અમેરિકાના ડલાસમાં એર શો દરમિયાન બીજા વિશ્વયુદ્ધના સમયનાં બે વિમાનો અથડાયાં હતાં, આ દુર્ઘટના બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. વાયુસેનાએ જણાવ્યું કે બંને વિમાનોમાં 6 લોકો હાજર હતા. બધા મૃત્યુ પામ્યા છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. આ ઘટના શનિવારે બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી.
ડલાસમાં બીજા વિશ્વયુદ્ધના સમયનાં 2 યુદ્ધ વિમાનો હવામાં ટકરાયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર થતાં જ એક પ્લેન વચ્ચેથી બે ટુકડામાં વિભાજિત થઈ ગયું હતું અને બીજા પ્લેનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને આકાશમાં જ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું.
વિસ્ફોટ થતા ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હતા
બંને વિમાનોની ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એર શો દરમિયાન એક પ્લેન ખૂબ જ ઝડપથી આવે છે અને બીજા પ્લેન સાથે અથડાય છે. આ પછી બંને પ્લેનના કેટલાક ટુકડા હવામાં પડતા જોવા મળે છે. જેમ જેમ વિમાનો જમીન પર પડે છે, તરત જ વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટેગોટા દેખાય છે.
આ ઘટના શનિવારે ટેક્સાસના ડલાસમાં બની હતી. અહીં બીજા વિશ્વયુદ્ધની યાદમાં આયોજિત એર શો દરમિયાન બોઇંગ B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ બોમ્બર અને બેલ P-63 કિંગ કોબ્રા ફાઈટર ટકરાયાં હતાં. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે આ ઘટના ડેલાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું કે આ દુર્ઘટનામાં પ્લેન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્રેશ થયું હતું. આમાંથી એક બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા છે. FAAએ કહ્યું કે અમારી તપાસ એજન્સી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરશે.
પ્લેન દુર્ઘટનાની તસવીરો જુઓ...
2019માં પણ એરપોર્ટમાં ક્રેશ થયું હતું વિમાન, 7 લોકોનાં મોત થયાં હતાં
2 ઓક્ટોબર 2019ના રોજ B-17 વિમાન બ્રૈડલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં હતાં અને 6 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના એર શો દરમિયાન બની હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી હતી, તેમને જાણવા મળ્યું હતું કે આ પાઇલટની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો.
પ્લેન ક્રેશ સંબંધિત આ સમાચાર પણ વાંચો...
તાંઝાનિયાના લેક વિક્ટોરિયામાં પેસેન્જર પ્લેન ક્રેશ: લેન્ડિંગ પહેલાં પ્લેન ક્રેશ થયું, 19 લોકોનાં મોત
તાંઝાનિયાના વિક્ટોરિયા તળાવમાં એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 19 લોકોનાં મોત થયાં હતાં. વિમાનમાં 49 મુસાફરો હાજર હતા. જેમાંથી 23 લોકોને બચાવી લેવાયા હતા.
તાંઝાનિયા પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે પ્લેન તળાવમાં ક્રેશ થયું હતું. પ્લેન ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં ઊતરવાનું હતું, જ્યાં આ દરમિયાન અકસ્માત થયો હતો આવી જ ઘટના 5 વર્ષ પહેલાં ઉત્તરી તાંઝાનિયામાં બની હતી. જેમાં સફારી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારે 11 લોકોનાં મોત થયાં હતાં.
રશિયન ફાઇટર જેટ રહેણાક ઈમારત સાથે અથડાયું: 3 બાળકો સહિત 13 લોકોનાં મોત, લેન્ડિંગ દરમિયાન એન્જિન બગડ્યું હતું
રશિયાનું સુપરસોનિક ફાઇટર જેટ SU-34 લેન્ડિંગ દરમિયાન 9 માળની રહેણાક ઇમારત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 13 લોકોનાં મોત થયાં હતાં. 19થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાઇટર જેટે રૂટિન ટ્રેનિંગ માટે એરફિલ્ડ પરથી ઉડાન ભરી હતી. તેનું એક એન્જિન લેન્ડિંગ પહેલાં બગડ્યું હતું. અકસ્માતનું આ જ કારણ માનવામાં આવે છે. બંને પાઇલોટ છેલ્લી ઘડીએ પેરાશૂટ સાથે જેટમાંથી કૂદી પડ્યા હતા. બંને સુરક્ષિત હતા. આ અકસ્માત એઝોવ સમુદ્રને અડીને આવેલા રશિયાના યાસ્ક શહેરમાં થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.