચારીઓ ઘટાડી દીધા છે. તેમના એક રિસર્ચ પેપર પ્રમાણે, અમેરિકામાં છેલ્લા 40 વર્ષમાં ઓટોમેશનના કારણે પગારમાં અસમાનતા વધી છે. મહામારીએ આ ટ્રેન્ડ વધાર્યો છે. અનેક વેપારમાં ઓટોમેશનના કારણે પહેલેથી જ નોકરીઓ છીનવાઈ છે. આધુનિક સોફ્ટવેરોએ રેસ્ટોરન્ટ ચેઈનમાં ઓટોમેશન વધાર્યું છે. ગ્રોસરી બિઝનેસ રોજગારીનો મોટો સ્રોત હતું, પરંતુ ટેક્નોલોજીએ પરિવર્તન આણ્યું છે. હવે રોબોટ જ કેશિયર, સામાન રાખવાનું અને બીજા કામની જવાબદારી ઉઠાવે છે.

પહેલા જે લોકો હીરો હતા, તેમની જ છટણી
ઓટોમેશનના કારણે કર્મચારીઓની સ્થિતિ સુધરવાની શક્યતા ખતમ થઈ ગઈ છે. આ વર્ષે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પ્રકાશિત એક પેપરમાં જણાવાયું છે કે, મહામારીમાં ઓટોમેશન વધતાના ફક્ત અમેરિકા, પરંતુ દુનિયાભરમાં અસમાનતા વધશે. ગ્રોસરી કર્મચારીઓના યુનિયન યુનાઈટેડ ફૂડ એન્ડ કોમર્શિયલ વર્કર્સના પ્રેસિડેન્ટ માર્ક પેરોનનું કહેવું છે કે, છ મહિના પહેલા તમામ કર્મચારી જરૂરી મનાતા હતા. દરેક લોકો તેમને હીરો ગણતા, પરંતુ હવે તેમની જ છટણી થઈ રહી છે અને માલિકો પણ તેમનાથી પીછો છોડાવવા ઈચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...