નેપાલના પાટનગર કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સિસ્ટમમાં સમસ્યા આવી ગઈ હતી. જેને ધ્યાને લઈ તમામ ટેકઓફને રોકી દેવામાં આવ્યા હતા. જોકે, આ સમસ્યા શું છે અને કેવી રીતી આવી, તેની એરપોર્ટ અધિકારીઓએ હજી સુધી કોઈ જાણકારી આપી નથી.
પોખરામાં લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશ થયું હતું
15 જાન્યુઆરીએ પોખરામાં થયેલા પ્લેન ક્રેશના વિમાને આ એરપોર્ટ પરથી જ ટેકઓફ કર્યું હતું. યતિ એરલાઈન્સનું પ્લેન કાઠમંડુથી 205 કિમી દુર પોખરામાં ક્રેશ થઈ ગયું હતું. આ ATR-72 પ્લેન હતું, જેમાં 68 મુસાફર અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગના ફક્ત 10 સેકેન્ડ પહેલા જ વિમાન ડુંગર સાથે અથડાઈ ગયું હતું, જેનાથી તેમાં આગ લાગી ગઈ હતી. આ વિમાનમાં પાંચ ભારતીય મુસાફર પણ સવાર હતા. ઘટનાસ્થળ પરથી બે માછીમારોના જીવ બચાવવામાં આવ્યા હતા.
અમેરિકામાં 4 કલાક ઠપ રહી હતી ફ્લાઈટ સેવા
આ અગાઉ 11 જાન્યુઆરીએ અમેરિકામાં પણ ફ્લાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. NOTOM(નોટિસ ટૂ એર મિશન્સ) સિસ્ટમમાં ખામી આવતા ત્યાં 4664 ફ્લાઈટ્સ લેટ થઈ ગઈ હતી, જ્યારે 450 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી હતી. 4 કલાકની સમસ્યા પછી ધીમે-ધીમે ફ્લાઈટ ઓપરેશન નોર્મલ થયું હતું. આ મામલે રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્હાઇટ હાઉસમાં ઇમરજેન્સી મીટિંગ બોલાવીને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પાસે રિપોર્ટની માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.