ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:યુદ્ધ ચાલુ છતાં હિજરતીઓની વાપસી, દરરોજ 30000 યુક્રેનીઓ પાછા ફરે છે

પ્રાગએક મહિનો પહેલાલેખક: અનુરાગ શર્મા
  • કૉપી લિંક
  • સૌથી વધુ લોકો કીવ પાછા ફરી રહ્યા છે, તેમાં મહિલા-બાળકો વધુ

રશિયાના હુમલાને દોઢ મહિનો થયા બાદ યુક્રેનમાં શહેરોની સ્થિતિ બદલાવા લાગી છે. યુક્રેનીઓ સ્વદેશ પાછા ફરી રહ્યા છે. યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમિનિટ્રિયન અફેર્સ અનુસાર રોજ 30 હજાર લોકોથી વધુ યુક્રેન પાછા ફરી રહ્યા છે. આ શરણાર્થી અત્યાર સુધી પ.યુક્રેન અને પાડોશી દેશમાં રહી રહ્યા હતા. યુક્રેનના વયસ્ક પુરુષો પર દેશ છોડવા પર પ્રતિબંધને કારણે પાછા ફરનારાઓમાં મહિલાઓ અને બાળકો વધુ છે.

રશિયાની સેના કીવ અને તેની આજુબાજુના વિસ્તારોથી વાપસી કરી રહી છે. એટલા માટે સૌથી વધુ યુક્રેની હવે કીવ પાછા ફરી રહ્યા છે. લોકો માને છે કે બીજી જગ્યાએ શરણાર્થી બનીને રહેવા કરતા સ્વદેશ પરત ફરવું સારું. પ્રાગ નિવાસીએ યુક્રેની સ્કૂલ શિક્ષકે કહ્યું કે શરણાર્થી બનવામાં સમસ્યા છે. સ્કિલવાળી જોબ મળતી નથી, લોકો ઓછા પૈસે કામ કરવા મજબૂર થાય છે. લોકો વાપસી કરી ઘર-બિઝનેસ ફરી પગભર કરવાની ઈચ્છા ધરાવે છે.

પડકાર: સપ્લાય સિસ્ટમ ઠપ, ભોજન-પાણીની વ્યવસ્થા કરવી પડશે
યુએન કોઓર્ડિનેશન ઓફિસ અનુસાર યુક્રેનમાં વાપસી કરનારા લોકોની સંખ્યા આવનારા દિવસોમાં વધશે. તેનાથી યુક્રેનમાં રાહતકર્મીઓ અને સંગઠન માટે પડકાર ઊભા થશે. જે લોકો પાછા નહીં ફરી શકે તેમના માટે હોસ્ટ ફેમિલી શોધવી, દવાઓ અને ભોજન જેવી જરૂરી વસ્તુઓ એકત્રિત કરવી પડશે. હુમલાને કારણે ડિસ્ટ્રિબ્યુશન અને સપ્લાય સિસ્ટમ લગભગ ઠપ છે. ભોજન-પાણીની ઉપલબ્ધતા પર અસર થશે. જ્યાં હુમલા થઇ રહ્યા નથી ત્યાં સ્થિતિ સામાન્ય થવામાં લાંબો સમય લાગશે.

મારિયુપોલ: યુક્રેને સરેન્ડર કરવાના રશિયાના અલ્ટીમેટમની અવગણના કરી
રશિયાએ રવિવારે યુક્રેની સૈનિકોને મારિયુપોલમાં હથિયાર નાખવા અલ્ટીમેટમ આપ્યું.યુક્રેની સેનાએ સરેન્ડર કરવા ઈનકાર કરી દીધો. યુક્રેનના સૈનિકો આજોવ સાગરના કિનારે એક મોટા સ્ટીલ પ્લાન્ટમાં છુપાયા છે.

મારિયુપોલનો કિલ્લો ધ્વસ્ત થશે તો પૂર્વ યુક્રેન રશિયાના હાથમાં જશે

  • મારિયુપોલ આજોવ સાગરનું બંદર છે. મારિયુપોલનો કિસ્સો ધ્વસ્ત થતા રશિયાને પોતાની સીમા નજીકના પૂર્વ યુક્રેન પર કબજો કરવામાં સરળતા.
  • લગભગ 1 લાખની વસતી હજુ પણ મારિયુપોલમાં રહે છે. અહીં આશરે 400 વિદેશી લડાકૂ યુક્રેનની તરફેણમાં લડી રહ્યા છે.

આજોવ રેજિમેન્ટના કમાન્ડર બાઈલેટસ્કી ગુમ
આજોવ રેજિમેન્ટ અતિરાષ્ટ્રવાદી લડાકૂઓની સેના છે. તે શ્વેત આધિપત્યની સમર્થક છે. પુટિને યુક્રેન હુમલાના સમયે આજોવ રેજિમેન્ટને જ નાજી ગણાવ્યા હતા. આ રેજિમેન્ટના કમાન્ડર આન્દ્રેઈ બાઈટેસ્કી હાલ ગુમ છે. બાઈલેટસ્કી એસએનએ પાર્ટીને ચલાવે છે. યુક્રેની સરકાર આજોવ રેઝિમેન્ટને ફંડ આપે છે.

અન્ય સમાચારો પણ છે...