તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Plane Will Leave For Wuhan On October 30 As Part Of The Vande Bharat Mission, The Sixth Flight To China.

ભારત વુહાન મોકલશે ફ્લાઈટ:વંદે ભારત મિશન અંતર્ગત 30 ઓક્ટોબરે વુહાન જશે વિમાન, આ ચીન જનારી છઠ્ઠી ફ્લાઈટ હશે

બેઈજિંગ/દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 સપ્ટેમ્બરે વંદે ભારત મિશન અંતર્ગત ચીનથી લગભગ 200 ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
10 સપ્ટેમ્બરે વંદે ભારત મિશન અંતર્ગત ચીનથી લગભગ 200 ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. (ફાઈલ ફોટો)
  • જૂનમાં વુહાનને વાયરસથી સુરક્ષિત ઘોષિત કરાયું હતું અને તમામ પ્રતિબંધો હટાવી લેવાયા હતા
  • નવી દિલ્હીમાં વુહાન જનારા મુસાફરોને હોટેલોમાં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે

એર ઈન્ડિયા 30 ઓક્ટોબરે વંદે ભારત મિશન અંતર્ગત પ્રથમવાર વુહાન ફ્લાઈટ મોકલશે. ભારતીય દૂતાવાસે શુક્રવારે તેની ઘોષણા કરી હતી. ચાઈનીઝ શહેર વુહાનમાં જ ડિસેમ્બરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.

મહામારીને રોકવા માટે જાન્યુઆરીમાં શહેરમાં પ્રતિબંધ લગાવાયો હતો. અધિકૃત રીતે જૂનમાં શહેરને વાયરસથી સુરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો હતો અને તમામ પ્રતિબંધ હટાવી લેવાયા હતા.

વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનારી આ છઠ્ઠી ફ્લાઈટ છે. બંને દેશોમાં ફસાયેલા ભારતીયોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પરત પહોંચાડવા માટે આ મિશન શરૂ કરાયું છે. દિલ્હી-ગુઆંગ્ઝો વચ્ચે 23 ઓક્ટોબરે ફ્લાઈટ કેન્સલ કરાયા પછી દિલ્હી-વુહાન ફ્લાઈટની ઘોષણા કરાઈ હતી.

નવી દિલ્હીથી વુહાન જનારા લોકોએ હોટેલોમાં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ભારતીય દૂતાવાસના અનુસાર, મુસાફરોને કોઈપણ સહાયતા માટે હેલ્પડેસ્ક (helpdesk.beijing@mea.gov.in)નો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.

2 સપ્ટેમ્બર સુધી લગભગ 13 લાખ ભારતીયોને દેશમાં લાવવામાં આવ્યા
આ વર્ષે ફેબ્રુઆરીમં જ્યારે વુહાનમાં કેસો ખૂબ વધી ગયા હતા, જ્યારે ત્યાંથી ભારતીયોને બહાર લાવવા માટે ભારતે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરી હતી. એર ઈન્ડિયાએ અત્યાર સુધી વંદે ભારત મિશન અંતર્ગત પાંચ ફ્લાઈટ્સનું સંચાલન કર્યુ છે. વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો 1 સપ્ટેમ્બરથી શરૂ થયો. 2 સપ્ટેમ્બર સુધી આ મિશન અંતર્ગત લગભગ 13 લાખ ભારતીય નાગરિકોને દેશમાં લાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...