તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Process Of Enacting Tougher Laws Against Big Tech Companies In The US Will Speed Up, Biden Also Hinted

સોશિયલ મીડિયા:અમેરિકામાં મોટી ટેક કંપનીઓ વિરુદ્ધ આકરા કાયદા બનાવવાની પ્રક્રિયા તેજ થશે, બાઈડેને પણ સંકેત આપ્યા

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકના પક્ષમાં બે કેસ ફગાવ્યા પછી જૂના કાયદા પર નવેસરથી વિચારની આશા
  • નિયામક એજન્સીઓને વધુ અધિકાર આપવાના સૂચનો પર વિચાર

ગયા સપ્તાહે ફેસબુક વિરુદ્ધ બે કેસ ફગાવી દીધા પછી મોટી ટેક્નોલોજી કંપનીઓને કાબુમાં રાખવાનો મુદ્દો ફરી ગરમાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ચુકાદાથી આ કંપનીઓ વિરુદ્ધ આકરા કાયદા બનાવવાની પ્રક્રિયા તેજ થશે. પ્રમુખ જો બાઈડેનની સરકારના અધિકારી પણ કહી ચૂક્યા છે કે, હાલનો પ્રતિસ્પર્ધા કાયદો (એન્ટિ ટ્રસ્ટ) જૂનો થઈ ચૂક્યો છે. મોટી ટેક કંપનીઓના એકાધિકાર કાબુમાં રાખવા ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સાંસદ એકમત છે. સોમવારે વૉશિંગ્ટનની ફેડરલ જિલ્લા કોર્ટે બે અરજી ફગાવી દીધી.

કોર્ટે કહ્યું કે, દિગ્ગજ મીડિયા કંપની એકાધિકાર રાખીને વેપાર કરે છે. આ ચુકાદા પછી ફેસબુકે પોતાની સહાયક કંપનીઓ વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને જુદો દરજ્જો નહીં આપવો પડે. ટીકાકારોને આશા છે કે, આ ચુકાદો એન્ટિ ટ્રસ્ટ કાયદામાં ફેરફારનો માર્ગ મોકળો કરશે. જોકે, ફેસબુકની મુશ્કેલીઓ હજુ ખતમ નથી થઈ. વેપારી પ્રતિસ્પર્ધા પર નજર રાખતી એજન્સી ફેડરલ ટ્રેડ કમિશન 30 દિવસમાં સંશોધિત ફરિયાદ નોંધાવી શકે છે. આમ તો બાઈડેન મોટી ટેક કંપનીના બે ટીકાકાર લીના ખાન અને ટિમ વૂને મહત્ત્વના હોદ્દા પર નિયુક્ત કરીને પોતાના વલણનો સંકેત આપી ચૂક્યા છે. યુવા વકીલ ખાન મોટી ટેક કંપનીઓ વિરુદ્ધ ઘણાં વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છે. માર્ચમાં બાઈડેને મોટી ટેક કંપનીઓના અન્ય એક ટીકાકાર ટિમ વૂને પણ ટેક્લોલોજી અને પ્રતિસ્પર્ધા નીતિ પર વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. 2013થી 2019 વચ્ચે પ્રમુખ ઓબામાની સરકારમાં એન્ટિ ટ્રસ્ટ આસિસ્ટન્ટ એટર્ની જનરલ રહી ચૂકેલા બિલ બેર કહે છે કે, આ ચુકાદાથી અનેક ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદોની ધારણા વધુ મજબૂત થઈ છે કે, મોટી કંપનીઓ સંબંધિત હાલના કાયદા અપૂરતા છે.

તેમના એકાધિકાર વિરુદ્ધ આપણા 100 વર્ષ જૂના કાયદા બદલવાની ગતિ હવે વધશે. આ ચુકાદા પછી સેનેટર એલિઝાબેથ વૉરેને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ઈન્ટરનેટ પર દરેક લોકો જાણે છે કે, ફેસબુક પાસે એકાધિકારની તાકાત છે. વૉરેને 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીના અભિયાનમાં કંપની તોડવાનું વચન આપ્યું હતું.

ફેસબુક વિરુદ્ધ કોર્ટમાં એફટીસીએ કહ્યું હતું કે, માર્કેટમાં કંપનીનો શેર 60%થી વધુ છે, પરંતુ એફટીસી પોતાના દાવાના સમર્થનમાં પૂરતા પુરાવા આપી ના શકી. એફટીસીને વધુ પુરાવા સાથે ફરી ફરિયાદ કરાવવી પડશે. જોકે, સરકાર અને સંસદમાં ટેક કંપનીઓના ટીકાકારો નિયમો સંપૂર્ણ બદલવા ઈચ્છે છે, જેથી ટેક દિગ્ગજો વિરુદ્ધ કાર્યવાહીની તમામ મુશ્કેલીઓ ખતમ થાય. બીજી તરફ, અમેરિકન સંસદ ફેસબુક, એમેઝોન, ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓને કાબુમાં લેવા નિયામક એજન્સીઓને વધુ અધિકાર આપવાના સૂચનો પર વિચાર કરી રહી છે.

એફટીસીના પ્રમુખ લીના ખાનનું આકરું વલણ
પ્રમુખ જો બાઈડેને 32 વર્ષીય કાયદાવિદ્ લીના ખાનને એફટીસીના વડા બનાવીને એવો સંકેત આપ્યો છે કે, મારું વલણ મોટી ટેક કંપનીઓ પ્રત્યે સહાનુભૂતિભર્યું નહીં હોય. ખાને 2017માં એક રિસર્ચ પેપરમાં કહ્યું હતું કે, ટેક ઈન્ડસ્ટ્રીના એકાધિકારને ફક્ત કન્ઝ્યુમર મૂલ્યોમાં વધારાથી ના પારખવું જોઈએ. અમેરિકન કાયદામાં એકાધિકારના નુકસાન શોધવા માટે મૂલ્યો માપદંડ છે. ખાનની દલીલ હતી કે, મોટી ટેક કંપનીઓના દોરમાં આ કાયદા જૂના છે. ઉદાહરણ તરીકે, એમેઝોન બજાર પર પ્રભુત્વ જમાવીને ગ્રાહકોને ઓછી કિંમતે ચીજવસ્તુ વેચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...