• Gujarati News
  • International
  • The Possibility Of Intelligence Agency Involvement In The Leak Scandal; Imran Khan Can Benefit From This

PAKમાં ઓડિયો લીક કેસમાં તપાસ કમિટીની રચના:લીક કૌભાંડમાં ગુપ્તચર એજન્સીની સંડોવણીની શક્યતા; આનો ફાયદો ઈમરાન ખાનને મળી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનની ઘણી રાજકીય હસ્તીઓની વાતચીતનો ઓડિયો લીક થવાને કારણે હોબાળો મચી ગયો છે. PMOમાં થયેલી વાતચીતની કુલ ચાર ઓડિયો-ક્લિપ સામે આવી છે, જે 100 કલાકથી પણ વધુ લાંબી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ લીક સાથે સંકળાયેલા છે. આ ઓડિયો તેમની તત્કાલિક પ્રિન્સિપલ સેક્રેટરી આઝમ ખાન સાથે વાત કરતી વખતે લીક થયો હતો.

ઈમરાન ખાને કહ્યું- આ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે
ઈમરાન ખાને કહ્યું હતું કે PM હાઉસ પર તેમની અને આઝમ વચ્ચેની વાતચીત લીક થવી રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે. આ દેશ માટે જોખમ છે. ઓડિયો-ક્લિપ લીક થયા પછી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાને શાહબાઝના રાજીનામાની માગ કરી છે.

કેબિનેટે તપાસ ટીમને કથિત ઓડિયો કૌભાંડ પાછળ ઈમરાન અથવા તેના પક્ષના નેતાઓની ભૂમિકાની તપાસ કરવા કહ્યું છે.
કેબિનેટે તપાસ ટીમને કથિત ઓડિયો કૌભાંડ પાછળ ઈમરાન અથવા તેના પક્ષના નેતાઓની ભૂમિકાની તપાસ કરવા કહ્યું છે.

આ ગંભીર ભૂલ છેઃ શાહબાઝ
વડાપ્રધાન શાહબાઝ શરીફે આ કેસની તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરી છે. શાહબાઝે કહ્યું હતું કે આ એક ગંભીર ભૂલ છે. જો આમ જ રહેશે તો PM હાઉસમાં વડાપ્રધાનને મળવા કોણ જશે? લોકો 100 વાર વિચારશે. શાહબાઝે એમ પણ કહ્યું હતં કે આ તેમને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર છે.

વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. શાહબાઝે કહ્યું કે આ ગંભીર ભૂલ છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. શાહબાઝે કહ્યું કે આ ગંભીર ભૂલ છે.

રાજનૈતિક વિશ્લેષક ઈમ્તિયાઝ ગુલના મુજબ, ઓડિયો લીક થવી એ ઈમરાન ખાનના પક્ષમાં છે. તેમને આમાંથી રાજકીય લાભ મળવાની અપેક્ષા છે. ગુલે કહ્યું હતું કે PMOમાંથી લીક થયેલી ઓડિયો-ક્લિપ્સ પાછળ હાઇપ્રોફાઈલ ઈન્ટેલિજન્સ એજન્સીઓનો હાથ હોઈ શકે છે. લીકનો હેતુ નેતાઓને તેમની રાજકીય મર્યાદામાં રહેવાની ચેતવણી આપવાનો હોઈ શકે છે.

ઓડિયો લીકમાં ભારતનો પણ ઉલ્લેખ
એક ઓડિયો લીકમાં ભારતનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમાં શરીફ અને એક સરકારી અધિકારી ભારતમાંથી ઔદ્યોગિક મશીનરીની આયાત અંગે ચર્ચા કરી રહ્યા છે તેમજ એક અન્ય ક્લિપમાં મરિયમ અને શરીફ વચ્ચે પૂર્વ નાણામંત્રી ઈસ્માઈલના કાર્યને લઈ વાતચીત થઈ રહી છે. ઈસ્માઈલે ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.

ઇમરાને કહ્યું કે વડાપ્રધાન આવાસ પર તેમની અને આઝમ વચ્ચેની વાતચીત લીક થવીએ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે.
ઇમરાને કહ્યું કે વડાપ્રધાન આવાસ પર તેમની અને આઝમ વચ્ચેની વાતચીત લીક થવીએ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે.

ઓડિયો લીક કેસમાં તપાસ કરવામાં આવશે
કેબિનેટે તપાસ કમિટીને કહ્યું છે કે ઓડિયો કૌભાંડ પાછળ ઈમરાન અથવા તેમની પાર્ટીના નેતાઓની ભૂમિકાની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત PMO તરફથી અમેરિકામાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસને આપવામાં આવેલો મેસેજ ગાયબ થઈ ગયો છે, જેના આધારે ઈમરાન અમેરિકાની દખલગીરીનો આરોપ લગાવી રહ્યા છે.

PM હાઉસમાં હવે ફોન લઈ જવાની પરવાનગી નહીં
વિશેષ કમિટીએ PM હાઉસની તપાસ કરી છે. વડાપ્રધાન આવાસ અને કાર્યાલયના કર્મચારીઓ તેમજ અધિકારીઓને મોબાઈલ ફોન ડેટા અને લેપટોપની નજર રાખી રહ્યા છે. કોઈપણ કર્મચારી અને અધિકારીને મોબાઈલ ફોન આવાસમાં લઈ જવાની પરવાનગી નથી.

અન્ય સમાચારો પણ છે...