યુરોપમાં કોરોના સંક્રમણ બાદ મહિલાઓની કમાન ધરાવતી કંપનીઓની વૃદ્વિ ઝડપી ગતિએ થઇ રહી છે. બ્રિટનના હાઉસ ઑફ કોમન્સના અભ્યાસમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર જે કંપનીઓનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેનું પરફોર્મન્સ પુરુષોનું વર્ચસ્વ ધરાવતી કંપનીઓની તુલનામાં અનેકગણું બહેતર છે. મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ આ રિપોર્ટ જારી કરાયો છે.
રિપોર્ટ અનુસાર અર્થવ્યવસ્થાને ફરીથી પાટે લાવવા માટે મહિલાઓનું કેન્દ્રીય નેતૃત્વમાં હોવું આવશ્યક છે. જે કંપની અથવા સંસ્થાઓની કમાન મહિલાઓ પાસે છે તે કંપનીઓએ કોરોના સંક્રમણ બાદ તેજીથી ઉન્નતિ કરી છે. રિપોર્ટમાં એવો આરોપ પણ કરાયો છે કે મહામારી દરમિયાન મહિલાઓની જરૂરિયાતોને નજરઅંદાજ કરાઇ છે.
રિકવરી યોજનાઓમાં તેઓ પર ધ્યાન ના અપાયું. અભ્યાસમાં સામેલ એનેલિસ ડોડ્સ કહે છે કે, ડેટાથી માલુમ પડે છે કે મહિલાઓ પાસે એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાની ચાવી છે. પરંતુ રોકાણમાં ઘટાડો અને દેશના કેટલાક વિસ્તારોમાં ‘ચાઇલ્ડકેર ડેજટર્સ’ના જોખમને કારણે તેઓને તક નથી અપાતી. તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર મહિલાઓની ચિંતાના નિરાકરણ પર કામ કરી રહી છે. કાર્યકારી ટીમોમાં જાતીય વિવિધતાને કારણે ટોચની કંપનીઓને 25 ટકા વધુ લાભ થવાની સંભાવના હતી. જ્યારે 30 ટકાથી વધુ મહિલા અધિકારીઓ ધરાવતી કંપનીઓના બહેતર પ્રદર્શનની સંભાવના હતી.
મહિલાઓને બિઝનેસ માટે ઓછી લોન મળે છે
મહિલાઓનું નેતૃત્વ ધરાવતી SME આર્થિક ઉત્પાદનમાં લગભગ 8.59 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે, પરંતુ માત્ર 16% ઉદ્યોગ સાહસિકો અને 3માંથ એક મહિલા કારોબારી છે. પુરુષોની તુલનામાં મહિલા કારોબારીઓને લોન ઓછી મળે છે તેનો પણ પુરાવો છે. માત્ર 15% બેંકમાં મહિલાઓ દ્વારા લોન માટે અરજી કરાઇ છે. જ્યારે 22% નવા કારોબાર માટે મહિલાઓ બેંકમાં ખાતું ખોલાવે છે. મહિલાઓને સમાનતાનો હક આપવા માટે અંદાજે 1 લાખ સ્ટાર્ટઅપ નવા આઇડિયાની સાથે શરૂ કરવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.