તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક:પેન્ટાગોને શંકાસ્પદ કંપનીને 17.5 કરોડ ઈન્ટરનેટ એડ્રેસ આપી દીધાં

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાના કુલ ઈન્ટરનેટ એડ્રેસના 4%, કિંમત આશરે 30 હજાર કરોડ રૂ. છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી હારવા અને તેમના પદ છોડતા દરમિયાન અનેક નાટકીય અને આશ્ચર્યજનક ઘટનાઓ દુનિયાએ જોઈ હતી. આ દરમિયાન અમુક એવું પણ હતું જે ઈન્ટરનેટ ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય બની ગયું.

ખરેખર જ્યારે જો બાઈડેન શપથ લઈ રહ્યા હતા અને ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદેથી વિદાય થઈ રહ્યા હતા તે ક્ષણોમાં જ અમેરિકી સંરક્ષણ વિભાગના હેડક્વાર્ટર પેન્ટાગોને રહસ્યમય કંપનીને 17.5 કરોડ ઈન્ટરનેટ એડ્રેસ ટ્રાન્સફર કરી દીધાં હતાં. આ દુનિયાના કુલ ઈન્ટરનેટ એડ્રેસના 4% છે. તેની કિંમત આશરે 30 હજાર કરોડ રૂપિયા છે. જે કંપનીને આ ડેટા અપાયો હતો દસ્તાવેજોમાં તેનું નામ ગ્લોબલ રિસોર્સ સિસ્ટમ્સ એલએલસી છે. ફ્લોરિડા સ્ટેટના રેકોર્ડ અનુસાર પહેલીવાર કંપની ઓક્ટોબર 2020માં રજિસ્ટર્ડ થઇ હતી. અેક મીડિયા અહેવાલ અનુસાર આ છદ્મ કંપનીએ કેલિફોર્નિયાનું જે એડ્રેસ આપ્યું હતું ત્યાં કોઈ પ્રતિનિધિ મળ્યો નથી.

આટલું જ નહીં એ સરનામા પર કોઈ બિઝનેસ લાઈસન્સ પણ નથી. કંપનીએ મીડિયાને કોઈ ફોન કે મેલનો જવાબ પણ નથી આપ્યો અને ન તો તેનું કોઈ વેબપેજ અસ્તિત્વમાં છે. આ કંપની સાથે સંકળાયેલી એકમાત્ર વ્યક્તિ રેમન્ડ સાઉલિનો વિશે ફ્લોરિડા રજિસ્ટ્રીમાંથી પુરાવા મળ્યા છે. તેનું નામ નેવાદા કોર્પોરેટ રેકોર્ડમાં 2018માં ફોરેન્સિક સાઈબર સ્પેસ-ઈન્ટરનેટ સર્વેલન્સ ઈક્વિપમેન્ટ કંપનીના મેનેજિંગ મેમ્બર તરીકે સૂચિબદ્ધ છે. જોકે તેનો પણ સંપર્ક સાધી શકાયો નથી. સતત ફોન કરવા છતાં બીજી તરફથી ઓટોમેટેડ રિપ્લાય જ મળ્યો હતો.

ઓક્ટોબર 2020માં અસ્તિત્વમાં આવેલી કંપનીને આટલી સ્પેસ
હવે આ કંપનીના નિયંત્રણમાં કોમકાસ્ટ અને એટીએન્ડટી જેવા સૌથી મોટા ઇન્ટરનેટ પ્રદાતાઓથી વધારે સ્પેસ છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ આઈપી એડ્રેસનો ગેરકાયદે ઉપયોગ રોકવા, તેનું આકલન કરવા પ્રચારનો પાઈલટ પ્રોજેક્ટ હતો. પ્રવક્તા એ જવાબ ન આપી શક્યા કે જે કંપની સપ્ટેમ્બર 2020માં અસ્તિત્વમાં આવી હતી તેને આટલી મોટી સ્પેસ મેનેજ કરવા માટે કેમ પસંદ કરાઈ?

પેન્ટાગોને ટ્રાન્સફર કરેલ સ્પેસ તેના ઉપયોગથી બમણી
નેટવર્ક સંચાલક કંપની કેન્ટિકના નિર્દેશક ડગ મેડોરી કહે છે કે આ ઈન્ટરનેટ ઈતિહાસની સૌથી મોટી તથા રહસ્યમય ઘટના છે. પેન્ટાગોને જે સ્પેસ ટ્રાન્સફર કરી છે તે તેની બમણી છે જે તે જાતે ઉપયોગમાં લે છે. 20 જાન્યુઆરીએ બાઈડેનના શપથના દિવસે ઈન્ટરનેટના વૈશ્વિક રુટ પર એક કંપનીએ આ માહિતી આપી હતી. એએસ8003 નામના એકમે જાહેરાત કરી કે સંરક્ષણ વિભાગની માલિકીવાળી અનયૂઝ્ડ આઈપીવી4 ઈન્ટરનેટ સ્પેસ હવે તેનું છે.

અન્ય સમાચારો પણ છે...