અમેરિકાના લોસ એન્જલસના પૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બન્યા છે. અમેરિકાના સેનેટે (સંસદનું અપર હાઉસ) તેમના નામ પર મહોર લગાવી દીધી છે. ખરેખરમાં, ભારતમાં અમેરિકાના રાજદૂતનું પર છેલ્લા બે વર્ષથી ખાલી હતું. આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે આ પદ આટલા લાંબા સમયથી ખાલી રહ્યું હોય.
આ પહેલા, કેનેથ જસ્ટર ભારતમાં યુએસના છેલ્લા રાજદૂત હતા, જેમને યુએસ સરકારે જાન્યુઆરી 2021માં પાછા બોલાવ્યા હતા. તે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ગાર્સેટ્ટીને નોમિનેટ કર્યા હતા.
ગાર્સેટ્ટીએ કહ્યું - જો બાઈડેન અને વ્હાઇટ હાઉસનો આભારી છું
નોમિનેશન મંજૂર થયા પછી, એરિક ગાર્સેટીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ પદ લાંબા સમયથી ખાલી હતું અને તેને ભરવાની જરૂર હતી. હું સેનેટના આ નિર્ણય સાથે સંમત છું અને હું ખુશ છું. ગાર્સેટ્ટીએ વધુમાં કહ્યું કે હું રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વ્હાઇટ હાઉસનો આભારી છું અને હું આ પદ પર મારી સેવા શરૂ કરવા માટે તૈયાર અને ઉત્સુક છું.
બાઈડેને એરિક ગાર્સેટ્ટીની નિમણૂકની જાહેરાત કરી
ભારતમાં યુએસ એમ્બેસેડર કેનેથ જસ્ટરે જાન્યુઆરી 2021માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ બાઈડેને ભારતમાં અમેરિકી રાજદૂત માટે એરિક ગાર્સેટ્ટીની નિમણૂકની જાહેરાત કરી. જો કે, યુએસ સંસદ સેનેટમાં આ બાબત પર મતદાન કરી શકાયું ન હતું, કારણ કે સંસદમાં શાસક પક્ષ ડેમોક્રેટિક પાર્ટી પાસે પૂરતું સમર્થન ન હતું.
એરિક ગાર્સેટી કોણ છે?
એરિક ગાર્સેટીનો જન્મ 4 ફેબ્રુઆરી, 1971ના રોજ લોસ એન્જલસમાં થયો હતો. તેઓ બે વખત લોસ એન્જલસના મેયર રહી ચૂક્યા છે. મેયર પહેલા તેઓ 2006 થી 2012 સુધી લોસ એન્જલસ સિટી કાઉન્સિલના પ્રમુખ પણ હતા. ગાર્સેટ્ટીને બાઈડેનની નજીકના પણ માનવામાં આવે છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન બાઈડેનને ચૂંટણી પ્રચારમાં ઘણી મદદ કરી હતી.
અગાઉ પણ નોમિનેટ કર્યા હતા પરંતુ નિમણૂક થઈ નથી
ગાર્સેટ્ટીને ગયા વર્ષે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે લોસ એન્જલસના મેયર હતા ત્યારે જાતીય શોષણ કરનાર તેમના ઓફિસ સ્ટાફ સામે કાર્યવાહી કરી હતી.આ કારણે તેમને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા.
મે 2022માં સેનેટમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે- ગાર્સેટી જાણતા હતા કે તેમના ચીફ ઓફ સ્ટાફ રિક જેકબ્સે લોસ એન્જેલસની પોલીસ અધિકારીનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે. તે છતાં, ગાર્સેટ્ટીએ જેકોબ્સ સામે પગલાં લીધાં નહોતા.
ભારતમાં 2 વર્ષથી અમેરિકાના રાજદૂત નહોતા
2 વર્ષથી ભારતમાં અમેરિકાના કાયમી રાજદૂત નહોતા. એક્સપર્ટનું કહેવું છે કે ભારત જેવા મહત્વમાં દેશમાં કાયમી રાજદૂત ન હોવાથી બંને દેશોની વચ્ચેના સંબંધોના અસર થઈ શકે છે. રાજદૂત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્થાનિક પરિપ્રેક્ષ્યની સમજ ધરાવે છે, જે બંને દેશો વચ્ચેના વિવાદોના ઉકેલ શોધવામાં મદદ મળે છે.
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે રાજદૂત ન હોવાના કારણે વેપારમાં મુશ્કેલીઓ પડે છે. પોલીસીને આગળ વધારવામાં પણ આ કારણે મુશ્કેલીઓ પડે છે. ઓક્ટોબર 2022માં અમેરિકાએ એ એલિઝાબેથ જોન્સને ભારતીય દૂતાવાસના હંગામી પ્રભારી તરીકે નિમણૂંક કર્યા હતા. કાયમી રાજદૂત ન હોવાને કારણે હાલનો સમય અમેરિકા-ભારતના સંબંધોમાં સૌથી વધુ ઉથલપાથલવાળો રહ્યો છે.
એરિક ક્લાઈમેટ ચેન્જ પર ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે
ગાર્સેટી ક્લાઈમેટ મેયર્સ નામની સંસ્થાના કો-ફાઉન્ડર છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવાનો છે. અમેરિકાના તમામ મેયર તેના સભ્યો છે. ગાર્સેટ્ટીએ 400 મેયરોને પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તેઓ C40 શહેરોના અધ્યક્ષ પણ છે. તે વિશ્વના 97 સૌથી મોટા શહેરોનું નેટવર્ક છે જે ક્લાઈમેટ ચેન્જ પર કડક પગલાં ભરે છે. આ સંસ્થા દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, જયપુર અને કોલકાતા સાથે પણ જોડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.