વીડિયો:જાપાનની આ એક કેરીની કિંમત છે 21 હજાર રૂપિયા, જાણો દુનિયાની સૌથી મોંઘી કેરી વિશે

એક મહિનો પહેલા

શું તમે ક્યારેય 21 હજાર રૂપિયાની એક કેરી વિશે સાંભળ્યું છે? હા ખરેખર, જાપાનમાં તઇયો નો તમાંગો નામની એક કેરી 21 હજાર રૂપિયાની કિંમતે વેચાય છે. આ કેરી જાપાનમાં મળતી મોંઘી કેરીની વેરાઇટીઓમાંથી એક છે. આ કેરી થોડાક દિવસો પહેલાં જ 2,17,000 રૂપિયામાં એક કિલો વેચાઇ હતી. જોકે, સૌથી મોંઘી કેરીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટોપ એન્ડ મેન્ગો કેરીના નામે છે. વર્ષ 2001માં ટોપ એન્ડ મેંગો નામની એક ડઝન કેરી 15 લાખ રૂપિયામાં વેચાઈ હતી. તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મળતી કોહિતૂર નામની કેરી પણ મોંઘી છે. કોહિતૂર નામની કેરી એક નંગ 1500 રૂપિયાની સુધીની કિંમત વેચાય છે. મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નૂરજહાં નામની કેરી તેની સાઇઝ અને મીઠાશ માટે પ્રખ્યાત છે. નૂરજહાં નામની એક કેરીની કિંમત 300થી 500 રૂપિયા હોય છે.

અન્ય સમાચારો પણ છે...