• Gujarati News
  • International
  • The Ministry Of External Affairs Of USA Said Freedom Of The Press Is Essential In A Democracy, Which Is The Basis Of Relations With India

પુલિત્ઝર વિજેતા જર્નલિસ્ટને રોકવા પર અમેરિકાની પ્રતિક્રિયા:વિદેશ મંત્રાલયે કહ્યું- લોકશાહીમાં પ્રેસની સ્વતંત્રતા જરૂરી, જે ભારત સાથેના સંબંધોનો આધાર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને કાશ્મીરી ફોટો જર્નલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂની એરપોર્ટ પર અટકાયત કરતા અમેરીકાએ પ્રતિક્રિયા આપી છે. એક અધિકારીએ કહ્યું- અમે જાણીએ છીએ કે સના ઇર્શાદ મટ્ટૂ પર વિદેશ પ્રવાસ પર રોક લગાવવમાં આવી છે.

વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું- અમે જાણીએ છીએ કે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને કાશ્મીરી ફોટો જર્નલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂને દિલ્હી એરપોર્ટ પર અમેરીકા આવતા અટકાવવામાં આવ્યા હતા. આ બાબત પર નજર રાખી રહ્યા છે. અમેરીકા મીડિયાની સ્વતંત્રતાનું સમર્થન કરે છે અને તે અમેરિકા-ભારત સંબંધોનો પાયાનો આધાર છે.

ટિકિટ હોવા છતાં અટકાયત કરાઈ
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને કાશ્મીરી ફોટો-જર્નલિસ્ટ સના ઇર્શાદ મટ્ટુને 18 ઓક્ટોબરે દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી. જર્નલિસ્ટ સના ઇર્શાદ પુલિત્ઝર પુરસ્કાર લેવા ન્યૂયોર્ક જઈ રહી હતી. તેમણે કહ્યું હતું કે અમેરીકાના માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર રોકવામાં આવી હતી. આ બીજી વખત છે કે તેમને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી હોય. આ પહેલાં જુલાઈમાં પણ રોકવામાં આવી હતી.

અગાઉ પેરિસ જવા પર રોકવામાં આવી હતી
આ પહેલાં તે જુલાઈમાં બુક લોન્ચ અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા પેરિસ જઈ રહી હતી, પરંતુ તેમને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ અટકાવી હતી. અધિકારીઓ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી તેમની પર પ્રતિબંધ લગાવવાને કારણે તેમને રોકવામાં આવી હતી.