મહારાણીને યાદ કરીને લોકો રડવા લાગ્યા:લંડન પહોંચ્યા કિંગ ચાર્લ્સ-ત્રીજા; બર્કિંગહામ પેલેસની બહાર જબરી ભીડ, ક્વીન એલિઝાબેથને ગન સેલ્યૂટ અપાઈ

લંડન3 મહિનો પહેલા
 • પ્રોટોકોલ મુજબ અંતિમસંસ્કારની તૈયારીઓ ચાલે છે

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થઈ ગયું છે. તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ બ્રિટનનું શાસન સંભાળ્યું હતું. 8 સપ્ટેમ્બરે તેમના નિધન થયા પછી પ્રોટોકોલ મુજબ અંતિમસંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તરફ કિંગ ચાર્લ્સ-ત્રીજા અને ક્વીન કંસોર્ટ કેમિલા લંડન પહોંચ્યાં છે. મહારાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે બર્કિંગહામ પેલેસની બહાર મોટી સંખ્યામાં ભીડ ઊમટી છે. કિંગ ચાર્લ્સે લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન લોકો મહારાણીને યાદ કરીને રડતા દેખાયા હતા.

બર્કિંગહામ પેલેસની બહાર લોકો ઉમટ્યા
બર્કિંગહામ પેલેસની બહાર લોકો ઉમટ્યા

ક્વિન એલિઝાબેથનું અંતિમ સંસ્કાર શાહી પરંપરા પ્રમાણે, 10માં દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી પરંપરાઓ 12 દિવસ સુધી ચાલશે. ભારત સરકારે પણ ક્વિન એલિઝાબેથના નિધન પર એક દિવસ માટે એટલે કે 11 સપ્ટેમ્બરે શોકની ઘોષણા કરવામાં આવી છે.

સ્કોટલેન્ડના બાલ્મોરલ કૈસલથી તેમનો પાર્થિવ દેહ લંડન લાવવામાં આવશે. જ્યાં વેસ્ટમિન્સ્ટર યેબેમાં અંતિત સંસ્કાર થશે. ક્લિન એલિઝાબેથને પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે.

પેલેસની બહાર બૂકે મૂકીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
પેલેસની બહાર બૂકે મૂકીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

96 રાઉન્ડ ફાયરિંગથી શાહી ગન સૈલ્યૂટ આપવામાં આવી
અંતિંમ સંસ્કારથી જોડાયેલી પરંપરાઓ પ્રમાણે દિવંગત ક્વિનને શુક્રવારે શાહી ગન સૈલ્યૂટ આપવામાં આવી હતી. ક્વિન 96 વર્ષના હતા. જેનાં કારણે તેમને 96 રાઉન્ડની ફાયરિંગ કરીને ગન સૈલ્યૂટ આપવામાં આવી હતી.

અંતિમ સંસ્કાર પહેલા, રાણીના પાર્થિવ દેહને ચાર દિવસ માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે જેથી સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.
અંતિમ સંસ્કાર પહેલા, રાણીના પાર્થિવ દેહને ચાર દિવસ માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે જેથી સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.
18મી સદીથી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કોઈ રાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. જો કે, 2002માં અહીં રાણીના માતાના અંતિમ સંસ્કાર થયા હતા.
18મી સદીથી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કોઈ રાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. જો કે, 2002માં અહીં રાણીના માતાના અંતિમ સંસ્કાર થયા હતા.

સ્કોટલેન્ડથી લંડન સુધીની મહારાણીની છેલ્લી યાત્રા
ક્વીન એલિઝાબેથનો પાર્થિવ દેહ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલથી લંડનના બકિંગહામ પેલેસ પહોંચશે. ત્યાંથી તેને વેસ્ટમિન્સ્ટર હોલ લાવવામાં આવશે. આ દરમિયાન સૈન્ય પરેડ થશે. આ યાત્રામાં રાજવી પરિવારના સભ્યો પણ સામેલ થશે.

પાંચમા દિવસે પાર્થિવ દેહ વેસ્ટમિન્સ્ટર હોલમાં પહોંચશે

 • મહારાણીના મૃત્યુના બીજા દિવસે એટલે કે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે સેન્ટ જેમ્સ પેલેસમાં રાજા ચાર્લ્સને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવશે.
 • શોક સંદેશ પર સંમત થવા માટે સંસદની બેઠક મળશે. અન્ય તમામ સંસદીય કામકાજ 10 દિવસ માટે સ્થગિત રહેશે. સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં શ્રદ્ધાંજલિ આપશે.
 • ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગે વડાપ્રધાન અને કેબિનેટ નવા પ્રિન્સ સાથે જનતાને સંબોધન કરશે.
 • સરકાર રાષ્ટ્રીય શોકના સમયગાળાની પુષ્ટિ કરશે. 12 દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે.
 • વેસ્ટમિન્સ્ટર એબી, સેન્ટ પોલ કેથેડ્રલ અને વિન્ડસર કેસલમાં લગાવેલ મોટો ઘંટ વગાડીને શોક વ્યક્ત કરવામાં આવશે. મહારાણીને બંદૂકની સલામી આપવામાં આવશે.
 • હાઇડ પાર્કમાં રાણીના જીવનના દરેક વર્ષની યાદમાં 96 વખત ફાયર કરવામાં આવશે.
 • નવા રાજા દેશને ટીવી પર સંબોધન કરશે. તેઓ નવા રાજા તરીકે મહારાણીને શ્રદ્ધાંજલિ આપશે.
 • બીજા દિવસે મહારાણીનું તાબૂત બકિંગહામ પેલેસ પરત આવશે. તેમના પાર્થિવ દેહને બાલ્મોરલથી શાહી ટ્રેન અથવા વિમાન દ્વારા લંડન લઈ જવામાં આવશે. આ દરમિયાન બ્રિટિશ પીએમ અને કેબિનેટ પેલેસમાં હાજર રહેશે.
 • ત્રીજા દિવસે કિંગ ચાર્લ્સ યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેશે. સ્કોટિશ સંસદથી શરૂઆત થશે. ત્યારબાદ તેઓ એડિનબર્ગમાં સેન્ટ ગિલ્સ કેથેડ્રલની મુલાકાત લેશે.
 • ચોથા દિવસે, મહારાણી એલિઝાબેથના મૃતદેહને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર હોલમાં લઈ જવા માટે રિહર્સલ કરવામાં આવશે.
 • મહારાણી એલિઝાબેથના પાર્થિવ દેહને પાંચમા દિવસે બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર હોલમાં ખસેડવામાં આવશે.
 • છઠ્ઠા દિવસે અંતિમ સંસ્કારનું રિહર્સલ કરવામાં આવશે.
 • સાતમા દિવસે, કિંગ ચાર્લ્સ વેલ્સની સંસદમાં બીજી શોક પ્રસ્તાવ પ્રાપ્ત કરવા માટે વેલ્સ જશે. તેઓ કાર્ડિફમાં લિયાનડાફ કેથેડ્રલની પણ મુલાકાત લેશે.
 • 10માં દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. વિન્ડસર કાસલ ખાતે સમારોહ બાદ કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં રાણીને દફનાવવામાં આવશે.
 • 10મો દિવસ 'રાષ્ટ્રીય શોક દિવસ' હશે. જો તે દિવસે રજા ન હોય તો કંપનીઓ નક્કી કરી શકશે કે કર્મચારીઓને બોલાવવા કે નહીં.

પહેલા જ થઈ ગયુ હતુ ડી ડેનું પ્લાનિંગ
રાણીના મૃત્યુના દિવસે 'ડી ડે'નું સમગ્ર પ્લાનિંગ પહેલેથી જ થઈ ગયું હતું. વર્ષ 2021માં કેટલાક દસ્તાવેજો લીક થયા હતા, જેમાં અંતિમ સંસ્કારની તૈયારીઓનો સીક્રેટ પ્લાન હતો. ઓપરેશન લંડન બ્રિજ મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્લાનિંગ મુજબ રોયલ ફેમિલીની વેબસાઈટનું પેજ બ્લેક કરવામાં આવ્યું છે. મહારાણીના મૃત્યુ પછી 10 મિનિટની અંદર વ્હાઇટહોલના ધ્વજ અડધા ઝુકાવવાનો ઉલ્લેખ
આ ઓપરેશનમાં કરવામાં આવ્યો હતો. ઓપરેશન સ્પ્રિંગ ટાઇડમાં પ્રિન્સ ચાર્લ્સની તોજપાશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

રોયલ સ્ટાન્ડર્ડમાં લપેટનામાં આવશે મહારાણીનુ તાબૂત

મહારાણી એલિઝાબેથના પાર્થિવ શરીરને તાબૂતમાં રાખીને એબેમાં લઈ જવાશે. આ તાબૂતને રોયલ સ્ટાન્ડર્ડ- એક બાજુથી શાહી કપડામાં લપેટીને વેસ્ટમિંસ્ટર હોલ લઈ જવાશે. ત્યાં પહોંચ્યા બાદ તાબૂત પર ઈમ્પીરિયલ સ્ટેટ ક્રાઉન રાખવામાં આવશે. રાજાશાહીના પ્રતિક ઓર્બ અને સ્કેપ્ટર પણ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...