• Gujarati News
  • International
  • The Perilous 32 Km Journey Of Tourists To Britain In The Hope Of A Golden Future, Here Every Week Costs Rs. Get An Allowance Of 4 Thousand

ભાસ્કર એક્સપ્લેનર:સોનેરી ભવિષ્યની આશામાં બ્રિટન જવા પ્રવાસીઓનો 32 કિ.મી.નો જોખમી પ્રવાસ, અહીં દર સપ્તાહે રૂ. 4 હજારનું ભથ્થું મળે છે

લંડન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનેરી ભવિષ્યની આશામાં બ્રિટન જવા પ્રવાસીઓનો 32 કિ.મી.નો જોખમી પ્રવાસ, અહીં દર સપ્તાહે રૂ. 4 હજારનું ભથ્થું મળે છે

ફ્રાન્સથી બ્રિટન જઈને વસવાની આશામાં જઈ રહેલા પ્રવાસીઓની એક હોડી ડૂબતાં 27નાં મોત થયાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિટનમાં પ્રવાસી કે શરણાર્થીનો દરજ્જો મેળવનારાની સંખ્યા ખૂબ વધી છે. તેઓ બ્રિટનમાં સોનેરી ભવિષ્યની આશામાં જાન જોખમમાં મૂકીને અહીં સુધી આવે છે. હકીકતમાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે માંડ 32 કિલોમીટરનું અંતર છે. આવો જાણીએ, આખરે પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં કેમ મૂકે છે...

  • કેટલા પ્રવાસી ઈંગ્લિશ ચેનલને હોડીના સહારે પાર કરે છે?

આ વર્ષે ફ્રાન્સ અને બ્રિટન વચ્ચેની ઈંગ્લિશ ચેનલ અત્યાર સુધી 25 હજાર પ્રવાસી પાર કરી ચૂક્યા છે. 12 નવેમ્બર, 2021ના રોજ 11,185 લોકોએ ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો રેકોર્ડ કર્યો છે. યુરોપમાં આવનારામાંથી 75 ટકા બ્રિટનમાં આશરો લેવા અરજી કરે છે.

  • પ્રવાસીઓ કયા રસ્તે જવાનો પ્રયાસ કરે છે અને બ્રિટન જ કેમ?

પ્રવાસીઓ 32 કિ.મી.ના ડોવર અને કેલાસિસ કિનારાના જોખમી સમુદ્રી માર્ગ પસંદ કરે છે. આ માર્ગ પર આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ નથી પડતો. તેઓ પકડાઈ જાય તોપણ તેમને બ્રિટિશ કેમ્પોમાં લઈ જવાય છે. અંગ્રેજી ભાષા, કામ મળવામાં સરળતા અને દર સપ્તાહે રૂ. ચાર હજારનું ભથ્થું તેમને આકર્ષે છે.

  • બ્રિટન પકડાઈ ગયેલા પ્રવાસીઓને પાછા મોકલે છે?

અગાઉ બ્રિટન મોકલતું હતું, પરંતુ ઈયુમાંથી બહાર થયા પછી બ્રિટન તેમને ફ્રાન્સ નથી મોકલી શકતું.

  • બ્રિટન પહોંચ્યા પછી આશરો આપવાની પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

બ્રિટનમાં શરણાર્થી તરીકેનો દરજ્જો મેળવતા આશરે છ મહિના લાગે છે. ત્યાં સુધી ભોજન અને રહેવાની સુવિધા મળે છે.

  • બ્રિટન શું ઉપાય કરી રહ્યું છે?

ઓસ્ટ્રેલિયા મોડલ પ્રમાણે શરણાર્થીઓને રોકવા માટે સમુદ્રી પેટ્રોલિંગનો દાયરો વધારાશે.

અન્ય સમાચારો પણ છે...