તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બ્રિટનમાં લૉકડાઉન હટાવવા આગામી 2 અઠવાડિયાં મહત્ત્વના, પાકિસ્તાનમાં સેકન્ડ વૅવ રોકવા પ્રયાસ

લંડન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બ્રિટન સરકારના સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રૂપ ફોર ઇમરજન્સીના પ્રો. સુસાન મિશીએ શનિવારે કહ્યું કે આગામી બે અઠવાડિયા બહુ પડકારજનક હશે, કેમ કે તેમાં એક કારણ હવામાન અને બીજું મને લાગે છે કે વેક્સિન આવવાની આશાએ લોકો ઉપાયોને લઇને બેદરકાર રહી શકે છે.

કેનેડામાં કેસ 2.90 લાખને પાર
ઓટ્ટાવાઃ કેનેડામાં શનિવારે કોરોનાના 3,041 નવા કેસ સાથે દેશમાં કુલ કેસ 2,90,596 થઇ ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 10,888 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. ઓન્ટારિયોમાં શનિવારે વિક્રમજનક 1,581 નવા કેસ નોંધાયા. ત્યાં 9મા દિવસે 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

ફ્રાન્સ: 24 કલાકમાં 32,095 કેસ
પેરિસઃ ફ્રાન્સમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 32,095 નવા કેસ સામે આવ્યા. આ સાથે દેશમાં કુલ કેસ 19,54,599 થઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 44,246 દર્દીના મોત થયા છે. રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅેલ મેક્રોંએ કહ્યું કે ફ્રાન્સમાં કોરોના સામેની લડાઇમાં આવનારા દિવસો નિર્ણાયક બની રહેશે.

પાક.માં સેકન્ડ વૅવ રોકવા પ્રયાસ
ઇસ્લામાબાદઃપાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ 3,54,461 થઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાથી 7,109 મોત થયા છે. પાક.ના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં કોરોનાનો સેકન્ડ વૅવ શરૂ થઇ ચૂક્યો છે, જેથી લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સાવચેતી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો