તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ સિનેટમાં 8 ફેબ્રુઆરીથી મહાભિયોગ પર સુનાવણી થશે, જોકે પ્રક્રિયા વાસ્તવમાં આજે એટલે કે સોમવારથી શરૂ થઈ જશે. સંસદનું નીચલું સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ(HOR) મહાભિયોગની કોપી ઉચ્ચ સદન સિનેટને મોકલવામાં આવશે.એ પછી બંને સદન મહાભિયોગની તૈયારી શરૂ કરે છે.
અમેરિકાના લોકતંત્રના 231 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ બીજી વખત મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે. HORમાં પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. સિનેટના મેજોરિટી લીડર ચક શૂમરે આ માહિતી આપી છે. હવે નજર સિનેટના નિર્ણય પર છે. ચાર સવાલ દ્વારા સમજીએ આગળ શું થશે...
પ્રથમ સવાલઃ ટ્રાયલ વાસ્તવમાં ક્યારે શરૂ થશે ?
25 જાન્યુઆરીઃ HOR મહાભિયોગ પ્રસ્તાવની કોપી સિનેટને મોકલશે.
26 જાન્યુઆરીઃ ટ્રમ્પ હવે પૂર્વ રાષ્ટ્રપતિ છે, આ કારણે હવે સિનેટર્સની એક કમિટી જ જજની ભૂમિકામાં હશે. તેના માટે તેમણે શપથ પણ લેવા પડશે. આ એટલા માટે કરવામાં આવે છે, કારણ કે રાજકીય વિચારધારામાં અંતરના આધારે ભેદભાવ ન કરવામાં આવે. પછીથી ટ્રમ્પને સમન્સ પાઠવવામાં આવશે. પ્રારંભિક તબક્કે ટ્રમ્પના વકીલ તેમનો પક્ષ રજૂ કરશે. પછી તેઓ પોતે જ રજૂ થઈ શકે છે.
8 ફેબ્રુઆરીઃ આગામી સોમવારે ટ્રમ્પ મહાભિયોગના પ્રસ્તાવ પર વકીલો દ્વારા પક્ષ રજૂ કરશે.
9 ફેબ્રુઆરીઃ આગામી મંગળવારે સિનેટ પોતાનો જવાબ રજૂ કરશે. એ પછી ટ્રાયલ શરૂ થશે.
બીજો સવાલઃ શું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તેમાં સામેલ થશે ?
સૌથી મોટો સવાલ એ છે કે અંતે મહાભિયોગ કોની દેખરેખમાં થશે ? બંધારણ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે બંધારણીય રીતે મહાભિયોગની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોબ રોબર્ટ્સે કરી હતી. હવે ટ્રમ્પ પૂર્વ રાષ્ટ્રપતિ થયા એટલે ચીફ જસ્ટિસ આ મામલાને જોઈ શકતા નથી. તેને સિનેટ પોતે જ જોશે, જોકે એક્સપર્ટનો મત અલગ-અલગ છે.
ત્રીજો સવાલઃ ટ્રાયલ ક્યાં સુધી ચાલી શકે છે ?
એક્સપર્ટનું માનવું છે કે આ ટ્રાયલ ટ્રમ્પના ગત વર્ષના ટ્રાયલની સરખામણીમાં ઓછી ચાલશે, જે લગભગ ત્રણ સપ્તાહ સુધી ચાલી હતી. ટ્રમ્પ પર 18 ડિસેમ્બર 2019ના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે મહાભિયોગ લગાવ્યો હતો. ટ્રમ્પ પર બે આરોપ હતા. પ્રથમ- 2020માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિરોધી જો બાઈડનની છબી ખરાબ કરવા માટે યુક્રેન પાસેથી મદદ માંગી અને બીજો- સંસદના કામમાં અડચણ નાખવાની કોશિશ કરી. ટ્રમ્પની વિરુદ્ધ પ્રથમ મહાભિયોગની કાર્યવાહી જાન્યુઆરી 2020માં થઈ હતી.
ચોથો સવાલઃ કેસ ચલાવનાર અને બચાવ કરનાર કોણ હશે ?
9 ડેમોક્રેટિક સાંસદ સિનેટ ટ્રાયલ દરમિયાન અભિયોજન પક્ષના રૂપમાં કામ કરશે. ટીમનું નેતૃત્વ બધારણીય કાયદા એક્સપર્ટ જેમી રસ્કિન કરશે. તેમાં ડેવિડ સિસિલીન, જોકિન કાસ્ત્રો, ડાયના ડિગેટ, મેડલિન ડીન, ટેડ લિઉ, જો નેગ્યુસ, સ્ટેસી પ્લાસ્કેટ અને અરિક સ્વાવેલ સામેલ છે. ટ્રમ્પની વિરુદ્ધ ગત મહાભિયોગ દરમિયાન નવમાંથી કોઈપણ ન હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આગામી મહાભિયોગના કેસમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ કેરોલિનાના વકીલ બૂચ બોવર્સની નિમણૂક કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.