અમેરિકામાં પ્લેન ક્રેશની ધમકી આપનાર ઝડપાયો:વિમાન ચોરીને 5 કલાક સુધી આકાશમાં ઉડતો રહ્યો; ફ્યૂલ ખતમ થતાં લેન્ડ કરવું પડ્યું

વોશિંગ્ટન23 દિવસ પહેલા

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં એક પાયલટે પ્લેન ચોર્યું. ઘટના ટુપેલો શહેરના વેસ્ટ મેન વિસ્તારની છે. જે બાદ પાયલટે અહીંના એક વૉલમાર્ટ સ્ટોરમાં તેને ક્રેશ કરાવવાની ધમકી આપી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્ટોર અને તેની આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે.પ્લેન લગભગ 5 કલાક સુધી 40 હજારની વસતિવાળા શહેર પર ઉડતું રહ્યું

પરંતુ ફ્યૂલ ખતમ થવાને કારણે પાયલટે તેને ફીલ્ડમાં લેન્ડ કરાવવું પડ્યું. પાયલટની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેની આઈડેન્ટિટી અંગે કોઈ જ જાણકારી નથી મળી. CNNના રિપોર્ટ મુજબ, પાયલટની ઉંમર લગભગ 29 વર્ષ છે અને તે ટુપેલો રીઝનલ એરપોર્ટનો કર્મચારી છે.

ફ્લાઈટ ટ્રેકિંગ એજન્સી ફ્લાઈટવેર તરફથી જાહેર કરવામાં આવેલા મેપ મુજબ, પ્લેન શહેરની ઉપર ઝિગઝેગ પેટર્નમાં ઉડાવી રહ્યો છે.
ફ્લાઈટ ટ્રેકિંગ એજન્સી ફ્લાઈટવેર તરફથી જાહેર કરવામાં આવેલા મેપ મુજબ, પ્લેન શહેરની ઉપર ઝિગઝેગ પેટર્નમાં ઉડાવી રહ્યો છે.

ઈમરજન્સી નંબર પર કોલ કરીને આપી હતી ધમકી
મળતી માહિતી મુજબ બીચક્રાફ્ટ કિંગ એર-90 નામના આ વિમાનને ટુપેલો એરપોર્ટમાંથી ચોરવામાં આવ્યું. આ એક ડબલ એન્જિન 9 સીટર પ્લેન છે.પોલીસે જણાવ્યું કે પાયલટે ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને વૉલમાર્ટમાં પ્લેન ક્રેશ કરવાની ધમકી આપી હતી. પોલીસે પાયલટનો ડાયરેક્ટ સંપર્ક કરવાના પ્રયાસ કર્યો.

ખતરાને જોતા આ વિસ્તારની તમામ ઈમરજન્સી સેવાઓ એલર્ટ પર છે. હાલ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે પાયલટના ઈરાદા શું છે. ખતરાની આશંકાને પગલે લોકોને વેસ્ટ મેન વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

આ તસવીર એક બીચક્રાફ્ટ કિંગ એર 90 વિમાનની છે. આવું જ એક વિમાન ટુપેલો એરપોર્ટ પરથી ચોરવામાં આવ્યું હતું. આ એક ડબલ એન્જિન 9 સીટર પ્લેન છે.
આ તસવીર એક બીચક્રાફ્ટ કિંગ એર 90 વિમાનની છે. આવું જ એક વિમાન ટુપેલો એરપોર્ટ પરથી ચોરવામાં આવ્યું હતું. આ એક ડબલ એન્જિન 9 સીટર પ્લેન છે.
અન્ય સમાચારો પણ છે...