બલૂચિસ્તાનમાં બસ ખીણમાં પડી, 39નાં મોત:રેસ્ક્યુ ટીમે બાળક સહિત 3 લોકોને બચાવ્યા; 48 મુસાફરો સવાર હતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક બસ ખીણમાં પડી. તેના પછી તાત્કાલિક બસમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 39 લોકોનાં મોત થયાં હતાં. 'ડોન'ના રિપોર્ટ અનુસાર, ઘટના લસબેલા જિલ્લામાં ઘટી. બસમાં લગભગ 48 લોકો સવાર હતા. લાસબેલા અસિસ્ટિન્ટ કમિશનર હમજા અંજુમે કહ્યું હતું કે દુર્ઘટના ખૂબ ભયાનક હતી. તેમાં મરનારની સંખ્યા વધી શકે છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે ઘટના શનિવાર-રવિવાર રાતે 2.15 આસપાસ બની હતી. બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. સ્પીડ વધુ હોવાને કારણે બ્રિજ સાથેના પિલર સાથે અથડાઈ અને ખીણમાં પડી ગઈ. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે અત્યાર સુધી એક મહિલા, એક બાળક સહિત 3 લોકોના જીવ બચાવ્યા હતા.

સૌથી પહેલા ઘટનાની તસવીર જુઓ...

આગ ઓલવવા બે કલાક લાગ્યા
અકસ્માતની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. એક ફાયરકર્મીએ કહ્યું કે આગ ભયાનક હતી. આગ કાબૂ કરવા કર્મચારીઓને ખૂબ મુશ્કેલ પડી હતી. લગભગ 2 કલાકની ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...