અમેરિકી નિષ્ણાતોનો મત:વાઇરસની સંખ્યા 1 દિવસમાં સેંકડોમાંથી અબજો થઇ જાય છે

વોશિંગ્ટન8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ જલદી શોધવા માટે સતત રેપિડ ટેસ્ટિંગ જરૂરી

અમેરિકામાં ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોરોના વાઇરસની વેક્સિન આવ્યા બાદ ટેસ્ટિંગની શું જરૂર છે? વાત એમ છે કે ટેસ્ટિંગ વિના આપણે ન જાણી શકીએ કે વાઇરસ ક્યાં છે અને ક્યાં જઇ રહ્યો છે? વસંત અને શિયાળાની ઋતુ નજીક છે ત્યારે વેક્સિન ન લેનારા લોકો થકી વાઇરસનો ફેલાવો વધશે. મોટા ભાગના લોકોને સંક્રમણના થોડા સમય બાદ ખબર પડી કે તેઓ બીમાર પડી ચૂક્યા છે. ટેસ્ટિંગનું આ ચક્ર તોડી શકાય છે. મૂળે વાઇરસની સંખ્યા એક દિવસમાં સેંકડોથી વધીને અબજો થઇ જાય છે.

વધુ સંક્રમણ ફેલાવનારા વેરિઅન્ટથી દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આપણે આવા કેસ વધતા રોકવા ટેસ્ટિંગની મદદ લેવી જોઇએ. અમેરિકાના ઘણાં નર્સિંગહોમમાં વેક્સિન ન લીધી હોય તેવા લોકોએ વેક્સિનેટેડ લોકોને સંક્રમિત કર્યા છે. નવો વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે. આ તથા અન્ય કેટલાક વેરિઅન્ટ વેક્સિનને બેઅસર કરી શકે છે. તેવું થયું તો વાઇરસ વૃદ્ધોના આશ્રયસ્થાનો તથા નર્સિંગહોમ્સમાં ફેલાઇ શકે છે. વૃદ્ધોમાં લાંબા સમય સુધી અત્યંત અસરકારક ઇમ્યુન સિસ્ટમ જાળવી રાખવાની ક્ષમતા મર્યાદિત હોય છે. સ્કૂલ, કોલેજ, કાર્યસ્થળ ખોલવા અને સુરક્ષિત ટ્રાવેલ માટે રેપિડ ટેસ્ટિંગ ખૂબ જરૂરી છે.

નિષ્ણાતો હવે જાણી ચૂક્યા છે કે બીજા લોકોમાં કોરોના ફેલાવવા સંક્રમિત વ્યક્તિમાં લક્ષણો દેખાવા જરૂરી નથી. સંક્રમણ બાદ વાઇરસ બહુ ઝડપથી વિકસે છે. એક દિવસમાં તેની સંખ્યા સેંકડોમાંથી અબજો થઇ જાય છે. તે સમયે સંક્રમણ ટોચ પર હોય છે. સંક્રમિત વ્યક્તિને ખબર નથી હોતી કે તે તેના દરેક શ્વાસ સાથે વાઇરસ ફેલાવી રહ્યો છે. આ કારણથી કોરોના પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. (મીના હાવર્ડ ચાન પબ્લિક હેલ્થ સ્કૂલમાં ચેપી રોગોના પ્રોફેસર છે)

અન્ય સમાચારો પણ છે...