• Gujarati News
  • International
  • The National Awam Party Said POK People Have The Right To Speak And Live; There Were Killings Even In Broad Daylight

POKમાં હિંસા મુદ્દે કાશ્મીરી પાર્ટી ઉશ્કેરાઈ:નેશનલ અવામ પાર્ટીએ કહ્યું- POKના લોકોને બોલવાનો અને જીવવાનો હક મળે; ત્યાં ધોળે દિવસે પણ હત્યાઓ થઈ રહી

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે POKમાં તેણે ગેરકાયદે કબ્જો કર્યો છે

POKમાં હિંસા મુદ્દે જમ્મુ કાશ્મીર નેશનલ વામ પાર્ટી (JKNAP)એ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ટીકા કરી છે. JKNAPએ ફેસબુક પર આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અહીં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન પર રોક લગાવવામાં આવે. PM ખાન સુનિશ્ચિત કરે કે તેમને બોલવાની અને જીવવાની આઝાદી મળે.

POKના નીલમ જિલ્લાની શારદા ઘાટીમાં સોમવારે પાકિસ્તાનના અર્ધલશ્કરી દળે ભીડ પર ફાયરિંગ કર્યું હતું. તેણે બે લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બાબતે JKNAPએ કહ્યું હતું કે આઝાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાના નામે ધોળા દિવસે સૈન્ય દ્વારા યુવકની હત્યા નિંદાજનક છે. અમે ન્યાય ઈચ્છીએ છીએ. હત્યારાઓને સજા મળે.

પાકિસ્તાનના કબ્જાના કારણે કાશ્મીરીઓનું જીવન જોખમમાં
નિવેદનમાં એવું પણ કહેવામા આવ્યું છે કે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાના કારણે કાશ્મીરીઓનું જીવન જોખમમાં છે. પાકિસ્તાની આઝાદ કાશ્મીરમાં રાજયાના કાયદાને નબળો પાડવાના કે સમાપ્ત કરવાના પ્રયાસ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. અમે આ મંજૂર નહીં કરીએ. ઇન્ટરનેશનલ કોર્ટ અને વર્લ્ડ કમ્યુનિટીની સામે આ મુદ્દાને લઈને જઈશું.

રાજ્ય સબંધિત કાયદા તાત્કાલિક ફરીથી સ્થાપિત કરવા જોઈએ
JKNAPએ કહ્યું, 'અમે સ્ટેટ સબજેક્ટ કાયદાને તરત સ્થાપિત કરવાની માંગ કરીએ છીએ. સાથે જ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રાજ્ય વિષય અધિનિયમ રદ થયા બાદ બાંધકામ, ખરીદીઓ અને નિમણૂકોને દૂર કરવામાં આવે. પીઓકેના લોકોની નાગરિક સ્વતંત્રતા વર્ષોથી કાપવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર જમ્મુ અને કાશ્મીરની વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ લઈ શકતા નથી.

પુસ્તકો પરના પ્રતિબંધ દૂર કરે ઈમરાન ખાન
નિવેદનમાં એવું પણ કહેવામા આવ્યું છે કે ઈમરાન ખાન પાસે પુસ્તકો પરના પ્રતિબંધ દૂર કરવાની માગ કરીએ છીએ. અહીં શાંતિ માટે મુઝફ્ફરબાદ સરકારને મજબૂત કરવામાં આવે, જેથી તેના પ્રતિનિધિ શાંતિપૂર્ણ ઉકેલો માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ માંગ કરી શકે.

POKમાં ચૂંટણી પર ભારતનો કટાક્ષ
POKમાં થયેલી ચૂંટણી બાબતે ભારતે આકારો વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે POKમાં તેણે ગેરકાયદે કબ્જો કર્યો છે. આ ભારતીય ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી.પાકિસ્તાન ગેરકાયદે કબ્જા વાળા તમામ ભારતીય ક્ષેત્રોને તાત્કાલિક ખાલી કરે, આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પણે ખોટી છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે POKના લોકોનું શોષણ અને તેમણે તેમની સ્વતંત્રતાથી અળગા રાખવા સંપૂર્ણ પણે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. POKમાં પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવી રહેલ ચૂંટણી આ ક્ષેત્રના ભૌતિક બદલાવને છુપાવવાનું કાવતરું છે. અમે પાકિસ્તાન સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે.