તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 9.93 કરોડ થઈ ગઈ છે. આજે આ આંકડો 10 કરોડ પર પહોંચી શકે છે. આમાંથી સાત કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. એશિયન દેશોમાં જ્યાં, કોરોનાના કેસોમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે ત્યાં, યુરોપ અને અમેરિકાને હજી રાહત મળી નથી. વિશ્વના સૌથી વધુ મૃત્યુ દરવાળા પાંચ દેશમાં અમેરિકા સિવાય ચાર દેશ યુરોપના છે.
એક લાખ લોકોમાં કોરોનાથી મૃત્યુ બાબતે બ્રિટન સૌથી આગળ છે. તે પછી ચેક રિપબ્લિક, ઇટલી, અમેરિકા અને સ્પેન આવે છે. આ યાદીમાં ભારત 19માં ક્રમે છે. અહીં એક લાખની વસ્તીમાં 11 જ મૃત્યુ થયા છે. બ્રિટનમાં છેલ્લા સાત દિવસથી દરરોજ 1000થી વધુ મૃત્યુ થઇ રહ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ 1820 લોકોનાં મૃત્યુ ગત બુધવારે નોંધાયા છે.
બ્રિટનમાં અત્યાર સુધીમાં 96 હજારથી વધુ લોકોના મૃત્યુ
જોન હોપકિંસ યુનિવર્સિટીના અનુસાર, મહામારી શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં UKમાં કુલ 96,166 લોકોનાં મૃત્યુ થયાં છે. હેરાન કરનારી બાબત એ છે કે અમેરિકા અને બ્રિટન સહિત મોટાભાગના યુરોપના દેશોમાં વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. હવે દુનિયામાં અત્યાર સુધીમાં 21 લાખ 30 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 25,566,789 | 427,635 | 15,330,949 |
ભારત | 10,655,435 | 153,376 | 10,316,096 |
બ્રાઝિલ | 8,816,254 | 216,475 | 7,628,438 |
રશિયા | 3,698,273 | 68,971 | 3,109,315 |
યૂકે | 3,617,459 | 97,329 | 1,616,307 |
ફ્રાન્સ | 3,035,181 | 72,877 | 216,725 |
સ્પેન | 2,603,472 | 55,441 | ઉપલબ્ધ નહીં |
ઈટલી | 2,455,185 | 85,162 | 1,871,189 |
તુર્કી | 2,424,328 | 24,933 | 2,301,861 |
જર્મની | 2,137,689 | 52,536 | 1,795,400 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.