• Home
  • International
  • The people of Model Colony said we didn't even hear the sound, if we went to the roof we could see only smoke

કરાચીથી ગ્રાઉન્ડ રિપોર્ટ / મોડલ કોલોનીના લોકોએ કહ્યું- અમને તો અવાજ પણ ન સંભળાયો, છત પર ગયા તો ખાલી ધુમાડો દેખાતો હતો

જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાની તસવીર
જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાની તસવીર
X
જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાની તસવીરજે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાની તસવીર

  • પીઆઇએનું પેસેન્જર પ્લેન કરાચી એરપોર્ટ પર લેન્ડ થવાની અમુક મિનિટ પહેલા જ મોડલ કોલોનીમાં ક્રેશ થઇ ગયું
  • દુર્ઘટના દરમિયાન લોકોને લાગ્યું કે આ પ્લેનના ટેક ઓફ અથવા લેન્ડીંગનો અવાજ છે જે અહીં સામાન્ય છે

જોયા અનવર

May 22, 2020, 10:00 PM IST

કરાચી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન એક ગીચ આબાદીવાળા વિસ્તાર મોડલ કોલોનીમાં ક્રેશ થઇ ગયું. પીઆઇએના પ્રવક્તા અબ્દુલ્લા હફીઝ પ્રમાણે પીઆઇએની ફ્લાઇટ પીકે 803 લાહોરથી કરાચી જઇ રહી હતી અને તેમાં 8 ક્રૂ મેમ્બર્સ સહિત 98 લોકો સવાર હતાં. દુર્ઘટના જ્યાં બની ત્યાંથી અત્યારસુધી 37 મૃતદેહ કાઢવામા આવ્યા છે. તેમાં એક 5 વર્ષનો બાળક પણ છે. 

જ્યારે પ્લેન મોડલ કોલોનીમાં ક્રેશ થયું ત્યારે લોકોને લાગ્યું કે તે સામાન્ય પીએમટી બ્લાસ્ટ છે જે એરપોર્ટ નજીકની આ કોલોનીમાં સામાન્ય વાત છે. અહીં રહેતી સીમાએ કહ્યું કે તેને તો ક્રેશનો અવાજ પણ નહોતો સંભળાયો. તેનું કારણ એ હોઇ શકે છે કે એન્જિનમાંથી અવાજ નહોતો આવતો. તેને બહેને ફોન કર્યો ત્યારે દુર્ઘટના વિશે માહિતી મળી હતી. 

સીમાએ કહ્યું કે જ્યારે તે બહાર જોવા માટે નિકળી તો ચારે તરફ ધુમાડો હતો. થોડા સમયમાં એમ્બ્યુલન્સ આવી ગઇ. એવું લાગી રહ્યું હતું કે પ્લેન બે બિલ્ડિંગ વચ્ચે ફસાઇ ગયું હતું. થોડી વારમાં જ પાવર કટ થઇ ગયો હતો. ત્યારબાદ રેન્જર્સે રેસ્ક્યૂ વાળા વિસ્તારમાં લોકો અને મીડિયાની એન્ટ્રી બંધ કરી દીધી. 

ક્રેશ સાઇટ નજીક મેમન ગોથ વિસ્તારમાં રહેતી ફૈઝાએ કહ્યું- દુર્ઘટનાસ્થળ અમારા ઘરેથી 7 કિમી દૂર છે. અમે લોકો ભાગ્યશાળી છીએ કે એ જગ્યાથી દૂર હતા. પરંતુ જ્યારે અમે છત પર ચડ્યા તો ત્યાં ધુમાડો દેખાતો હતો. અહીં રહેતી સલમાએ જણાવ્યું કે મારા દીકરા સાથે ભણતો એક છોકરો મોડલ કોલોનીમાં રહે છે. સદ્ભાગ્ય છે કે તેનો પરિવાર તે સમયે ઘરે ન હતો. અમે આ દુર્ઘટનાથી હચમચી ગયા છીએ. 

દુર્ઘટનામાં માંડ બચ્યા બેન્ક ઓફ પંજાબના પ્રેસિડન્ટ
બેન્ક ઓફ પંજાબના પ્રેસીડન્ટ જફર મસૂદ આ પ્લેનમાં જ સવાર હતા. સદ્ભાગ્યે તેઓ બચી ગયા. તેમના કાકા મુમતાજ આલમે કહ્યું કે મસૂદને મોડલ કોલોનીના લોકોએ કાટમાળમાંથી કાઢ્યા હતા. ત્યારબાદ બચાવકર્મીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આલમ કહે છે- મસૂદ બચી ગયા તે એક ચમત્કાર જ છે. હવે હોસ્પિટલમાં તેમનો પરિવાર તેમની સાથે છે. મસૂદે તેમના માતાને જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમનો ફોન પણ કામ કરે છે. 

સોશિયલ મીડિયા પર પેસેન્જર લિસ્ટ સર્ક્યૂલેટ થવા પર નારાજગી
દુર્ઘટના બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્લેનમાં સવાર મુસાફરોની લિસ્ટ જાહેર કરવામા આવી હતી. સામાન્ય રીતે સિવિલ એવિએશન ઓથોરિટી આ લિસ્ટ જાહેર કરે છે. ડિજીટલ રાઇટ્સ ફાઉન્ડેશન નામની એનજીઓ ચલાવનાર નિગાત દાદ કહે છે કે આ નિંદનીય કામ છે કારણ કે તેનાથી પેસેન્જર્સની પ્રાઇવેસી ખતમ થઇ જાય છે. જરા એ પરિવાર વિશે વિચારો જેમને આ લિસ્ટ દ્વારા તેમના સગાવહાલા અંગે માહિતી મળી હશે. વોટ્સએપ પર ફોર્વર્ડ થયેલી આ લિસ્ટમાં કોઇ લગાતાર તેના પોતાના કોઇનું નામ શોધી રહ્યું હશે.

નિગતે કહ્યું- માત્ર ક્લિક્સ અને રેટિંગ માટે અમુક મીડિયા હાઉસ સિદ્ધાંતોને તાક પર રાખી દે છે. મને લાગે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોને પ્રમાણિકતાનું પણ ધ્યાન રાખવું જોઇએ કારણ કે જ્યારે તેઓ ટ્વિટર પર કોઇ માહિતી શેર કરે છે તો તેમનો આ નિર્ણય લોકોની ભલાઇના કામમાં નથી આવતો. ઉલટું તેનાથી ઘણા લોકો મુશ્કેલીમા મુકાઇ જાય છે. એવો કાયદો હોવો જોઇએ કે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોની પ્રાઇવેસીનું સન્માન કરવામા આવે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી