તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Owner Of A Company Worth Over Rs 8,000 Crore Goes To The Office On A Pickup Bicycle And Avoids Taking Photos.

ભાસ્કર વિશેષ:8 હજાર કરોડથી વધુની કંપનીના માલિક પીકોચ સાઇકલ પર ઓફિસે જાય છે, ફોટો પડાવવાનું પણ ટાળે છે

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલેન્ડની ફેશન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજની કહાની, સાદગીથી જીવવું ગમે છે

એલપીપી એસએ કંપનીના સહસ્થાપક મારેક પીકોચ (60) 8,159 કરોડ રૂ.ની સંપત્તિના માલિક હોવા છતાં તેમણે અંગત જીવનમાં સાદગી જાળવી રાખી છે. એલપીપી પોલેન્ડની સૌથી મોટી ફેશન રિટેલર કંપની છે. પીકોચ ઝાકમઝોળભરી દુનિયાથી દૂર રહે છે. સાઇકલ લઇને ઓફિસે જાય છે, ફોટો પડાવવાનું પણ ટાળે છે. તેઓ કહે છે કે, મને અબજપતિ ન કહેશો. આ ધન મારું નથી. મેં મારા શેર 2018માં ફાઉન્ડેશનને ટ્રાન્સફર કરી દીધા હતા. હું, મારા પરિવારના સભ્યો તથા બીજા ઘણાં લોકો ફાઉન્ડેશનના લાભાર્થી છે. પીકોચ ફેશન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ છે. તેમ છતાં તેઓ કેટવૉક શો, સેલિબ્રિટી ઇવેન્ટ કે બિઝનેસ પાર્ટીમાં જવાનું ટાળે છે. એલપીપીની હેડ ઓફિસ ડાંસ્ક શહેરમાં છે.

પીકોચે ત્યાં પોતાની કોઇ અલગ ઓફિસ નથી રાખી. તેઓ ડિઝાઇનર ટીમ્સની વચ્ચે સામાન્ય ડેસ્ક પર કામ કરે છે. એલપીપીના અધિકારી સ્લાવોમિર લોબોડાએ કહ્યું કે એલપીપીનું ઓનરશિપ મોડલ બહુ સારું છે, જે અનુસાર કંપનીને ક્યારેય વેચવામાં નહીં આવે. પીકોચ પોતાના કર્મચારીઓનું હિત ઇચ્છે છે. તેમણે નફો ડિઝાઇનર્સનું વેતન વધારવા પાછળ ખર્ચ્યો, કર્મચારીઓને ઘણી સ્વાયત્તતા આપી છે. આ બાબતોએ મહામારી દરમિયાન કર્મચારીઓનો કંપની પર વિશ્વાસ વધાર્યો. પીકોચના ફાઉન્ડેશનમાં લાભાર્થી તરીકે 16 લોકો રજિસ્ટર્ડ છે, જેમાંથી કેટલાક તેમના પરિવારના નથી.

તૂર્કીથી સ્વેટર ઇમ્પોર્ટ કર્યા, આજે 25 દેશમાં સ્ટોર
પીકોચે 1991માં બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારે પોલેન્ડ એક માર્કેટ ઇકોનોમીમાં ફેરવાઇ રહ્યું હતું. શરૂમાં પીકોચની કંપનીએ તુર્કીથી સ્વેટરની આયાત કરી હતી જ્યારે આજે એલપીપીના પોલેન્ડ, જર્મની અને રશિયા સહિત 25 દેશમાં 1,800થી વધુ સ્ટોર છે. તેની બ્રાન્ડ્સમાં રિઝર્વ્ડ, મોહિતો અને ક્રોપ સામેલ છે, જેની પ્રાઇસ વેસ્ટર્ન કોમ્પિટિટર્સથી ઓછી હોય છે.

અન્ય સમાચારો પણ છે...