ચીનના લોકોનું શરમજનક કૃત્ય:જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેના નિધન વચ્ચે ચીનના લોકોએ ઉજવણી કરી; જાણો આબેથી કેમ નારાજ હતું ચીન?

5 મહિનો પહેલા
  • ચીનના લોકોએ સોશિયલ મીડિયા પર શરમજનક ટિપ્પણીઓ કરી હતી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભાષણ આપતી વખતે ગોળી મારવામાં આવી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં તેમનું નિધન થયું હતું. આ સમાચારથી આખી દુનિયા ચોંકી ગઈ છે, ત્યારે ચીનમાં ઘણા લોકો ઉજવણી કરી રહ્યા છે. ઘણા ચાઈનીઝ સોશિયલ મીડિયા યુઝર્સ શિન્ઝો પર થયેલા હુમલા અંગે શરમજનક ટિપ્પણી કરી રહ્યા હતા.

હુમલા બાદ ચીનના સોશિયલ મીડિયા પર લોકો તેમના 'દુશ્મન' શિન્ઝો આબેના મૃત્યુની શુભેચ્છા પાઠવવા લાગ્યા. યુઝર્સ શિન્ઝોની હાલતની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.

ખરેખર, એક ચૂંટણીપ્રચાર દરમિયાન શિન્ઝો આબે જાપાનના નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને હુમલાખોરે બે ગોળી મારી દીધી હતી. શિન્ઝો ત્યાં જ ઢળી પડ્યા હતા. હુમલા બાદ હુમલાખોર પણ ઝડપાઈ ગયો હતો.

આ ઘટના પર ચીની સોશિયલ મીડિયા Weibo અને WeChat પર લોકોએ શિન્ઝો વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સ ઈવેન્ટની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ચીન અને જાપાનની પરસ્પર દુશ્મનાવટ ઘણી જૂની છે. વિશ્વયુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશો એકબીજાની સામે ઊભો જોવા મળ્યા હતા. હાલમાં જ દક્ષિણ ચીન સાગરને લઈને બંને દેશો વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું.

ચીનમાં ઘણા લોકો પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત અને તાઈવાન સાથેના ગાઢ સંબંધોને કારણે પસંદ નથી કરતા. ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત અને જાપાનના QUAD સંગઠનની રચનામાં તેમની ભાગીદારી માટે પણ શિન્ઝો જાણીતા છે.

ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો જાપાનના પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ હેશટેગ '#安倍无生命体征'ચલાવતા જોવા મળ્યા હતા. એનો અર્થ એ છે કે 'આબેના અસ્તિત્વની કોઈ શક્યતા નથી'. આ હેશટેગનો ઉપયોગ કરીને શિન્ઝો વિરુદ્ધ લોકો ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા.

કેટલાક યુઝર્સે જાપાનના વર્તમાન વડાપ્રધાન અને કોરિયાના વડાપ્રધાનની હત્યા વિશે ટિપ્પણી કરી અને પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જ્યારે કેટલાક યુઝર્સે પૂર્વ પીએમને ગોળી મારનાર વ્યક્તિને અભિનંદન અને તેને ઈનામ આપવાની વાત કરતા જોવા મળ્યા હતા. કેટલાક યુઝર્સે આ ઘટના માટે જાપાન અને અમેરિકાને જવાબદાર ગણાવ્યા છે

તમને જણાવી દઈએ કે જાપાનમાં બંદૂક મેળવવી ખૂબ જ મુશ્કેલ છે અને ત્યાં બંદૂકના હુમલાઓ નહિવત થાય છે. શિન્ઝો આબેની સાથે તેમની સુરક્ષા ટીમ પણ ત્યાં હતી. આ હોવા છતાં શૂટરે આબેને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી.

શિન્ઝો આબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમણે 2006થી 2007 સુધી અને ફરીથી 2012થી 2020 સુધી શાસન કર્યું હતું.

કેમ શિન્ઝો આબેથી ચીન નારાજ હતું?
શિન્ઝો આબે જ એવા વડાપ્રાધાન હતા જે ચીનનો વિરોધ કરતા હતા. તેની ખરાબ નીતિઓની પણ ટિકા કરતા હતા. એટલે જ અત્યારે ચીનના લોકો આબેના નિધન પર ઉજવણી કરી રહ્યા છે.

તેવામાં સવાલ એ સામે આવે છે કે ચીનને કેમ શિન્ઝો આબેથી આટલી બધી મુશ્કેલી હતી? આ અંગે અમે રિટાયર્ડ કર્નલ મનજીતને પૂછ્યું હતું. તેણે જણાવ્યું કે જાપાનને વિશ્વમાં પાવરફુલ કરવા પાછળ શિન્ઝો આબેનો ફાળો મહત્ત્વપૂર્ણ હતો. આબે અને ચીનને ક્યારેય બનતું નહોતું. કોરોના મહામારી આવી ત્યારે પણ આબે દ્વારા સૌથી પહેલું નિવેદન આવ્યું હતું કે આ ચીનનું કૃત્ય જ હોઈ શકે છે. 2019 ઓક્ટોબર આ ચીનના વુહાનમાં ફેલાયો વાયરસ અને પછી સમગ્ર વિશ્વમાં આનાથી હાહાકાર ફેલાઈ ગયો હતો. આવું કહેતા સ્પષ્ટપણે જોવા મળે છે કે ચીન અને આબે વચ્ચે ખટરાગ હશે.

કર્નલ મનજીતે વધુમાં જણાવ્યું હતું કે શિન્ઝો આબે તાઈવાનને પણ સપોર્ટ કરતા આવ્યા છે. તે ચીનને કહેતા હતા કે પોતાની નીતિ બદલે અને પાડોશી દેશોની જમીન જપ્ત કરવાનું બંધ કરે. ચીન જમીન જપ્ત કરવા માટે જો મિલિટ્રી એક્શન લેશે તો આ આત્મઘાતી સાબિત થઈ શકે છે.

શિન્ઝો આબેથી નફરત કરવાનું બીજુ કારણ
શિન્ઝો આબેએ 2007માં ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને અમેરિકા સાથે મળીને ક્વોડની શરૂઆત કરી હતી. આ સંગઠન ચીનની વધતી જતી સામ્રાજ્યવાદની નીતિના વિરોધમાં બનાવાયું હતું.

ચીન હંમેશા જાપાનના પૂર્વમાં સ્થિત સેનકાક દ્વીપ પર પોતાનો હક માનતું હતું. તેની સેના પણ અહીં જ નજર લગાવીને બેઠી હતી. વળી શિન્ઝો આબે આના વિરોધમાં હંમેશા રહેતા હતા. તેમણે પોતાની આર્મીને પણ વધુ મજબૂત કરી લીધી હતી. વર્ષ 2019માં જાપાન આઠમો દેશ હતો જેણે પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કર્યો હતો. જાપાનની મિલિટ્રીના આધુનિકીકરણનો શ્રેય પણ આબેને જાય છે.

આર્થિક રીતે પણ શિન્ઝો આબે હંમેશા ચીનને ટક્કર આપવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જાપાની અર્થ વ્યવસ્થાને આગળ વધારવા માટે તેણે પોતાની નીતિઓને 'આબેનોમિક્સ' નામ આપ્યું હતું. પોતાના 2 વારના કાર્યકાળમાં આબેએ ચીનને આર્થિક રૂપે ઘેરી લેવાના પ્રયત્નો કર્યા હતા અને એ સફળ પણ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...