એક ટિવી શોમાં કટ્ટરપંથીના પાઠ શીખવાડનાર અદનાન ઓક્તારને સૌથી લાંબી સજા મળી છે. તુર્કી કોર્ટે ક્રૂર, હેવાન એવા અદનાન ઓક્તારને 8, 658 વર્ષની જેલની સજા સંભળાવી છે. અદનાન ટીવી શોમાં મહિલાઓ સાથે ડાંસ પણ કરતો હતો. પ્લાસ્ટિક સર્જરી કરાવી સગીરાઓ પર બળાત્કાર કરતો હતો. આ પહેલા પણ ઓક્તારને 1,075 વર્ષની કોર્ટે સજા સંભળાવી હતી. અદનાન ગુનાહિત ગેંગ ચલાવવી, રાજકીય અને લશ્કરી જાસૂસીમાં સામેલ થવું અને સગીરાઓનું જાતીય શોષણ કરવાના કૃત્યો કરતો હતો. વર્ષ 2018માં પણ અદનાનના એક વિલા પર પોલીસે દરોડા પાડી અનેક ઈસ્લામિક સમર્થકોની ધરપકડ કરી હતી. પોલીસે ખુલાસો કર્યો હતો કે તે ઈસ્લામિક પંથના નેતા તરીકે એક કટ્ટરપંથીના પાઠ શીખવાડે છે. આરોપમાં અમેરિકા સ્થિત મુસ્લિમ સ્કૉલર ફતુલ્લાહ ગુલેનના નેટવર્કનું સમર્થન કરવાનું પણ સામેલ છે. જેના પર તુર્કીએ 2016માં એક નિષ્ફળ તખ્તાપલટના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. અદનાન ઓક્તારને તે વખત 1,075 વર્ષની સજા સંભળાવાઈ હતી. પરંતુ, ઉપલી કોર્ટે તેને બદલી નાખી હતી. સ્થાનિક મીડિયા અનુસાર બીજી વખત સુનાવણી દરમિયાન ઈસ્તાનબુલની હાઈ ક્રિમિલન કોર્ટે યૌન શોષણ અને બંદી બનાવી રાખવાના ગુનામાં ઓક્તારને 8 હજાર 658 વર્ષની જેલની સજા સંભળાવી છે.
જજને કહ્યું મારી 1 હજાર ગર્લફ્રેન્ડ્સ એક ન્યૂઝ એજન્સીના મતે તુર્કીની કોર્ટમાં અદનાન ઓક્તારે અનેક ખુલાસાઓ કર્યા છે. વિશ્વની સૌથી લાંબી સજા મેળવનાર અદનાને સુનાવણી દરમિયાન કોર્ટમાં જજ સમક્ષ કબૂલ કર્યું કે તેમની એક હજાર ગર્લફ્રેંડ્સ છે. આટલું જ નહીં, અદનાને અનેક રાજકીય અને દર્દનાક યૌન શોષણના અપરાધનો ખુલાસો કર્યો છે. અદનાનના ઘરેથી પોલીસને 69 હજાર જેટલી ગર્ભનિરોધક મેડિસીન મળી હતી. અદનાન ઓક્તાર 1990માં પ્રથમવાર વિશ્વની સામે આવ્યો હતો અને તે એક ધાર્મિક નેતા તરીકે ઓળખાતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.